Covid-19 : ઓમિક્રોનના વધતા કેસ અંગે કેન્દ્રએ રાજ્યોને હંગામી હોસ્પિટલ બનાવવા તેમજ મોનિટરિંગ વધારવા આપી સૂચના

|

Jan 01, 2022 | 9:01 PM

આ સિવાય કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને વિવિધ સ્થળોએ કોવિડ-19ના પરીક્ષણ માટે 24 કલાક બૂથ બનાવવાની સલાહ આપી છે.

Covid-19 : ઓમિક્રોનના વધતા કેસ અંગે કેન્દ્રએ રાજ્યોને હંગામી હોસ્પિટલ બનાવવા તેમજ મોનિટરિંગ વધારવા આપી સૂચના
Rajesh bhushan

Follow us on

DELHI : દેશમાં કોરોના વાયરસ (Corona virus)ના સંક્રમણના કેસોમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અસ્થાયી હોસ્પિટલો (Temporary hospitals) બનાવવાની પ્રક્રિયા શરૂ કરવા અને હોમ આઈસોલેશન (Home isolation)માં રહેતા દર્દીઓ પર નજર રાખવા માટે વિશેષ ટીમો (Special teams) બનાવવા માટે સલાહ આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ (Union Health Secretary)રાજેશ ભૂષણે શનિવારે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં કહ્યું છે કે કોરોનાના કેસ વધવાથી આરોગ્ય માળખાને અપગ્રેડ કરવાની જરૂર છે. આ સાથે તમામ રાજ્યોએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે જિલ્લા સ્તરે અથવા સ્થાનિક સ્તરે કંટ્રોલ રૂમ યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં.

આરોગ્ય સચિવે પત્રમાં લખ્યું છે કે, “કોરોનાના વધતા જતા કેસોને પહોંચી વળવા રાજ્યોને આરોગ્ય સુવિધાઓ વધારવા અને હંગામી હોસ્પિટલોનું નિર્માણ શરૂ કરવાની સલાહ આપવામાં આવે છે. જે DRDO અને CSIR તેમજ ખાનગી ક્ષેત્રો, NGO સાથે મળીને કરી શકાય છે. મોટી સંખ્યામાં સંક્રમિત દર્દીઓ હોમ આઇસોલેશનમાં હોઈ શકે છે. તેથી એવા કેસોને અસરકારક રીતે અનુસરવાની જરૂર પડશે. તેમજ આવા દર્દીઓની તબિયત બગડ્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની પ્રક્રિયા થવી જોઈએ.”

રાજેશ ભૂષણે કહ્યું કે તમામ રાજ્યોએ તેમના હોમ આઇસોલેશન પ્રોટોકોલ અને તેના અમલીકરણ પર નજર રાખવી જોઈએ. તેમણે લખ્યું કે “ હોમ આઇસોલેશનના તમામ કેસોની દેખરેખ માટે વિશેષ ટીમો બનાવવી જોઈએ. તમામ રાજ્યોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે જિલ્લા સ્તરે અથવા સ્થાનિક સ્તરે કંટ્રોલ રૂમ યોગ્ય રીતે કાર્યરત છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

‘કોવિડ-19ની તપાસ માટે 24 કલાક બૂથ બનાવો’

આ પહેલા શુક્રવારે રાજ્યોના મુખ્ય સચિવોને મોકલવામાં આવેલા પત્રમાં રાજેશ ભૂષણ અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડાયરેક્ટર જનરલ ડૉ.બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિને તાવ, ઉધરસ, માથાનો દુખાવો, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, શરીરનો દુખાવો, સ્વાદ કે ગંધની જતા રહેવા, થાક અને ઝાડા હોય તો તેને કોવિડ-19ના શંકાસ્પદ દર્દી તરીકે સારવાર લેવી જોઈએ.

કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને વિવિધ સ્થળોએ કોવિડ-19ના ટેસ્ટ માટે 24 કલાક બૂથ બનાવવાની સલાહ આપી છે. કેન્દ્રએ રાજ્યોને આ બૂથ પર COVID-19 માટે 24-કલાકની ઝડપી એન્ટિજેન ટેસ્ટ સુવિધા પ્રદાન કરવા જણાવ્યુ છે. સાથે જ આરોગ્ય કર્મચારીઓને લક્ષણોવાળા દર્દીઓને દેશમાં જ બનાવેલી ટેસ્ટ કીટનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવા કહ્યુ છે.

દેશમાં ઓમિક્રોન કેસની સંખ્યા 1,400ને વટાવી ગઈ

દેશમાં એક જ દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 22,775 નવા કેસ નોંધાયા છે, જે 6 ઓક્ટોબર પછી સૌથી વધુ છે. હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે. આ સાથે, વાયરસના નવા વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ના 161 નવા કેસ આવ્યા પછી, તેનાથી સંબંધિત કેસોની સંખ્યા વધીને 1,431 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 454 કેસ નોંધાયા છે, ત્યારબાદ દિલ્હીમાં 351, કેરળમાં 118 અને ગુજરાતમાં 115 કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃ કોરોના સંક્રમણને પગલે એલર્ટ: આ રાજ્યમાં અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરો માટે કડક નિયમો લાગુ

આ પણ વાંચોઃ બાળકોને વેક્સિન : 15 થી 18 વર્ષના બાળકો માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ, આ રીતે સ્લોટ બુક કરો

Next Article