AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રામ મંદિર માટે દાન પર હવે કોણ નજર રાખી રહ્યું છે, દાનના પૈસા કેવી રીતે ગણાઈ રહ્યા છે?

અયોધ્યા રામ મંદિરમાં થયેલી દાન ચોરી વિવાદ વચ્ચે રામલલાના દર્શન માટે ભક્તોની લાઈન હજુ પણ જોવા મળી રહી છે. ભક્તો દિલ ખોલી દાન પણ કરી રહ્યા છે. તો હવે રામ મંદિર માટે દાન પર કોણ નજર રાખી રહ્યું છે અને દાનના પૈસા કેવી રીતે ગણાઈ રહ્યા છે. તેના વિશે વાત કરીએ.

Breaking News : રામ મંદિર માટે દાન પર હવે કોણ નજર રાખી રહ્યું છે, દાનના પૈસા કેવી રીતે ગણાઈ રહ્યા છે?
Image Credit source: AI
| Updated on: Jun 29, 2026 | 8:44 AM
Share

રામ મંદિરમાં દાનની ચોરીને લઈ ધમાલ મચી છે. એસઆઈટીની તપાસ બાદ એફઆઈઆર, ધરપકડ અને દરોડા હજુ ચાલું છે. આ બધા વિવાદો વચ્ચે મોટી સંખ્યામાં રામ ભક્તો રામ મંદિરના દર્શન કરવા માટે આવી રહ્યા છે પરંતુ લોકોના મનમાં દાનના પૈસાને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તો તમને જણાવી દઈએ કે, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા પછી રામ મંદિરમાં દાનની ગણતરી ચાલું છે. આ માટે સંપૂર્ણ રીતે પારદર્શિતા જોવા મળી રહી છે.

જાણકારી મુજબ ગોપાલજી રાવની દેખરેખમાં દાનની ગણતરી કરવામાં આવી રહી છે. ગોપાલજી રાવે દાન પેટ્ટી ખોલી અને વીડિયોગ્રાફી વચ્ચે પૈસા કાઢી કાઉન્ટિંગ રુમમાં લઈ જવામાં આવ્યા છે.

ગોપાલ રાવ સાથે પણ SITએ પુછપરછ કરી

રામ મંદિરમાં હવે ટ્રેસ્ટના વિશેષ આમંત્રિત સભ્ય ગોપાલ જી રાવ પૈસાની દેખરેખ કરી રહ્યા છે. ચઢાવા ચોરી મામલે ગોપાલજી રાવ સાથે પણ SITએ પુછપરછ કરી હતી. સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ રવિવારના રોજ રામ મંદિરમાં ચઢાવા બાદ ગોપાલ રાવે દાન પેટી ખોલી અને તેની ગણતરી કરવા માટે વીડિયોગ્રાફી કરાવી હતી.

સીસીટીવીથી દેખરેખ

દાનપેટીમાંથી રોકડ ઉપાડવામાં આવે ત્યારથી ગણતરી પૂર્ણ થાય ત્યાં સુધી, સુરક્ષા પગલાં ઢીલ આપવામાં આવી નથી. સમગ્ર પરિસર અને ગણતરી ટેબલ હાઇ-ડેફિનેશન સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ છે. આ સાથે કેમેરાના બ્લાઈન્ડ સ્પોર્ટસ પણ સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવ્યા છે. જેનાથી કોઈ પણ કેમેરાની આડમાં નોટને આમ-તેમ ન કરી શકે. આ દરમિયાન ગોપાલ રાવની સાથે સાથે સંબંધિત બેન્કના વિશેષ રુપથી અધિકૃત કરેલા કર્મચારીઓ પણ હાજર રહ્યા છે.

79.85 લાખ વસૂલ કરવામાં આવ્યા

પ્રાથમિક તપાસ બાદ, SIT મોટા પાયે તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, અને અંદાજે 79.85 લાખ વસૂલ કરવામાં આવ્યા છે. આ કેસ પ્રકાશમાં આવ્યા બાદ, ટ્રસ્ટની કામગીરી, FIR દાખલ કરવામાં વિલંબ અને વસૂલાત પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા થયા છે.

રામ મંદિર એ અયોધ્યામાં આવેલ એક હિન્દુ મંદિર છે. જે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનાવવામાં આવી રહ્યું છે.  અહી ક્લિક કરો

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">