AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુપ્રીમ કોર્ટમાં મોટો ફેરફાર, હવે 33 નહીં પરંતુ 37 જજ લોકોની સમસ્યાઓ સાંભળશે

સુપ્રીમ કોર્ટેમાં જજની સંખ્યા વધી 38 થઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કેબિનેટના આ નિર્ણયને મંજુરી આપી દીધી છે. કાનૂની સમુદાયે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે, જેનાથી ન્યાયિક પ્રક્રિયા ઝડપી થવાની અપેક્ષા છે.

Breaking News : સુપ્રીમ કોર્ટમાં મોટો ફેરફાર, હવે 33 નહીં પરંતુ 37 જજ લોકોની સમસ્યાઓ સાંભળશે
| Updated on: May 17, 2026 | 10:06 AM
Share

કેન્દ્ર સરકારે દેશની નવી ન્યાય વ્યવસ્થાને મજબુત કરવાની દિશામાં એક મોટું પગલું લીધું છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં જજનો સંખ્યામાં વધારો કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા વધારવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. હવે દેશની સર્વોચ્ય કોર્ટમાં મુખ્યન્યાયાધીશ સિવાય જજની સંખ્યા 34 થી વધારીને 38 કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે સુપ્રીમ કોર્ટમાં હવે કુલ 38 જજ હશે.

સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા વધારી

કેન્દ્રિય કાનુન મંત્રી અર્જુન રામ મેઘવાલે રવિવાર 17 મેના રોજ કહ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા 34થી વધારી 38 કરવા કેન્દ્રિય મંત્રિમંડળના નિર્ણયને મંજુરી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરતા કહ્યું રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ ન્યાયાલય સંશોધન અધ્યાદેશ 2026 લાગુ કરી સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશની સંખ્યા 33 થી વધારે 37 કરી છે. જેમાં સર્વોચ્ચ ન્યાયાલય અધિનિયમ 1956માં વધુ સંશોધન કર્યું છે.

જજની સંખ્યામાં વધારો ખુબ જરુરી

સરકારનું માનવું છે કે, સુપ્રીમ કોર્ટમાં સતત વધી રહેલા કેસ અને ન્યાયિક કાર્યભારને જોતા જજની સંખ્યા વધારવી ખુબજરુરી થઈ હતી. લાંબા સમયથી આ માંગને કાનુની સમુદાય અને વરિષ્ઠ વકીલો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.જેથી કેસોના સમયસર નિકાલમાં મદદ મળી શકે. આ સંખ્યા છેલ્લે 2019 માં વધારવામાં આવી હતી જ્યારે મુખ્ય ન્યાયાધીશને બાદ કરતાં આ સંખ્યા 30 થી વધારીને 33 કરવામાં આવી હતી.

સરકારના આ નિર્ણયનો કાનુની સમુદાયે સ્વાગત કર્યું છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ વરિષ્ઠ અધઇવક્તા વિકાસ સિંહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં દાખલ થનારા કેસની સંખ્યા સતત વધી રહી છે.ત્યારે જજની સંખ્યા વધારવી ખુબ જરુરી હતી.તેમણે કહ્યું કે, હાલના ન્યાયાધીશોની કાર્યક્ષમતા અને કેસોના નિકાલનો દર પ્રશંસનીય રહ્યો છે, પરંતુ કેસોની વિશાળ સંખ્યાને કારણે વધારાના ન્યાયાધીશોની જરૂર પડી ગઈ હતી.

ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">