Breaking News : મણિપુરમાં શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત! 180થી વધુ હોસ્પિટલમાં દાખલ
મહારાષ્ટ્ર અને ભાવનગર બાદ વધુ એક વખત લઠ્ઠાકાંઠ જેવી ઘટના સામે આવી છે. મણિપુરના ચંદેલ જિલ્લામાં શંકાસ્પદ ઝેરી દારુ સેવન કરવાથી 15 જેટલા લોકોના મોત નિપજ્યાં છે અને 180થી વધારે લોકોની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા સાવચેતી અને સલામતી માટે આદેશ આપ્યો છે.

મહારાષ્ટ્ર અને ભાવનગર બાદ વધુ એક વખત લઠ્ઠાકાંઠ જેવી ઘટના સામે આવી છે. મણિપુરના ચંદેલ જિલ્લામાં શંકાસ્પદ ઝેરી દારુ સેવન કરવાથી 15 જેટલા લોકોના મોત નિપજ્યાં છે અને 180થી વધારે લોકોની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા સાવચેતી અને સલામતી માટે આદેશ આપ્યો છે.
18 થી 20 નવેમ્બરની વચ્ચે થયા મોત
પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ મૃત્યુ 18 થી 20 નવેમ્બરની વચ્ચે થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ચંદેલના પોલીસ અધીક્ષક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તેમને સત્તાવાર નિવેદનમાં 8 લોકોના મોતની પુષ્ટી કરી છે.
પોલીસે મૃતકોની જાણકારી આપતા જણાવ્યું કે તેમની ઓળખ કિશન હ્રાંગબુંગ એનલ (32), હ્રાંગબુંગ બેરુવાંગ એનલ (50), હ્રાંગબુંગ મોહરિંગ એનલ (46), આરડી અંગનાહિરિંગ એનલ (37), કેઆઈ રામાતિયાંગ એનલ (44), એનએલ મોથાહેરિંગ એનલ, ટીએસ એશિંગ અને ટીએસ લવલી તરીકે કરવામાં આવી છે.
કેટલાક લોકોનું સારવાર દરમિયાન થયું મોત
મીડિયા રિપોર્ટસ અનુસાર કેટલાક પીડિતોના મોત ઘરે થયા હતા, જ્યારે કેટલાક લોકોના મોત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી રહ્યાં હતા તે દરમિયાન રસ્તામાં થયા હતા. જ્યારે કેટલાકના મોત હોસ્પિટલમાં થયા હતા.
પોલીસે વધુમાં સ્પષ્ટ કર્યું કે, નોંધાયેલા મૃત્યુમાંથી પાંચ મૃત્યુ સુગનુ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. તેમણે જનતા અને મીડિયાને અપીલ કરી છે કે તેઓ આ ઘટના અંગે કોઈ પણ પ્રકારની અપ્રમાણિત માહિતી ફેલાવવાનું ટાળે અથવા ઉતાવળિયા તારણો ન કાઢે.
વહીવટીતંત્રએ સાવચેત રહેવા કરી અપીલ
દરમિયાન, જિલ્લા વહીવટીતંત્રે લોકોને સલાહ આપી છે કે જ્યાં સુધી આગળની સૂચના ન મળે ત્યાં સુધી સ્થાનિક સ્તરે બનેલો દારૂ કે શંકાસ્પદ સ્ત્રોતોમાંથી ખરીદેલા આલ્કોહોલિક પીણાંનું સેવન ન કરવું. સલાહમાં જણાવવામાં આવ્યું છે કે, જો દારૂના સેવન બાદ ઉલટી, પેટમાં દુખાવો, માથાનો દુખાવો, ચક્કર આવવા, દ્રષ્ટિ ઝાંખી થવી અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય, તો તાત્કાલિક તબીબી સહાય લેવી.
આ પણ વાંચો : કોકેઈનનો નશો, નાની યુવતી સાથે લગ્ન,…. ધૂરંધરમાં બતાવ્યો તેના કરતા તો ક્યાંય લેવિશ લાઈફ જીવે છે દાઉદ, FBI ના પૂર્વ એજન્ટનો દાવો
