AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambalal Patel Forecast Today: અંબાલાલે વરસાદને લઇને કરી નવી આગાહી, જાણો કયાં જિલ્લાઓ ડુબશે?

Ambalal Patel Forecast Today: અંબાલાલે વરસાદને લઇને કરી નવી આગાહી, જાણો કયાં જિલ્લાઓ ડુબશે?

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2026 | 11:42 AM
Share

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલી હવામાન પ્રણાલીની અસરને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું જોર વધશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલી હવામાન પ્રણાલીની અસરને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું જોર વધશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમારથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તાપી, નર્મદા અને સાગબારા વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત નવસારી અને સુરતમાં અતિભારે વરસાદ વરસી શકે છે. તેમણે ચેતવણી આપી છે કે સતત ભારે વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

આહવા, ડાંગ અને વલસાડમાં પણ અતિભારે વરસાદની શક્યતા

અંબાલાલ પટેલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ અને વલસાડના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. સતત વરસાદને કારણે નદીઓ અને જળાશયોમાં પાણીની આવક વધવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્રને સાવચેત રહેવાની જરૂર છે.

સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ

દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે દ્વારકા અને પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.

અમદાવાદ-ગાંધીનગર માટે પણ વરસાદના એંધાણ

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તેમણે લોકોને હવામાન વિભાગ અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા તેમજ બિનજરૂરી મુસાફરી ટાળવા સલાહ આપી છે.

આ પણ વાંચો- Breaking News : સુરત શહેર માટે 26 કલાક અતિભારે, આર્મીની 2 ટીમ સહિત ફાયર વિભાગની 16 ટીમો તૈનાત, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">