Cauvery water dispute : બે રાજ્યો વચ્ચે ફરી ધમાસાણ, તામિલનાડુ માટે પાણી છોડવા પર કર્ણાટકમાં વિરોધ, બેંગલુરુ આજે બંધ
કાવેરી જળ વિવાદના મુદ્દે ખેડૂત સંગઠનોએ આજે બેંગલુરુ બંધનું એલાન આપ્યું છે. બેંગલુરુમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. શહેરની તમામ શાળા-કોલેજો બંધ છે. ખેડૂત સંગઠનોએ 29 સપ્ટેમ્બરે કર્ણાટક બંધનું એલાન આપ્યું છે. તમિલનાડુને પાણી આપવાના નિર્ણય સામે કર્ણાટકમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
કાવેરી જળ વિવાદને લઈને ફરી એકવાર દક્ષિણના બે રાજ્યો વચ્ચે સંઘર્ષ થયો છે. તમિલનાડુ માટે કાવેરી નદીનું પાણી છોડવાને લઈને કર્ણાટકમાં વિરોધ પ્રદર્શનો ઉગ્ર બન્યા છે. આ મુદ્દે આજે બેંગલુરુ બંધનું એલાન આપવામાં આવ્યું છે. બેંગલુરુમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. શહેરની તમામ શાળા-કોલેજો પણ બંધ રાખવામાં આવી છે. ખેડૂત નેતા કુરુબુરુ શાંતાકુમારના નેતૃત્વમાં ખેડૂત સંગઠનોના મુખ્ય સંગઠન ‘કર્ણાટક વોટર કન્ઝર્વેશન કમિટી’ અને અન્ય સંગઠનો દ્વારા બંધની જાહેરાત કરવામાં આવી છે. શુક્રવારે સમગ્ર કર્ણાટકમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે.
કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટીએ તમિલનાડુને 15 દિવસ માટે 5 હજાર ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ ખેડૂત સંગઠનો અને કન્નડ સમર્થિત સંગઠનો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું કે, તેમની સરકાર દેખાવકારોને રોકશે નહીં, પરંતુ શાંતિ અને વ્યવસ્થા જાળવવી જોઈએ.
સરકાર રાજ્યના હિતોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે- સીએમ સિદ્ધારમૈયા
સીએમ સિદ્ધારમૈયાએ એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દા પર સુનાવણી દરમિયાન તેની નક્કર દલીલો રજૂ કરશે અને સરકાર રાજ્યના હિતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. કાવેરી મુદ્દે ભાજપ અને જનતા દળ-સેક્યુલર પર રાજનીતિ કરવાનો આરોપ લાગ્યો છે. તામિલનાડુમાં ખેડૂત સંઘે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે તેઓ આજે થઈ રહેલા વિરોધ પ્રદર્શનને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરે.
#WATCH | Karnataka: Bengaluru Bandh has been called by various organizations regarding the Cauvery water issue. According to BMTC, all routes of Bengaluru Metropolitan Transport Corporation will be operational as usual.
(Visuals from Majestic BMTC Bus stop, Bengaluru) pic.twitter.com/fSZSeLyKMh
— ANI (@ANI) September 26, 2023
ખેડૂત નેતા કુરુબુરુ શાંતાકુમારે કહ્યું કે અમને બંધને લઈને ઘણી સંસ્થાઓ તરફથી સમર્થન મળ્યું છે અને અમે તેના પર આગળ વધીશું. આજે અમે બેંગલુરુના ફ્રીડમ પાર્કમાં વિરોધ કરીશું અને અમારી માંગણીઓ સાથે ત્યાં ધરણા કરીશું. મુખ્યમંત્રીએ અમારું મેમોરેન્ડમ લેવું પડશે. જો સરકાર તરફથી અમારા વિરોધનો કોઈ યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો અમે આગળની કાર્યવાહી અંગે વિચારણા કરીને નિર્ણય લઈશું.
દેવેગૌડાએ પીએમ મોદીને પત્ર લખ્યો
જળ વિવાદ વચ્ચે, ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને અપીલ કરી છે કે તેઓ કાવેરી બેસિનના તમામ જળાશયોનો અભ્યાસ કરવા માટે એક બાહ્ય એજન્સીની નિમણૂક કરવા માટે જલ શક્તિ મંત્રાલયને આદેશ આપે. દેવેગૌડાએ આવી પરિસ્થિતિઓમાં તમામ સંબંધિત રાજ્યોને લાગુ કરવા માટે યોગ્ય ફોર્મ્યુલા બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.