AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નેપાળમાં આવેલા વિનાશક પૂર પછી, બિહાર અને યુપીમાં એલર્ટ

પૂર અને ભુસ્ખલને નેપાળને હચમચાવી નાખ્યું છે. પરિસ્થિતિ એવી છે કે લોકોને બચાવવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે નેપાળમાં આ કુદરતી આફતનું કારણ શું છે? આ સાથે યુપી-બિહારમાં પણ મોટો ખતરો છે.

Breaking News : નેપાળમાં આવેલા વિનાશક પૂર પછી, બિહાર અને યુપીમાં એલર્ટ
Image Credit source: AI
| Updated on: Aug 27, 2026 | 9:57 AM
Share

તિબેટથી આવતા પૂરના પાણીએ નેપાળમાં ભારે તબાહી મચાવી છે, જેની પીડા દાયકાઓ સુધી યાદ રહેશે. નેપાળમાં તબાહી મચાવ્યા પછી, તિબેટથી આવતું આ વિનાશક પાણી હવે ભારત તરફ આગળ વધી ગયું છે. આ જ કારણ છે કે ,ભારતમાં બિહાર અને ઉત્તર પ્રદેશ વચ્ચેની આશરે 1,700 કિલોમીટરની સરહદ એલર્ટ પર છે. ખાસ કરીને બિહારના 9 જિલ્લા અને યુપીના 7 જિલ્લામાં હાઈઅલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બિહાર અને યુપીમાં એલર્ટ

બિહારની પશ્ચિમી ચંપારણમાં ગંડક નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધાવાથી 36 ગેટ ખોલવામાં આવ્યા છે. આ સાથે નદી કિનારાનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. સ્થિતિ એટલી સંવેદનશીલ છે કે, તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે, ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલર્ટ મોડમાં છે. આ સાથે ગૃહ મંત્રી અમિત શાહ પણ એક્ટિવ છે. બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે બંને રાજ્યમોમાં નદીની સ્થિતિ વિશે વાત કરી છે.શાહે કહ્યું કે નેપાળમાં પૂરથી થયેલ વિનાશ હૃદયદ્રાવક હતો. તેમણે કહ્યું કે તેમણે બિહાર અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે આ આપત્તિ વિશે વાત કરી છે.

બિહારના આ જિલ્લામાં હાઈ અલર્ટ

બિહારના જે 9 જિલ્લા હાઈ અલર્ટ પર છે. તેના વિશે જો આપણે વાત કરીએ તો. તેમાં પશ્ચિમી ચંપારણ, પૂર્વી ચંપારણ, ગોપાલગંજ,મુઝ્ફ્ફરપુર, સીવાન, સારણ, શિવહર,સીતામઢી અને વૈશાલી સામેલ છે.

યુપીના આ જિલ્લામાં અલર્ટ

મહારાજગંજ, કુશીનગર, પીલીભીત, શ્રાવસ્તી, બલરામપુર, સિદ્ધાર્થનગર, ગોરખપુરમાં એલર્ટ છે.

ભારત માટે મોટો પડકાર

નેપાળમાં આવેલા પૂરે ફરી એકવાર સાબિત કર્યું છે કે હિમાલયની આપત્તિ ભારત માટે પણ આપત્તિ બની શકે છે. હાલમાં, બિહાર અને ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારો માટે ગંડક નદી સૌથી મોટો ખતરો છે. વહીવટીતંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ નદીના પાણીના સ્તર અને નેપાળથી આવતા પાણીના પ્રવાહ પર નજર રાખવા માટે આગામી 24 કલાક મહત્વપૂર્ણ છે.

પીએમ મોદીએ શક્ય તમામ મદદનું આશ્વાસન આપ્યું

પીએમ મોદીએ શક્ય તમામ માનવીય અને રાહત સહાયનું પણ આશ્વાસન આપ્યું. સોશિયલ મીડિયા પોસ્ટમાં પીએમ મોદીએ આ માહિતી શેર કરતા લખ્યું, આ મુશ્કેલ સમયમાં ભારતના લોકો નેપાળમાં તેમના ભાઈઓ અને બહેનો સાથે એકતામાં ઉભા છે. ભારત નેપાળને શક્ય તમામ માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે તૈયાર છે. અમારી ટીમો બચાવ અને રાહત કામગીરીમાં સાથે મળીને કામ કરી રહી છે.

Nepal Earthquake Breaking News : પૂર અને ભૂસ્ખલન પછી નેપાળમાં 5.2 ની તીવ્રતાના ભૂકંપે ધરતીને હચમચાવી નાંખી , જાણો શા માટે અહી ક્લિક કરો

Follow Us
અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે
અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">