AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News જો વજન વધ્યું તો તમારો પગાર કપાશે, એર ઈન્ડિયાના કડક ફીટનેસ નિયમો

કંમ્પલાયન્સ અસેસમેન્ટ કેબિન ક્રૂ સભ્યોના બોડી માસ ઇન્ડેક્સ (BMI) પર આધારિત હશે, જેમાં 18-24.9 ના રીડિંગને "સામાન્ય" ગણવામાં આવશે અને એરલાઇન દ્વારા "ડિઝાયર્ડ રેન્જ " તરીકે સ્વીકારવામાં આવશે. ચાલો એ પણ જાણીએ કે, એર ઇન્ડિયા કયા નવા ફિટનેસ નિયમો લાગુ કરશે.

Breaking News જો વજન વધ્યું તો તમારો પગાર કપાશે, એર ઈન્ડિયાના કડક ફીટનેસ નિયમો
| Updated on: Mar 22, 2026 | 1:36 PM
Share

એર ઈન્ડિયા પોતાના કેબ્રિન ક્રૂ માટે એક હેલ્થ અને ફિટનેસ કંપ્લાયન્સ પોલિસી લાવવાનો પ્લાન બનાવી રહ્યું છે. આ પોલિસી હેઠળ જે લોકો અંડરવેટ, ઓવરવેટ કે મોટાપો છે. તેને નોકરીમાંથી દુર કરાશે. તેમજ તેનો પગાર પણ કાપવામાં આવી શકે છે. આ કંપ્લાયન્સ અસેસમેન્ટ કેબિન ક્રૂ સભ્યોના બોડી માસ ઇન્ડેક્સ (BMI) પર આધારિત હશે, જેમાં 18-24.9 ના રીડિંગને “સામાન્ય” ગણવામાં આવશે અને એરલાઇન દ્વારા “ડિઝાયર્ડ રેન્જ ” તરીકે સ્વીકારવામાં આવશે.

જાણકારી અનુસાર આ પોલિસીમાં 18 થી ઓછા બીએમઆઈ રીડિંગને અંડરવેટ માનવામાં આવશે પરંતુ મેડિકલ તપાસ અને ફંક્શનલ અસેસમેન્ટ પાસ કર્યા પછી તેને સ્વીકારવામાં આવશે. 25 થી 29.9 વચ્ચેની બીએમઆઈ રીડિંગને ઓવરવેટ માનવામાં આવશે. તેમજ આનો સ્વીકાર પણ કરી શકાય છે. પરંતુ શરત એ છે કે, કેબિન ક્રૂ સભ્ય ફંક્શનલ અસેસમેન્ટ પાસ કરી લે.

1 મેથી લાગુ થશે પોલિસી

આ પોલિસી અનુસાર જે 1 મેથી લાગુ થશે.30 કે તેનાથી વધારે રીડિંગ તેમજ મોટાપો માનવામાં આવશે. તેમજ આને સ્વીકાર્ય સીમા આપવામાં આવશે નહી. જો કેબિન ક્રૂ સભ્ય અંડરવેટ કે ઓવરવેટ મળે છે. તો તેને ડ્યુટીમાંથી દુર કરાશે. તેમજ તેને ફંક્શનલ અસેસમેન્ટ પાસ કરવાનું રહેશે. પોલિસીમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ સભ્ય અસેસમેન્ટ પાસ કરવામાં જો અસફળ રહે છે. તો જ્યાં સુધી તે આ પાસ નહી કરી ત્યાં સુધી તેનો પગાર કપાશે. જે કેબિન ક્રૂ સભ્યોમાં મોટાપો મળશે. તેના વિરુદ્ધ તરત કાર્યવાહી કરવામાં આવશે. જેમાં ડ્યુટીમાંથી દુર કરવું પગાર કાપવો વગેરે સામેલ છે.

આવા વ્યક્તિઓએ ચોક્કસ સમયગાળામાં સ્વીકાર્ય BMI પ્રાપ્ત કરવો પડશે. ખોટમાં ચાલી રહેલી એર ઇન્ડિયા, નિર્ધારિત BMI ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેલા વધુ વજનવાળા કેબિન ક્રૂ સભ્યો સામે સુધારાત્મક પગલાં લેશે. એર ઇન્ડિયાએ છેલ્લા ચાર વર્ષમાં તેના મોટાભાગના જુના કર્મચારીઓને છૂટા કર્યા છે.

એરલાઇનનો હેતુ શું છે?

આ એરલાઈનને જાન્યુઆરી 2022માં ટાટા ગ્રુપે ખરીદી હતી. કેબિન ક્રૂ હેલ્થ અને ફિટનેસ કંપ્લાયન્સ પોલિસી રજુ કરતા એર ઈન્ડિયાએ કેબિન ક્રૂ સભ્યોને કહ્યું કે, તેનો પ્રારંભિક હેતુ એક હેલ્ધી લાઈફસ્ટાઈલ બનાવી રાખવાનો તેમજ આ વિશે જાગ્રૃતા ફેલાવવાનો તેમજ તેને યોગ્ય કેટગરીમાં રાખવાથી પ્રકિયાથી પરિચિત કરવાનો છે. એરલાઈને કહ્યું કે, આ પોલિસી વધુ કડક ફિટનેસ ધોરણો લાગુ કરતા પહેલા તૈયારીના પગલા તરીકે કામ કરશે. આ નવી નીતિ હાલમાં ઉડાન ભરનારા અને ટ્રેનિંગ લઈ રહેલા બંનેને લાગુ પડશે.

Breaking News: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર ! આવતીકાલ 23 માર્ચથી વધુ મોંધુ થઈ શકે છે હવામા ઉડવું, સરકારે હટાવી મર્યાદા અહી ક્લિક કરો

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">