Opposition Unity: વિપક્ષની એકતા પર AAP અને કોંગ્રેસ આમને-સામને, અરવિંદ કેજરીવાલના વલણથી રાહુલ ગાંધી નારાજ

પટનામાં વિપક્ષી એકતાની બેઠકમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના વલણથી રાહુલ ગાંધી નારાજ છે. રાહુલ ગાંધીનું માનવું છે કે પંજાબ અને દિલ્હીના કોંગ્રેસ એકમોના વિરોધ છતાં કોંગ્રેસ હાઈકમાન્ડે આમ આદમી પાર્ટી માટે નરમ વલણ અપનાવ્યું હતું.

Opposition Unity: વિપક્ષની એકતા પર AAP અને કોંગ્રેસ આમને-સામને, અરવિંદ કેજરીવાલના વલણથી રાહુલ ગાંધી નારાજ
Rahul Gandhi - Arvind Kejriwal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2023 | 3:54 PM

Opposition Unity: પટનામાં મહાગઠબંધનની બેઠક થઈ છે ત્યારથી વિપક્ષી પાર્ટીઓ સતત એકબીજા પર પ્રહાર કરી રહી છે. ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે છત્રીસનો આંકડો દેખાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી 23 જૂને મળેલી બેઠક બાદથી કડક વલણ દાખવી રહી છે અને દિલ્હી સંબંધિત કેન્દ્રના વટહુકમને લઈને કોંગ્રેસ (Congress) પર પ્રહારો કરી રહી છે. AAPના આ સ્ટેન્ડ પર કોંગ્રેસ પણ ચૂપ નથી. હવે સુત્રો પાસેથી એવી માહિતી પણ આવી રહી છે કે ખુદ રાહુલ ગાંધી પણ આમ આદમી પાર્ટીના વલણથી નારાજ છે.

કોંગ્રેસ હાઈકમાન્ડે આમ આદમી પાર્ટી માટે નરમ વલણ અપનાવ્યું

સૂત્રોનું કહેવું છે કે પટનામાં વિપક્ષી એકતાની બેઠકમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના વલણથી રાહુલ ગાંધી નારાજ છે. રાહુલ ગાંધીનું માનવું છે કે પંજાબ અને દિલ્હીના કોંગ્રેસ એકમોના વિરોધ છતાં કોંગ્રેસ હાઈકમાન્ડે આમ આદમી પાર્ટી માટે નરમ વલણ અપનાવ્યું હતું. પરંતુ આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓના નિવેદનો અને અરવિંદ કેજરીવાલનું વલણ જણાવે છે કે કોંગ્રેસના રાજ્ય એકમોની સલાહને અવગણી શકાય નહીં.

શું છે રાહુલ ગાંધીનું સ્ટેન્ડ?

સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠક બાદ રાહુલ ગાંધીએ તેમના નેતાઓને કહ્યું હતું કે, અમે રાજ્ય એકમોથી અલગ નિર્ણય લેવાનું વિચારતા પહેલા જ આમ આદમી પાર્ટીના સ્ટેન્ડે અમારા રાજ્ય એકમોની વાત સાચી સાબિત કરી છે. આવી સ્થિતિમાં જો AAPનું વલણ એવું જ રહેશે તો કોંગ્રેસ રાજ્ય એકમોના અભિપ્રાય સિવાય કોઈ નિર્ણય લઈ શકશે નહીં. રાહુલ ગાંધી અને કોંગ્રેસે અન્ય વિપક્ષી દળોને પણ પોતપોતાનું સ્ટેન્ડ વિશે જણાવ્યું છે.

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

આ પણ વાંચો : Bengal Panchayat Election 2023: બંગાળમાં ભાજપ સત્તામાં આવશે તો મહિલાઓને દર મહિને 2000 રૂપિયા આપીશું- શુભેંદુ અધિકારી

આમ આદમી પાર્ટી શું ઈચ્છે છે?

રાહુલ ગાંધી અને કોંગ્રેસની આ પ્રતિક્રિયા દર્શાવે છે કે બંને પક્ષો વાતચીત કરવામાં અસમર્થ છે. AAP સતત કહી રહી છે કે કોંગ્રેસે દિલ્હીને લઈને કેન્દ્ર સરકારના વટહુકમ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. તેના આધારે આમ આદમી પાર્ટી કોંગ્રેસને કારણે વિપક્ષી એકતામાં સામેલ ન થવાની વાત કરી રહી છે. 23મી જૂનની પટના બેઠક બાદ જ પાર્ટીએ કહ્યું હતું કે જ્યાં કોંગ્રેસ હશે ત્યાં તેઓ નહીં રહે.

પટના બેઠક બાદ અજય માકને કોંગ્રેસ વતી નિવેદન પણ જાહેર કર્યું હતું. માકને સ્પષ્ટ કહ્યું હતું કે એક તરફ કેજરીવાલ વટહુકમ પર કોંગ્રેસનું સમર્થન માંગે છે તો બીજી તરફ રાજસ્થાન જઈને અમારા મોટા નેતાઓ વિરુદ્ધ ખોટા નિવેદનો કરે છે. માકને આરોપ લગાવ્યો છે કે કેજરીવાલ સંપૂર્ણપણે ભાજપ સાથે જોડાયેલા છે કારણ કે તેઓ જેલમાં જવા માંગતા નથી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">