Breaking News : ખરાબ હવામાન વચ્ચે ઉત્તરાખંડના જોશીમઠમાં હેલિકોપ્ટર ક્રેશ, 6નાં મોત
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બદ્રીનાથ ધામથી પરત ફરી રહેલા એક હેલિકોપ્ટરનું લોકેશન અચાનક ક્રેશ થયાની માહિતી સામે આવી છે. ખરાબ હવામાન વચ્ચે વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગની ટીમો હેલિકોપ્ટરની શોધખોળમાં લાગી ગઈ છે.

ઉત્તરાખંડના જોશીમઠ પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટર બદ્રીનાથ ધામથી પરત ફરી રહ્યું હતું. હેલિકોપ્ટરમાં પાયલટ સહિત કુલ છ લોકો સવાર હતા. જેમાં પાંચ મુસાફરોનો સમાવેશ થતો હતો. આ દુર્ઘટનામાં તમામ છ લોકોનાં મોત થયાં છે. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રની ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. હેલિકોપ્ટરની શોધખોળ માટે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બદ્રીનાથ ધામમાં દર્શન કર્યા બાદ પરત ફરી રહેલું એક હેલિકોપ્ટર જોશીમઠ વિસ્તારમાં અચાનક ગુમ થયું હતું. સૂત્રો અનુસાર, હેલિકોપ્ટર બદ્રીનાથથી ઉડાન ભરીને પરત ફરી રહ્યું હતું. આ દરમિયાન જોશીમઠના મારવાડી વિસ્તાર નજીક ચાઈ ગામની પહાડી પાસે હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
A #TransBharatAviation helicopter carrying five people, including the pilot, crashed near #Joshimath while returning from #Badrinath. It had taken off at 2:15 PM amid heavy snowfall. Rescue operations are underway. #Uttarakhand #Badrinath #HelicopterCrash #Joshimath
— Siddhant Anand (@JournoSiddhant) October 30, 2026
ખરાબ હવામાનને કારણે સર્ચ ઓપરેશનમાં મુશ્કેલી
આ વિસ્તારમાં સતત વરસાદ અને ગાઢ વાદળોને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી છે. આથી રેસ્ક્યૂ ટીમોને હેલિકોપ્ટરની શોધખોળ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં ટીમો બદ્રીનાથ અને જોશીમઠ વચ્ચેના વિસ્તારમાં શોધખોળ અભિયાન ચલાવી રહી છે. હેલિકોપ્ટરમાં કેટલા લોકો સવાર હતા અને તેમની હાલત કેવી છે, તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગની ટીમો હેલિકોપ્ટરનું લોકેશન શોધવામાં વ્યસ્ત છે.
Chamoli, Uttarakhand: A helicopter returning from Badrinath Dham has gone missing between Badrinath Dham and Joshimath amid adverse weather conditions, according to information received from the Chamoli district administration https://t.co/iTHN20JcZV
— IANS (@ians_india) October 30, 2026
ઓક્ટોબરમાં બે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું
ઓક્ટોબર મહિનામાં પણ ચારધામ યાત્રા દરમિયાન બે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક ઘટના રુદ્રપ્રયાગમાં ખરાબ હવામાનને કારણે બની હતી, જ્યારે બીજી ઘટના ટિહરીમાં ટેકનિકલ ખામીને કારણે બની હતી. બંને કિસ્સામાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
