Breaking News: નર્મદાના ઝરીયા ગામે પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાયેલા યુવકનું સફળ રેસ્ક્યૂ, CMએ તંત્ર અને ગ્રામજનોને બિરદાવ્યા
નર્મદામાં નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં 22 વર્ષનો એક યુવક ફસાઈ જતાં ભારે દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી અને યુવાનનો જીવ બચાવવામાં આવ્યો. આ કામગીરીને CM ભૂપેન્દ્ર પટેલે બિરદાવી છે.
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઝરીયા ગામે નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં 22 વર્ષનો એક યુવક ફસાઈ જતાં ભારે દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી અને યુવાનનો જીવ બચાવવામાં આવ્યો. આ કામગીરીને CM ભૂપેન્દ્ર પટેલે બિરદાવી છે.
તંત્ર અને ગ્રામજનોના સંયુક્ત પ્રયાસોથી સફળ બચાવ
ઘટનાસ્થળે સરપંચ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતનો વહીવટી કાફલો અને સ્થાનિક ગ્રામજનો પહોંચી ગયા હતા. સૌના સંયુક્ત પ્રયાસોથી યુવકને પ્રચંડ પાણીના પ્રવાહમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. સમયસર હાથ ધરાયેલી રેસ્ક્યૂ કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
CM ભૂપેન્દ્ર પટેલે કામગીરીને બિરદાવી
આ સફળ રેસ્ક્યૂ ઓપરેશનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પ્રશંસા કરી હતી. તેમણે વહીવટી તંત્રની સતર્કતા, ઝડપી કામગીરી અને ગ્રામજનોના સહયોગને બિરદાવતાં જણાવ્યું કે આપત્તિના સમયે તંત્રની સજાગતા અને ગ્રામજનોની એકતા સમાજ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. મુખ્યમંત્રીએ આવી સંકલિત કામગીરી બદલ તમામ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો- Breaking News : સુરત શહેર માટે 26 કલાક અતિભારે, આર્મીની 2 ટીમ સહિત ફાયર વિભાગની 16 ટીમો તૈનાત, જુઓ Video
