Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના ત્યારે સર્જાઈ છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો અહીં બૈસાખીના તહેવારની ઉજવણી માટે એકઠા થયા હતા. જિલ્લાના ચૈનાની તાલુકામાં બિનિસંગ નદી પરનો પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી રહી છે.
J&K:A footbridge collapsed during the Baisakhi celebration at Beni Sangam in Bain village in Udhampur’s Chenani Block
6 people were injured during the incident. A rescue operation is underway. Police &other teams have reached the site: Dr Vinod, SSP Udhampur (Source: Police) pic.twitter.com/sFCrTX0HQk— Tv9 Gujarati (@tv9gujarati) April 14, 2023
સ્થાનિક પોલીસકર્મીઓ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેઓને બચાવી લેવામાં આવ્યા છે તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વાસ્તવમાં, બૈસાખી નિમિત્તે બૈન ગામના બેની સંગમ ખાતે મેળો ભરાય છે. આ મેળામાં ભાગ લેવા માટે આસપાસના ઘણા ગામોમાંથી લોકો એકઠા થાય છે.
જ્યારે લોકો અહીં સંગમ પર બનેલા પુલ પર ચઢી રહ્યા હતા, તે જ સમયે આ પુલ તુટી ગયો. જેના કારણે અનેક લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. પોલીસ તંત્રને ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ રાહત ટીમના વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ મેળામાં પુલ ધરાશાયી થતાં 20 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રશાસન વતી રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે લોકોને બચાવવાની કામગીરીમાં લાગેલી છે. ઉધમપુર જિલ્લાના એસએસપી ડૉ. વિનોદે જણાવ્યું કે અત્યાર સુધીમાં 6 લોકોના ઘાયલ થવાની માહિતી મળી છે. સ્થળ પર ઝડપથી બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…
Published On - 3:52 pm, Fri, 14 April 23