AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોકેઈનનો નશો, નાની યુવતી સાથે લગ્ન,…. ધૂરંધરમાં બતાવ્યો તેના કરતા તો ક્યાંય લેવિશ લાઈફ જીવે છે દાઉદ, FBI ના પૂર્વ એજન્ટનો દાવો

'ધુરંધર' ફિલ્મમાં દાઉદ ઈબ્રાહિમને બીમાર અને લાચાર બેડરિડન બતાવવામાં આવ્યો છે. પરંતુ પૂર્વ FBI ઓપરેટિવ કામરાન ફરીદીએ તેના અનેક ચોંકાવનારા દાવા કર્યા છે. જાણો દાઉદના બીજા લગ્ન, કોકીન, ડ્રગ્સ કારોબાર, SSG કમાન્ડોની સુરક્ષા અને ટાઈગર મેમણ સાથે જોડાયેલા કથિત રહસ્યો વિશે

કોકેઈનનો નશો, નાની યુવતી સાથે લગ્ન,.... ધૂરંધરમાં બતાવ્યો તેના કરતા તો ક્યાંય લેવિશ લાઈફ જીવે છે દાઉદ, FBI ના પૂર્વ એજન્ટનો દાવો
| Updated on: Nov 19, 2026 | 8:57 PM
Share

આદિત્ય ધરની ફિલ્મ ધુરંધર માં અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમને એક બીમાર, અશક્ત, વૃદ્ધની ભૂમિકામાં બતાવવામાં આવ્યો છે. પરંતુ હવે અમેરિકી પાસ એજન્સી FBI એ પાકિસ્તાનમાં દાઉદ ઈબ્રાહિમ, અલકાયદા અને ISIS ના નેટવર્ક માટે કામ કરી ચુકેલા કામરાન ફરીદીએ દાઉદ અંગે કેટલીક વાતો કહી છે. જે ફિલ્મમાં બતાવ્યુ છે તેનાથી સત્ય ઘણુ અલગ છે.

કામરાન ફરીદીએ દાવો કર્યો છે કે દાઉદ આજે પણ એક્ટિવ છે અને પાકિસ્તાનમાં બેસીને તેનું નેટવર્ક સંભાળી રહ્યો છે. એટલુ જ નહીં, તેની અંગત જિંદગીથી લઈને ડ્રગ્સના કારોબાર સહિત કામરાને જે દાવા કર્યા છે, તેનાથી અંડરવર્લ્ડની દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે.

ફિલ્મનો દાઉદથી અસલી દાઉદ ઘણો અલગ

આદિત્ય ધરની ફિલ્મમાં જે દાઉદનો કિરદાર એક્ટર દાનિશ ઈકબાલે કર્યો છે. ફિલ્મના બીજા ભાગમાં ‘ધુરંધર ધ રિવેન્જ’માં દાઉદને ‘બડે સાહબ’ ના નામથી એકદમ વૃદ્ધ અને અશક્ત બતાવ્યો છે જે બીમારી સામે લડી રહ્યો છે અને બેડરિડન બતાવ્યો છે. જેના હાવભાવમાં પણ માત્ર લાચારી જ દેખાય છે. તેને પાકિસ્તાનમાં રહેતા ભારતીય એજન્ટ પથારીવશ કરી દીધો તેવુ બતાવવામાં આવ્યુ.

પરંતુ કામરાન ફરીદીની કહાની એકદમ અલગ દાવો કરે છે. તેનુ કહેવુ છ કે દાઉદ આજે પણ તેનુ નેટવર્ક સંભાળી રહ્ો છે અને તેના કામકાજમાં સક્રિય છે, ફિલ્મમાં બતાવેલી કહાની સત્ય નથી.

દાઉદના બીજા લગ્નથી કોકેન સુધી, અંગત જિંદગી અંગે મોટા દાવા

કામરાન ફરીદીએ દાઉદની અંગત જિંદગીને લઈને પણ અનેક ચોંકાવનારી વાતો કહી ચે. તેમના જણાવ્યા અનુસાર દાઉદે તેનાથી ઘણી નાની ઉમરની યુવતી સાથે બીજા લગ્ન કર્યા છે. એટલુ જ નહીં કામરાનનો દાવો છે કે દાઉદ હવે કોકેઈનનો નશો પણ કરે છે. તેમના જણાવ્યા અનુસાર દાઉદ અને તેની ડી-કંપની ભારત અને પાકિસ્તાનમાં ડ્રગ્સના કારોબાર સાથે જોડાયેલી છે.

ફિલ્મમાં ભલે દાઉદને અશક્ત અને બીમાર વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યો હોય, પરંતુ કામરાનના દાવા અનુસાર દાઉદની દુનિાનો એક અલગ જ ચહેરો સામે આવે છે.

દાઉદની ભૂમિકા ભજવવા બદલ દાનિશ ઈકબાલે કર્યો ટીકાઓનો સામનો

ફિલ્મમાં દાઉદને એક વૃદ્ધ ડોન તરીકે રજૂ કરવામાં આવ્યો છે,એવો વ્યક્તિ જેનું શારીરિક સ્વાસ્થ્ય સાવ કથળી ગયું છે, પરંતુ અંડરવર્લ્ડમાં જેનુ નામ અને દબદબો આજે પણ કાયમ છે. આ ફિલ્મે દર્શકોના મન પર ઊંડી અસર છોડી હતી; લાંબા સમયથી દાઉદને લગતા કોઈ અપડેટ્સ ન આવવાને કારણે ઘણા લોકોએ ફિલ્મમાં દર્શાવેલી બાબતોને સંપૂર્ણ સત્ય માની લીધી અને ફિલ્મની ખૂબ પ્રશંસા કરી.

હવે કામરાન ફરીદીના દાવા એક તદ્દન અલગ જ ચિત્ર રજૂ કરે છે: દાઉદ સક્રિય છે અને હજુ પણ પોતાના નેટવર્કનું સંચાલન કરી રહ્યો છે. કામરાન ફરીદીએ આજ તકના રેડિયો પોડકાસ્ટ ‘ક્રાઈમ બ્રાન્ચ’માં હોસ્ટ અરવિંદ ઓઝા સાથેની વાતચીત દરમિયાન આ ખુલાસા કર્યા હતા. આ દાવાઓએ ‘ધુરંધર’માં દર્શાવવામાં આવેલા દાઉદ અને વાસ્તવિક જીવનના દાઉદ વચ્ચેના તફાવત અંગેની ચર્ચાને ફરી એકવાર વેગ આપ્યો છે.

EPFO Rule Change: PF ઉપાડવાના નિયમોમાં કરાયા મોટા ફેરફાર, હવે ખાતામાંથી 75% ના બદલે 90% ઉપાડી શકાશે

Follow Us
g clip-path="url(#clip0_868_265)">