AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પીએમ મોદીની સભામાં જઈ રહ્યા હતા પોલીસ કર્મચારી, ટ્રકમાં ઘૂસી કાર, 5ના મોત

રાજસ્થાનના નાગૌરમાં વડાપ્રધાનની રેલીમાં જઈ રહેલા પોલીસકર્મીઓની કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. જ્યારે તેઓ ઝુઝુનુ જઈ રહ્યા હતા ત્યારે પોલીસકર્મીની કારને અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

પીએમ મોદીની સભામાં જઈ રહ્યા હતા પોલીસ કર્મચારી, ટ્રકમાં ઘૂસી કાર, 5ના મોત
| Updated on: Nov 19, 2023 | 11:46 AM
Share

રાજસ્થાનના નાગૌરમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ પોલીસકર્મીઓના કરુણ મોત થયા છે. પોલીસ કર્મચારીઓની કાર ટ્રક સાથે અથડાઈ હતી. સ્પીડમાં આવતી કાર ટ્રક સાથે અથડાતા કારના ટુકડા થઈ ગયા હતા. પોલીસકર્મીઓના મૃતદેહો કારની અંદર ખરાબ રીતે ફસાઈ ગયા હતા.

તમને જણાવી દઈએ કે આ તમામ પોલીસકર્મીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં જઈ રહ્યા હતા. તે દરમિયાન જ આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ ભયાનક અકસ્માત નાગૌર જિલ્લાના કનુતા ગામ પાસે થયો હતો. અકસ્માતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન રવિવારે બપોરે એક જનસભાને સંબોધિત કરવાના છે. સેંકડો કર્મચારીઓ આ જાહેર સભાની તૈયારીમાં વ્યસ્ત છે. આ ત્રીજી વખત છે જ્યારે વડાપ્રધાન ઝુંઝુનુ આવી રહ્યા છે. તે દરમિયાન બે દિવસ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. સ્થળ પર ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. પીએમ મોદી બપોરે લગભગ 12 વાગ્યે આ સભાને સંબોધિત કરશે.

પીએમ નરેન્દ્ર મોદી ખાસ હેલિકોપ્ટર દ્વારા બપોરે તારાનગરથી ઝુંઝુનુ પહોંચશે. આ પહેલા રાષ્ટ્રીય સચિવ ઓમપ્રકાશ ધનખડ પણ ઝુંઝુનુ પહોંચ્યા હતા અને પીએમ મોદીની સભાના સ્થળની સમીક્ષા કરી હતી. હાલમાં, જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ અહીં હાજર છે, જેમાં એડિશનલ એસપી, ડીએસપી અને અન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે.

g clip-path="url(#clip0_868_265)">