Breaking News : નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ શરુ, નિચાણવાળા વિસ્તારોમાંથી 150થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું
હવામાન વિભાગ ની આગાહી ના પગલે નર્મદા જિલ્લામાં તંત્ર એલર્ટ મોડમાં હતુ.રાજપીપલા શહેર ના કુંભારવાડ,નરસિંહ ટેકરી વિસ્તાર ના 150 થી વધુ લોકો ને સ્થળાંતર કરવામાં આવ્યું છે.હાલ વરસી રહેલા વરસાદ ને પગલે કેવડિયા વિસ્તારમાં પણ વધુ વરસાદ પડવાના કારણે બ્રીજ ના ડાઈવર્ઝન ધોવાયા છે.
નર્મદા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર છે. રેડ એલર્ટને પગલે નર્મદા જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ છે. નર્મદાના રાજપીપળા શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ જામ્યો છે. ગાજ વીજ સાથે જિલ્લામાં છેલ્લા એક કલાકથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદની આગાહીના પગલે તંત્ર સજ્જ બન્યું છે. રાત્રીથી નિચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. રાત્રે જ રાજપીપલા શહેર માં 50થી વધુ પરિવારોનું સ્થળાંતર કરી સેલ્ટર હોમ ખાતે મોકલવામાં આવ્યા હતા.
150 થી વધુ લોકોનું સ્થળાંતર
રાજપીપળા શહેરમાં ખાડા વિસ્તારમાં રહેતા 50 પરિવારો ને રાજપીપલા નગરપાલિકા અને રાજપીપળા ટાઉન પોલીસ દ્વારા મકાનો ખાલી કરાવ્યા છે.રાજપીપળા શહેર ના કુંભારવાડ,નરસિંહ ટેકરી વિસ્તાર ના 150 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ રાજપીપળા સેલ્ટર હોમ માં રાખવામાં આવ્યા છે.બીજી બાજુ કરજણ ડેમના ઉપરવાસમાં વરસાદ ચાલુ હોવાથી, ડેમમાં પાણીની આવકમાં વધારો થાય છે. જેથી લેવલ જાળવવા કરજણ ડેમના ગેટ્સ ખોલી, ગેટ્સ મારફતે તબક્કાવાર આશરે 50,000 ક્યુસેકસ પાણીની જાવક થઈ છે.
બ્રીજના ડાઈવર્ઝન ધોવાયા
તણખલા રોડ પર નિર્માણાધિન 4 બ્રીજ પર બનાવેલા ડાયવર્ઝન પરથી પાણી ઓવરટોપીંગ થતું હોવાથી હાલ રસ્તો બંધ કરવામાં આવ્યો છે.હાલ વરસી રહેલા વરસાદ ને પગલે કેવડિયા વિસ્તારમાં પણ વધુ વરસાદ પડવાના કારણે બ્રીજ ના ડાઈવર્ઝન ધોવાયા છે.નર્મદા જિલ્લામાં વરસાદના એલર્ટ ના પગલે તંત્ર પણ સજ્જ બન્યું છે.જિલ્લામાં એસ ડી આર એફ ની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરે આજે શાળાઓમાં રજા જાહેર કરી છે.નદી-ઝરણાંથી દૂર રહેવા જિલ્લા તંત્રની અપીલ છે.કામ વગર ઘરની બહાર ન નીકળવા કલેક્ટરની સૂચના છે.
Gujarat Rain Breaking News: ગુજરાતમાં ભારે વરસાદનું હાઈ એલર્ટ : અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ, NDRF-SDRF તહેનાત અહી ક્લિક કરો
નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ, 150 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું
વડોદરામાં મોડી રાતથી વરસાદનો કહેર!અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ
આજનું રાશિફળ : વેપારમાં નફો અને કારકિર્દીમાં પ્રગતિની નવી તકો
ભાવનગર રેગિંગ કેસમાં ગુજરાત સરકારના કડક પગલાં
