Breaking News : PoK પર પાકિસ્તાનનું જુઠ્ઠાણું હવે દુનિયા સામે ઉઘાડુ પડ્યું : ભારતના દાવાને અમેરિકાની મહોર, જુઓ Video

| Updated on: Feb 07, 2026 | 11:29 AM

અમેરિકાએ ભારત સાથેના ટ્રેડ ડીલ દરમિયાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ને ભારતના હિસ્સા તરીકે દર્શાવતી તસવીર જારી કરીને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. આ પગલાને ભારતના હિતમાં ખૂબ મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે અને તે ભારત-અમેરિકા સંબંધોની મજબૂતી દર્શાવે છે.

પાકિસ્તાન માટે હવે જુઠ્ઠા નકશા, ખોટી કથાઓ અને આંતરરાષ્ટ્રીય ભીખની રાજનીતિ કામ નહીં કરે કારણ કે દુનિયાએ જોઈ લીધું છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પર તેનો દાવો માત્ર બળજબરીથી કરેલ કબજો જ છે, અધિકાર નથી. ભારત અને અમેરિકા વચ્ચે સફળ ટ્રેડ ડીલ બાદ અમેરિકાએ જાહેર કરેલી તસવીરે પાકિસ્તાનના વર્ષોથી ચાલતા પ્રોપેગંડાને એક ઝાટકે જમીનદોસ્ત કરી દીધું છે. PoKને ભારતના અભિન્ન અંગ તરીકે દર્શાવતી આ તસવીર પાકિસ્તાનના મુખ પર પડેલો રાજદ્વારી થપ્પડ છે.

વર્ષો સુધી પાકિસ્તાન PoKને ‘ સ્વાયત્ત પ્રદેશ’ કહીને દુનિયાને ગેરમાર્ગે દોરતું રહ્યું. આતંકવાદની ફેક્ટરી ચલાવતો આ દેશ એક તરફ શાંતિની વાત કરે છે અને બીજી તરફ કાશ્મીરમાં અસ્થિરતા ફેલાવે છે. હવે જ્યારે અમેરિકાએ ખુલ્લેઆમ PoK પર ભારતના દાવાને સમર્થન આપ્યું છે, ત્યારે પાકિસ્તાનની નાટકિય વિદેશ નીતિ સંપૂર્ણપણે નંગી પડી ગઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાને ભારત અને અમેરિકા માટે સારા સમાચાર ગણાવ્યા છે, પરંતુ પાકિસ્તાન માટે આ એક ચેતવણી છે કે, હવે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને અવગણવું શક્ય નથી. પાકિસ્તાન જે દેશો પાસે વર્ષો સુધી “વિવાદિત વિસ્તાર” ના શબ્દો પાછળ છુપાવતો રહ્યો, એ જ દેશો હવે ભારતના દાવાને ખુલ્લો ટેકો આપતા દેખાઈ રહ્યા છે.

સંરક્ષણ નિષ્ણાત જયદેવ જોષી સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે પાકિસ્તાન વિરોધી અને ભારતના હિતમાં લેવાયેલું દરેક પગલું આવકાર્ય છે, પરંતુ PoK મુદ્દે અમેરિકાનું સમર્થન પાકિસ્તાન માટે સૌથી મોટો રાજદ્વારી ઝટકો છે. જો ભારત હવે આ મજબૂત આધાર પર સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય વૈશ્વિક સંસ્થાઓમાં PoK અને અક્સાઈ ચીન અંગે પોતાનો દાવો વધુ આક્રમક રીતે રજૂ કરે, તો પાકિસ્તાન પાસે બચાવ માટે કોઈ દલીલ બચશે નહીં.

હકીકત એ છે કે પાકિસ્તાન પાસે ન તો આર્થિક તાકાત છે, ન તો નૈતિક વિશ્વસનીયતા. આતંકવાદના સહારે જીવતો દેશ જ્યારે નકશાની વાત કરે છે, ત્યારે દુનિયા હવે હસે છે. બીજી તરફ ભારત પોતાની આર્થિક શક્તિ, વ્યૂહાત્મક સ્થિરતા અને સ્પષ્ટ નીતિ સાથે વૈશ્વિક રાજનીતિમાં પોતાની જગ્યા મજબૂત કરી રહ્યું છે.


આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે પાકિસ્તાન PoK મુદ્દે હવે એકલું પડી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સમર્થન ખસી રહ્યું છે અને ભારતનો અવાજ વધુ તેજ બની રહ્યો છે. PoK પર પાકિસ્તાનનો કબજો હવે માત્ર સમયનો પ્રશ્ન છે કારણ કે સત્યને કેટલો સમય દબાવી શકાય?

PoK ભારતનો હતો, છે અને રહેશે. પાકિસ્તાન પાસે હવે ન જુઠ્ઠું બચ્યું છે, ન દુનિયાની સહાનુભૂતિ.

રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ, આંતરિક શિસ્ત કે રાજકીય સમાધાન? આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Published on: Feb 07, 2026 11:28 AM