Breaking news : મધ્યપ્રદેશના મુરેનામાં સુખોઇ અને મિરાજ એરક્રાફ્ટ ક્રેશ, રાજસ્થાનના ભરતપુરમાં ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ

Breaking news : એક સુખોઈ-30 અને મિરાજ 2000 એરક્રાફ્ટ મધ્ય પ્રદેશના મુરેના પાસે ક્રેશ થયા છે. શોધ અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Breaking news : મધ્યપ્રદેશના મુરેનામાં સુખોઇ અને મિરાજ એરક્રાફ્ટ ક્રેશ, રાજસ્થાનના ભરતપુરમાં ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ
Sukhoi-30, Mirage 2000 aircraft crash
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2023 | 2:09 PM

મધ્યપ્રદેશના ગ્વાલિયર બેઝ પરથી ઉડાન ભર્યા બાદ ભારતીય વાયુસેનાના બે ફાઈટર જેટ એકબીજા સાથે અથડાયા હતા. આમાંથી એક વિમાન સુખોઈ-30 છે, જ્યારે બીજું વિમાન મિરાજ 2000 છે. અકસ્માત બાદ બંને વિમાનોમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પ્લેન ઉડાડતા પાયલોટનું મોત થયું હતું. જ્યારે બે પાયલોટને સુરક્ષિત બચાવી લેવાયા છે. દુર્ઘટના બાદ ભારતીય વાયુસેનાએ ઘટનાના કારણોની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ આપ્યા છે. આ બંને વિમાનોએ ગ્વાલિયર એરબેઝ પરથી ઉડાન ભરી હતી. પરંતુ કોઈ કારણસર બંને વિમાનો એકબીજા સાથે અથડાઈ ગયા. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીએ સેના સાથે મળીને શોધ અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. હજુ સુધી અકસ્માતના કારણ વિશે ચોક્કસ માહિતી મળી શકી નથી.

મળતી માહિતી મુજબ ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ થયું છે. આ દુર્ઘટના મોરેના જિલ્લાના પહાડગઢ ડેવલપમેન્ટ બ્લોકના જંગલમાં બની હતી. આકાશમાં આગ જોઈને બંને તેજ ગતિએ જમીન તરફ આવતા જોવા મળ્યા. પરત ફરતી વખતે બે ફાઈટર મિરાજ એરક્રાફ્ટ આકાશમાં હતા. ગર્વની વાત છે કે પાયલોટે પોતાનું કૌશલ્ય બતાવીને કૈલારસ અને પહાડગઢ શહેરને દુર્ઘટનામાંથી બચાવ્યા. માહિતી મળતાં જ NDRF અને SDRFની ટીમો સાથે સ્થાનિક પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું છે. મળતી માહિતી મુજબ આ હેલિકોપ્ટર ટેક્નિકલ ખામીના કારણે ક્રેશ થયું હતું. આ અકસ્માત ભરતપુર જિલ્લાના ઉચૈન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરે ઉત્તર પ્રદેશના આગ્રા એરબેઝ પરથી ઉડાન ભરી હતી. વિસ્ફોટનો અવાજ સાંભળીને ગામલોકોના ટોળા સ્થળ પર એકઠા થઈ ગયા હતા. માહિતી મળતાં જ પોલીસ-પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે અકસ્માત કયા કારણોસર થયો છે.

ભરતપુર જિલ્લાના ડીએમ આલોક રંજને જણાવ્યું કે ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાંથી ઉડતું હેલિકોપ્ટર ઉચ્છૈન પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા ચક બીજ ગામ પાસે ક્રેશ થયું. ડીએમએ જણાવ્યું કે ગામલોકોએ પોલીસને અકસ્માતની જાણ કરી. માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે હેલિકોપ્ટરમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">