AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nepal Earthquake Breaking News : પૂર અને ભૂસ્ખલન પછી નેપાળમાં 5.2 ની તીવ્રતાના ભૂકંપે ધરતીને હચમચાવી નાંખી , જાણો શા માટે

Nepal Earthquake : બુધવારે મોડી સાંજે નેપાળમાં પૂર અને ભૂસ્ખલન થયું હતુ. ત્યારબાદ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ત્યારબાદ પૂર અને ભૂસ્ખલનથી વ્યાપક વિનાશ થયો હતો.

Nepal Earthquake  Breaking News : પૂર અને ભૂસ્ખલન પછી નેપાળમાં 5.2 ની તીવ્રતાના ભૂકંપે ધરતીને હચમચાવી નાંખી , જાણો શા માટે
| Updated on: Aug 27, 2026 | 9:41 AM
Share

નેપાળમાં પૂર અને ભૂસ્ખલન પછી બુધવાર સાંજે 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રિપોર્ટ અનુસાર ભૂકંપનું કેન્દ્ર કોદારીથી અંદાજે 55 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં હતુ. આ વિસ્તાર ભૂસ્ખલન માટે સંવેદનશીલ છે. ભૂકંપ એવા સમયે આવ્યો છે. જ્યારે દેશમાં અચાનક પૂરથી 157થી વધારે લોકોના મૃત્યું થયા હતા.

આ પહેલા પણ ઓછી તીવ્રતાના ભૂકંપના ઝટકા આવ્યા હતા. જેના કારણે પૂર અને ભૂસ્ખલનને મોટી તબાહી થઈ છે. યુએસ જિયોલોજિક્લ સર્વે હવાલો આપતા ન્યુયોર્ક ટાઈમ્સની એક રિપોર્ટ અનુસાર આ વિસ્તારમાં આવેલા ભૂકંપના ઝટકા આવ્યા હતા. શરુઆતમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. USGSએ પોતાની વેબસાઈટ પર જણાવ્યું કે, ભૂસ્ખલનની તાકાત 5.2 તીવ્રતાના ભૂકંપ નોંધાયો છે. આ પહેલા નેપાળના એક અધિકારીએ કહ્યું હતુ કે, બની શકે કે, ભૂસ્ખલન ભૂકંપના કારણે થયું હોય.

તિબ્બતથી નેપાળમાં આવી તબાહી

તિબેટથી નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં 1,000 થી વધુ લોકો તણાઈ ગયા છે. રસુવા જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે. અત્યાર સુધીમાં 400 થી વધુ પ્રવાસીઓ ગુમ છે. રિપોર્ટ દર્શાવે છે કે ,ગુમ થયેલા પ્રવાસીઓમાં 300 થી વધુ વિદેશી નાગરિકો છે, જેમાં 105 ભારતીયોનો સમાવેશ થાય છે. દરમિયાન, આ ઘટનામાં 157 થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. રિપોર્ટ દર્શાવે છે કે પૂરના પાણીમાં ઘણા ગામો તણાઈ ગયા છે.

લોકોને બચાવવા માટે 12 હેલિકોપ્ટર તૈનાત

પૂર અને ભૂસ્ખલને નેપાળને તબાહ કરી દીધું છે. વધુ પૂરનો ભય, ખડકાળ પર્વતીય ભૂપ્રદેશ અને તૂટેલા રસ્તાઓએ બચાવ કામગીરીમાં નોંધપાત્ર અવરોધ ઉભો કર્યો છે. તેમ છતાં, બચાવ કામગીરી ચાલુ છે, અને લોકોને બચાવવા માટે 12 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. નેપાળ સેના, સશસ્ત્ર પોલીસ દળ અને નેપાળ પોલીસ આ કામગીરી કરી રહી છે. ભારતે નેપાળને મદદ કરવા માટે હેલિકોપ્ટર પણ મોકલ્યા છે.

10-12 જિલ્લાનો સંપર્ક તુટ્યો

કાઠમાંડુના સ્થાનિક પત્રકાર અશોક અધિકારીએ જણાવ્યું કે, પૂરનો કાટમાળ રાસુવા, નુવાકોટ, સિંધુપાલચોક અને ચિતવન જેવા વિસ્તારોમાં પહોંચી ગયો છે. પરિણામે, ઓછામાં ઓછા 10 થી 12 જિલ્લાઓનો સંપર્ક તૂટી ગયો છે, અને ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણપણે નાશ પામ્યા છે. દરેક જગ્યાએ પ્રશ્ન એ છે કે ગુમ થયેલા લોકો ક્યાં છે? કોણ સુરક્ષિત છે, અને કોણ કાટમાળમાં ફસાયેલું છે? જોકે, કાટમાળ અને પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે બચાવ કામગીરી હવે વધુ તીવ્ર બનાવવામાં આવી છે.

નેપાળ દક્ષિણ એશિયામાં સ્થિત દેશ છે. તે મુખ્યત્વે હિમાલયની તળેટીમાં આવેલું છે. નેપાળમાં ભારત-ગંગાના મેદાનોનો પણ સમાવેશ થાય છે. અહી ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">