AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: જેસલમેરમાં કરાયુ લોકડાઉન, મેડિકલ ઈમરજન્સી સીવાય બહાર ન નીકળવાં તાકીદ

રાજસ્થાન, પંજાબ, જમ્મુના અનેક જિલ્લાઓમાં આજે પણ ટોટલ બ્લેકઆઉટની સ્થિતિ રહેશે. અનેક સ્થળોએ માર્કેટ્સ અને મોલ બંધ કરાવવામાં આવ્યા છે.

Breaking News: જેસલમેરમાં કરાયુ લોકડાઉન, મેડિકલ ઈમરજન્સી સીવાય બહાર ન નીકળવાં તાકીદ
| Updated on: May 09, 2025 | 7:21 PM
Share

પાકિસ્તાન દ્વારા કરાઈ રહેલા હુમલાને પગલે સુરક્ષાને ધ્યાને રાખી બોર્ડર સાથે જોડાયેલા રાજ્યોના જિલ્લાઓને લોકડાઉન કરવામાં આવી રહ્યા છે. જેમા રાજસ્થાનના જેસલમેરને સંપૂર્ણ રીતે લોકડાઉન કરવામાં આવ્યુ છે. હનુમાન ચોકડીથી લઈને સમગ્ર શહેરમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. લોકોને ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. દૂધ, શાકભાજી સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક રાખવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે.

મેડિકલ ઈમરજન્સી હોય તો જ બહાર ન નીકળો

મેડિકલ ઈમરજન્સી હશે તેમને જ બહાર નીકળવા માટેની મંજૂરી આપવામાં આવશે. બપોરના ત્રણ વાગ્યાથી જ જેસલમેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવનજાવન સંપૂર્ણ રીતે બંદ કરી દેવામાં આવી છે. તો વીજળી પૂરવઠો પણ પરમેનન્ટ નહીં રહે. સરહદી વિસ્તારોમાં સૂર્યાસ્તથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી કોઈપણ લાઈટ આગામી આદેશ ન મળે ત્યાં સુધી શરૂ કરવામાં નહીં આવે. કોઈપણ ઈમરજન્સી સીવાય બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે. ગુપ્તચર વિભાગ દ્વારા કેટલાક ઈનપુટસ મળતા તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.

પહલગામ હુમલા બાદ ભારતની કાર્યવાહીથી રઘવાયા બનેલા પાકિસ્તાન દ્વારા સતત નાપાક હરકત કરવામાં આવી રહી છે. તેને જોતા સ્હેજ પણ ઢીલાશ વર્તવાના મૂડમાં સરકાર નથી. નાગરિકોને સુરક્ષાને ધ્યાને રાખી આ નિર્ણય કરાયો છે. જે પ્રકારે ગઈકાલે પાકિસ્તાને જેસલમેરમાં ડ્રોન હુમલાઓ કર્યા હતા તેને જોતા આ પ્રકારની કાર્યવાહી જરૂરી પણ છે.

સૈન્ય કાર્યવાહીના વીડિયો બનાવી ફોરવર્ડ ન કરવા અપીલ

જો કે તમામ નાગરિકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ એક જવાબદાર નાગરિક તરીકે વર્તે. જો તેમની આસપાસ કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહી થઈ રહી હોય તો તેના વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં કે તેમના પર્સનલ ગૃપમાં ફોરવર્ડ ન કરે. તેને સ્ટેટસ પણ ન બનાવે, દુશ્મન દેશ આવા જ વીડિયોને ટ્રેક કરી સૈન્ય કાર્યવાહીનો પ્રતિકાર કરવાની રાહમાં હોય છે તો આપણા દેશનો અને સૈનિકોનો સહયોગ કરો. સેનાને લગતા કે હથિયારોને લગતા કોઈપણ વીડિયો ના બનાવશો.  એક જાગૃત ચેનલ હોવાના નાતે આપને આ અપીલ કરવામાં આવી રહી છે.

“શું પાકિસ્તાનમાં મુનીરનો થશે તખ્તાપલટ? જો સંઘર્ષ લાંબો ચાલ્યો તો બીજુ સિરીયા બનતા વાર નહીં લાગે”

આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">