AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : FIFA વર્લ્ડ કપ ખતરામાં! ઇંગ્લેન્ડ ટીમના બેઝ નજીક થયો ગોળીબાર, 9 લોકો ઘાયલ

FIFA World Cup 2026 : ફીફા વર્લ્ડકપ 2026ની શરુઆત થતાં પહેલા ઈંગ્લેન્ડની ટીમના ટ્રેનિંગ કેમ્પ પાસે ગોળીબારની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કુલ 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Breaking News : FIFA વર્લ્ડ કપ ખતરામાં! ઇંગ્લેન્ડ ટીમના બેઝ નજીક  થયો ગોળીબાર, 9 લોકો ઘાયલ
| Updated on: Jun 09, 2026 | 2:45 PM
Share

FIFA World Cup 2026ની શરુઆત પહેલા અમેરિકામાં અંધાધુંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. આ કોઈ મોટી વાત અમેરિકા માટે નથી પરંતુ હાલમાં આ ફાયરિંગની ચર્ચા એટલા માટે ચિંતાજનક છે કારણ કે,આ ફાયરિંગ ફીફા વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડની ટીમના બેઝ કેમ્પની પાસે થઈ છે. ઈંગ્લેન્ડની ટીમનો બેસ મિસૌરીના કનસાસ સિટીમાં છે. જ્યાં ગોળીઓ ચાલી હતી. આ અંધાધુંધ ફાયરિંગમાં 9 લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવી રહ્યા છે.

ઈંગ્લેન્ડની ટીમના બેસ કેમ્પ પાસે થયો ગોળીબાર

પોલીસના જણાવ્યા મુજબ ગોળીબારની ઘટના ઈંગ્લેન્ડની ટીમના બેસ કેમ્પથી 10 મિનિટ દુર શનિવારે સવારે 6 કલાકે બની હતી. પોલીસના જણાવ્યા મુજબ ઈંગ્લેન્ડની ટીમની હોટલ થોડી દુર હતી. ઈંગ્લેન્ડની ટીમ હજુ ફીફા વર્લ્ડકપ 2026 માટે કનસાસ સિટીમાં પહોંચી નથી. કનસાસ સિટીમાં જ્યારે ઘટના બની તો ઈંગ્લેન્ડની ટીમ ફ્લોરિડાના પાલ્મ બીચમાં વર્લ્ડકપની પ્રેક્ટિસ કરી રહી હતી. ઈંગ્લેન્ડની ટીમ 13 જુનના રોજ કનસાસ સિટીમાં પહોંચશે.

અંધાધુંધ ફાયરિંગમાં 9 લોકો ઈજાગ્રસ્ત

કનસાસ સિટી પોલીસ ડિપાર્ટમેન્ટના કેપ્ટને જેવો ફાયરિંગનો અવાજ સાંભળ્યો તે ઘટના સ્થળે જવા રવાના થઈ હતી. ઘટના સ્થળે પહોંચી જોયું તો ભાગદોડ મચી ગઈ હતી. ઘટનામાં ઈજાગ્સ્ત 3 મહિલાને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી છે. ઈજાગ્સ્તોની સંખ્યા 9 પર પહોંચી છે. જેને આસપાસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઈજાગ્સ્તોમાં કોઈએ જીવ ગુમાવ્યો નથી. પોલીસના જણાવ્યા મુદબ હાલમાં કોઈ પણને કસ્ટડીમાં લાવવામાં આવ્યા નથી પરંતુ ઘટનાસ્થળે પેટ્રોલિંગ ચાલું છે.

FIFA WC માટે ઈંગ્લેન્ડનો બેસ કેમ્પ કનસાસ સિટી

ફીફા વર્લ્ડકપ 2026માં ઉતરતા પહેલા ઈંગ્લેન્ડે ન્યુઝીલેન્ડ સામે વોર્મ અપ મેચ રમી. જેમાં તેમણે 1-0થી જીત મેળવી હતી. હવે બીજી વોર્મ અપ મેચ કોસ્ટા રિકા સાથે બુધવારના થશે. જ્યારે આ ટીમ 13 જૂનના રોજ કનસાસ સિટી માટે રવાના થશે. જ્યાં ગોળીબાર થયો છે. ફીફા વર્લ્ડકપ 2026 દરમિયાન કનસાસ સિટી જ ઈંગ્લેન્ડની ટીમનો બેઝ કેમ્પ હશે.

ફૂટબોલ સામાન્ય રીતે લંબચોરસ ઘાસ અથવા કૃત્રિમ મેદાન પર દરેક છેડે એક ગોલપોસ્ટ સાથે રમાય છે. આ રમતનો ઉદ્દેશ એ છે કે ખેલાડીઓ ચતુરાઈથી બોલને વિરોધી ટીમના ગોલ પોસ્ટમાં નાખે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો
રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો
સંગિની માર્કેટમાં આગ, એક ફાયર જવાન ઇજાગ્રસ્ત
સંગિની માર્કેટમાં આગ, એક ફાયર જવાન ઇજાગ્રસ્ત
પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી વિદ્યાર્થીનીઓના જીવ સાથે રમત
પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી વિદ્યાર્થીનીઓના જીવ સાથે રમત
મનપા ચૂંટણી: ભાજપ પર દબાણના આક્ષેપ સાથે કોંગ્રેસ EC માં
મનપા ચૂંટણી: ભાજપ પર દબાણના આક્ષેપ સાથે કોંગ્રેસ EC માં
અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ
અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ
નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત
નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત
g clip-path="url(#clip0_868_265)">