AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મલ્લિકાર્જુન ખરગેએ સમગ્ર ગુજરાતીઓનું કર્યુ અપમાન, PM મોદીનું નામ લઈને ગુજરાતીઓને ગણાવ્યા અશિક્ષિત અને મૂર્ખ- Video

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બહાને ગુજરાતીઓનું અપમાન કર્યુ છે. ખરગેએ તમામ ગુજરાતીઓને અશિક્ષિત અને મૂર્ખ ગણાવતા કહ્યુ કે મોદીજી ગુજરાતની અશિક્ષિત જનતાને મૂર્ખ બનાવી શકે. પરંતુ કેરલની શિક્ષિત જનતાને નહીં.

Breaking News: મલ્લિકાર્જુન ખરગેએ સમગ્ર ગુજરાતીઓનું કર્યુ અપમાન, PM મોદીનું નામ લઈને ગુજરાતીઓને ગણાવ્યા અશિક્ષિત અને મૂર્ખ- Video
| Updated on: Apr 05, 2026 | 7:23 PM
Share

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ ફરી એકવાર ગુજરાતીઓનુ અપમાન કર્યુ છે. કેરલમમાં જનસભા દરમિયાન તેમણે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈને ગુજરાતીઓને અશિક્ષિત ગણાવ્યા. ખરગેએ કહ્યુ મોદીજી ગુજરાતની અશિક્ષિત જનતાને મૂર્ખ બનાવી શકે, પરંતુ કેરલના શિક્ષિત લોકોને મૂર્ખ ન બનાવી શકે. કેરલમમાં પ્રચાર સમયે મલ્લિકાર્જુન ખરગેનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યુ છે. કોંગ્રેસ અધ્યક્ષે ગુજરાતીઓનું અપમાન કરતા રાજકારણ ગરમાયુ છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે આ પ્રકારનું વિવાદની નિવેદન કેરલમાં જનસભા દરમિયાન આપ્યુ. તેમણે કહ્યુ મોદીજી તમે કેરલના હોશિયાર અને શિક્ષિત લોકોને ગેરમાર્ગે નહીં દોરી શકો. તમે જે ગુજરાતના અશિક્ષિત લોકોને મૂર્ખ બનાવી શકો છો તે ગુજરાતમાં નહીં કરી શકો.

જો કે મલ્લિકાર્જુન ખરગેના આ નિવેદન બાદ ગુજરાત ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે વળતો સવાલ કર્યો છે કે શું સમગ્ર ગુજરાતીઓનું અપમાન કરવા બદલ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કે કોંગ્રેસના હાઈકમાન્ડ રાહુલ ગાંધી ગુજરાતીઓની માફી માગશે?

આ તકે ભાજપના પ્રવક્તા અનિલ પટેલે જણાવ્યુ કે આ પહેલીવાર નથી જ્યારે કોંગ્રેસે ગુજરાતીઓનું અપમાન કર્યુ.  આ પહેલા પણ અનેકવાર કોંગ્રેસના નેતાઓ અવારનવાર ગુજરાતીનું અપમાન કરતા આવ્યા છે. કોંગ્રેસને પહેલેથી જ ગુજરાતીઓ આંખમાં કણાની જેમ ખૂંચે છે. અનિલ પટેલે કહ્યુ કે આ સિલસિલો નહેરુના સમયથી ચાલ્યો આવે છે.  અખંડ ભારતના શિલ્પી એવા સરદાર પટેલ પણ નહેરુને આંખમાં કણાની જેમ ખૂંચતા હતા.

આ પહેલા લોકસભાની ચૂંટણી સમયે યુપીના બે લડકા અખીલેશ અને રાહુલ ગાંધીએ ગુજરાતીઓનું અપમાન કર્યુ હતુ.  અગાઉ રાહુલ ગાંધીએ સારે મોદી ચોર હે કહીને સમગ્ર મોદી જાતિનું અપમાન કર્યુ. એ અગાઉ મણિશંકર ઐયરે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નીચ જેવા શબ્દોનો પ્રયોગ કર્યો. આ અગાઉ પણ મલ્લિકાર્જુન ખરગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ચાયવાલા કહીને અપમાનિત કર્યા હતા.  કોંગ્રેસના નેતાઓ ગુજરાત અને ગુજરાતીઓ વિશે વારંવાર વિવાદી નિવેદન આપતા આવ્યા છે. ત્યારે ભાજપે હવે ગુજરાતીઓને અશિક્ષિત કહેવા બદલ સ્થાનિક ચૂંટણીમાં આ અપમાનનો ગુજરાતીઓ જવાબ આપશે. તેવો દાવો કર્યો છે.

ભાજપે મલ્લિકાર્જુનના ગુજરાતીઓને અશિક્ષિત કહેવાના નિવેદનને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે જોડી દીધુ છે અને ગુજરાતીઓ ચોક્કસથી કોંગ્રેસને જવાબ આપશે તેવો દાવો કર્યો છે.

માઉન્ટ એવરેસ્ટ પર ચાલી રહ્યો છે સ્લો પોઈઝનિંગ નો ખેલ? રેસ્ક્યુના નામે ચાલતા ₹200 કરોડના કૌભાંડનું શું છે કાળુ સત્ય- વાંચો

Follow Us
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">