Breaking News : યાસિન મલિકને ફાંસીની સજા કરાવવા દિલ્હી હાઈકોર્ટ પહોંચી NIA
ટેરર ફંડિંગ કેસમાં JKLF ચીફ યાસીન મલિકની મુશ્કેલીઓ વધી શકે છે. NIAએ ટેરર ફંડિંગ કેસમાં યાસીન મલિકને ફાંસીની સજાની માંગણી માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ અલગતાવાદી નેતા યાસીન મલિકને ફાંસી અપાવવા માટે શુક્રવારે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અલગતાવાદી નેતા યાસીન મલિકને નીચલી અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે.આતંકવાદી ફંડિંગ કેસમાં JKLF ચીફ યાસીન મલિકની મુશ્કેલીઓ વધી શકે છે. NIAએ ટેરર ફંડિંગ કેસમાં યાસીન મલિકને ફાંસીની સજાની માંગણી સાથે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે.
નોંધનીય છે કે યાસીન મલિક ટેરર ફંડિંગ કેસમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે. યાસીન મલિકને ગયા વર્ષે ટ્રાયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. NIA દ્વારા આ કેસમાં યાસીન મલિકને ફાંસીની સજાની માંગ કરાતા કેસમાં નવો વળાંક આવ્યો છે.
જમ્મુમાં યાસીન મલિક પર બે હાઈપ્રોફાઈલ કેસ ચાલી રહ્યા છે. યાસીનને 1990ના દાયકામાં જમ્મુ અને કાશ્મીરમાં અશાંતિ માટે જવાબદાર મુખ્ય વ્યક્તિઓમાંનો એક માનવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીરમાં મોટા પાયે હિંસા ભડકાવનારા અલગતાવાદીઓમાં યાસીન મલિક એક મુખ્ય વ્યક્તિ ગણાય છે, જેના કારણે મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો હિજરત કરી રહ્યા હતા. યાસીન 8 ડિસેમ્બર 1989ના રોજ રૂબૈયા સઈદના અપહરણના કેસનો પણ સામનો કરી રહ્યો છે. એટલું જ નહીં યાસીન 25 જાન્યુઆરી 1990ના રોજ એરફોર્સના ચાર અધિકારીઓની હત્યાનો પણ આરોપી છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શુક્રવારે અલગતાવાદી નેતા યાસિન મલિકને મૃત્યુદંડની સજા ફટકારવાની માંગણી સાથે દિલ્હી હાઇકોર્ટનો સંપર્ક કર્યો, એમ સમાચાર એજન્સી પીટીઆઇના અહેવાલમાં જણાવાયું છે.
એજન્સી (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, NIA) વતી અરજી 29 મેના રોજ જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ અને તલવંત સિંહની બેંચ સમક્ષ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવી છે. ગયા વર્ષે 24 મેના રોજ, દિલ્હીની એક ટ્રાયલ કોર્ટે જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) ના વડાને કઠોર ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) અને IPC હેઠળ વિવિધ ગુનાઓમાં દોષી ઠેરવ્યા બાદ આજીવન કેદની સજા ફટકારી હતી.
ટ્રાયલ કોર્ટે કહ્યું હતું કે યાસીન મલિકના ગુનાથી ‘ભારતના હૃદય’ને ઠેસ પહોંચે છે. આ ગુનાઓનો હેતુ ભારત પર હુમલો કરવાનો અને જમ્મુ અને કાશ્મીરને ભારત સંઘથી બળપૂર્વક અલગ કરવાનો હતો. કોર્ટે કહ્યું હતું કે ગુનો વધુ ગંભીર બને છે કારણ કે તે વિદેશી શક્તિઓ અને આતંકવાદીઓની મદદથી કરવામાં આવ્યો હતો.
