AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બારામતી પ્લેન ક્રેશનો મોટો ખુલાસો! પ્લેન ક્રેશ પહેલાનું સુરત કનેક્શન સામે આવ્યુ

VSR વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીનું આ ચાર્ટર્ડ Learjet-45 વિમાન 25 અને 26 જાન્યુઆરી 2026ના રોજ સુરત એરપોર્ટ પર પાર્ક હતું. આ દરમિયાન સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં યોજાયેલા સેલિબ્રિટી કાર્યક્રમમાં મહેમાનોના આવાગમન માટે આ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Breaking News : બારામતી પ્લેન ક્રેશનો મોટો ખુલાસો! પ્લેન ક્રેશ પહેલાનું સુરત કનેક્શન સામે આવ્યુ
breaking news surat connection surfaces in ajit pawar baramati plane crash investigation
| Updated on: Jan 29, 2026 | 1:26 PM
Share

મહારાષ્ટ્રના પુણે જીલ્લાના બારામતીમાં તા. 28 જાન્યુઆરી 2026 ના રોજ સવારે લગભગ 8 વાગ્યે એક મીડ સાઇઝ બિઝનેસ પ્લેન (Learjet-45) દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતુ, જેમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું અવસાન થયું છે. આ દુર્ઘટનામાં વિમાન પર સવાર તમામ પાંચ લોકોના મોત થયા હતા. હવે આ પ્લેન ક્રેશ પહેલાનું આ પ્લેનનું સુરત કનેક્શન સામે આવ્યુ છે.

મુંબઇથી ઉડાન ભર્યા પહેલાના 2 દિવસ સુરતમાં હતુ પ્લેન

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના બારામતીમાં થયેલી મિડ-સાઇઝ ચાર્ટર્ડ વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશમાં હલચલ મચાવી છે. દુર્ઘટનાગ્રસ્ત થયેલું Learjet-45 વિમાન ગુજરાતના સુરત સાથે સીધું કનેક્શન ધરાવતું હોવાનું સામે આવ્યું છે. આ વિમાન છેલ્લા બે દિવસ સુરત એરપોર્ટ પર પાર્ક કરવામાં આવ્યું હતું, જે બાદમાં મુંબઈથી બારામતી માટે ઉડાન ભરી હતી.

આ વિમાન મુંબઈ એરપોર્ટથી સવારે 8 વાગ્યની આસપાસ ટેક-ઓફ કરીને બારામતી જતું હતું, પરંતુ બારામતી એરપોર્ટ નજીક લૅન્ડિંગ પ્રયાસ દરમિયાન નુકસાન પામ્યું અને આશરે 8:44 કલાકે તે જમીનમાં પટકાયુ. વિમાનનું ઓપરેશન VSR વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવતું હતું અને આ Learjet-45નું રજીસ્ટ્રેશન નંબર VT-SSK હતું.

2 દિવસ સુરતમાં પ્લેન પાર્ક હતુ

પ્રાપ્ત માહિતી મુજબ, VSR વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીનું આ ચાર્ટર્ડ Learjet-45 વિમાન 25 અને 26 જાન્યુઆરી 2026ના રોજ સુરત એરપોર્ટ પર પાર્ક હતું. આ દરમિયાન સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં યોજાયેલા સેલિબ્રિટી કાર્યક્રમમાં મહેમાનોના આવાગમન માટે આ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં આ પ્લેન સુરતમાં ચાલી રહી એક સેલિબ્રિટી ઇવેન્ટ માટે પ્રવાસીઓ લાવા-જવા અને ગેસ્ટ માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. ત્યારબાદ 28 જાન્યુઆરીના રોજ સવારે તે મુંબઈથી બારામતી માટે ઉડાન ભરી હતી.

ત્યારબાદ આ જ વિમાને 28 જાન્યુઆરી 2026ના રોજ સવારે મુંબઈ એરપોર્ટથી બારામતી એરપોર્ટ માટે ટેક-ઓફ કર્યું હતું. પરંતુ બારામતી પહોંચતા પહેલાં જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું. આ દુર્ઘટનાને લઈને રાજકીય અને વહીવટી સ્તરે ભારે ચકચાર છે.

વિમાનોનો આ પ્રકારનો ઉપયોગ સામાન્ય રીતે પ્રાઇવેટ ચાર્ટર્ડ સર્વિસ તરીકે કરવામાં આવે છે જેમાં રાજકીય નેતાઓ, સેલિબ્રિટી અને કોર્પોરેટ ગેસ્ટો માટે મુસાફરી સુવિધા પૂરી કરવામાં આવે છે. આ Learjet-45 મિડ-સાઈઝ બિઝનેસ જેટ છે અને સામાન્ય રીતે મધ્યમ અંતર માટે યોગ્ય કરવામાં આવે છે.

વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સંકળાયેલા હોવાના દાવાઓ સામે આવ્યા બાદ સમગ્ર ઘટના વધુ સંવેદનશીલ બની છે. હાલમાં એરક્રાફ્ટ સેફ્ટી, ફ્લાઈટ રૂટ, ટેક્નિકલ તપાસ અને છેલ્લા દિવસોની મૂવમેન્ટ અંગે સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત એરપોર્ટ પર વિમાનનું બે દિવસનું પાર્કિંગ, સેલિબ્રિટી ઇવેન્ટ માટે ઉપયોગ અને ત્યારબાદની ફ્લાઈટ આ તમામ મુદ્દાઓ તપાસ એજન્સીઓ માટે મહત્વપૂર્ણ બની ગયા છે. આવનારા દિવસોમાં તપાસ પછી જ દુર્ઘટનાના સાચા કારણો અને જવાબદારીઓ અંગે સ્પષ્ટતા થશે.

Input Credit: Baldev Suthar

લક્ષ્મી ગ્રુપ પર IT ના દરોડા યથાવત, ભાગેડુ મેહુલ ચોક્સી કનેક્શન અને કરોડોની કરચોરીની શંકા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">