Breaking News : પાવાગઢમાં મોડી રાતથી જામ્યો વરસાદી માહોલ ! પગથિયાં પરથી વહેતા પાણી વચ્ચે સર્જાયો મનમોહક નજારો
ડુંગર પર મેઘરાજાએ ધડબડાટી બોલાવતા જાણે 'બારે મેઘ ખાંગા થયા હોય' તેવો માહોલ સર્જાયો હતો. ભારે વરસાદ વચ્ચે પાવાગઢની કુદરતી સુંદરતામાં વધુ નીખાર આવ્યો હતો. વરસાદના રાત્રિના દ્રશ્યો પણ સામે આવ્યા છે
પંચમહાલ: શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે ગઈકાલે રાત્રિ દરમિયાન અને મળસ્કે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર ડુંગર વરસાદી માહોલમાં તરબોળ બન્યો હતો. ભારે વરસાદને કારણે પાવાગઢ ડુંગરના પગથિયાં પરથી પાણીના પ્રવાહ વહેતા જોવા મળ્યા હતા, જેના કારણે મનમોહક દ્રશ્યો સર્જાયા હતા.
શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢમાં જામ્યો વરસાદી માહોલ
ડુંગર પર મેઘરાજાએ ધડબડાટી બોલાવતા જાણે ‘બારે મેઘ ખાંગા થયા હોય’ તેવો માહોલ સર્જાયો હતો. ભારે વરસાદ વચ્ચે પાવાગઢની કુદરતી સુંદરતામાં વધુ નીખાર આવ્યો હતો. વરસાદના રાત્રિના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં સમગ્ર યાત્રાધામ વરસાદની ચાદરમાં ઢંકાયેલું જોવા મળે છે.
ધસમસતા પાણીના પ્રવાહના આકર્ષક દ્રશ્યો સર્જાયા
ભારે વરસાદ છતાં શ્રદ્ધાળુઓમાં માતાજીના દર્શન પ્રત્યેનો ઉત્સાહ યથાવત્ રહ્યો હતો. અનેક શ્રદ્ધાળુઓ વરસાદ વચ્ચે જ પગથિયાં ચડીને દર્શન માટે જતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પગથિયાં પરથી ધસમસતા પાણીના પ્રવાહને કારણે અનોખા અને આકર્ષક દ્રશ્યો સર્જાયા હતા.
યાત્રાળુઓને સાવચેતી રાખવા અપીલ
હાલ વરસાદી માહોલને કારણે યાત્રાળુઓને સાવચેતી રાખવા અને લપસણાં પગથિયાં પર સંભાળીને અવરજવર કરવાની અપીલ કરવામાં આવી રહી છે. આ સાથે આ સુંદર નજારાનો વીડિયો સામે આવ્યો છે.
Breaking News : અતિભારે વરસાદની આગાહી વચ્ચે પાવાગઢ મંદિર ટ્રસ્ટની અપીલ, 31 જુલાઈ અને 1 ઓગસ્ટે પ્રવાસ ટાળવા અનુરોધ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
સોશિયલ મીડિયા પર છવાયો 'MS ધોની' અને 'ગાંગુલી' નો આ 'Video'
સાવધાન! અમદાવાદમાં ધમધોકાર વરસાદ શરૂ,જરૂર ના હોય તો ઘરની બાહન ન નીકળતા
ઘોઘમાર વરસાદ વરસાવનારી સિસ્ટમ નબળી પડી, છતા 5 જિલ્લામાં રેડ એલર્ટ
પાવાગઢમાં ધોધમાર વરસાદ ! વહેતા પાણી વચ્ચે સર્જાયો મનમોહક નજારો

