AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારતના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સાથે જોડાયેલી ફાઇલો ગાયબ ! દાવો- સીક્રેટ માહિતી ડાર્ક વેબ પર પોસ્ટ

કુડનકુલમ પરમાણુ ઉર્જા પ્લાન્ટ ભારતના સાત પરમાણુ પ્લાન્ટ્સમાં સૌથી મોટો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશની પરમાણુ ઉર્જા ક્ષમતા વધારવાની યોજનાનો એક અત્યંત મહત્વનો ભાગ છે.

Breaking News: ભારતના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સાથે જોડાયેલી ફાઇલો ગાયબ ! દાવો- સીક્રેટ માહિતી ડાર્ક વેબ પર પોસ્ટ
| Updated on: Jul 15, 2026 | 6:02 PM
Share

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રૅન્સમવેર ગ્રુપ ‘વર્લ્ડ લીક્સ’ દ્વારા ડાર્ક વેબ પર ભારતના સૌથી મોટા પરમાણુ ઉર્જા પ્લાન્ટ ‘કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ’ સાથે જોડાયેલા હજારો દસ્તાવેજો અપલોડ કરવામાં આવ્યા છે. આ દસ્તાવેજોમાં પ્લાન્ટના કેટલાક ભાગોની કથિત બ્લુપ્રિન્ટ, સપ્લાયર્સની માહિતી, બેઠકોની વિગતો અને વીમા (ઇન્સ્યોરન્સ) ના દસ્તાવેજો સામેલ હોવાનું કહેવાય છે.

વર્લ્ડ લીક્સનો દાવો છે કે આ ડેટા અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીનો છે. જો કે, આ દસ્તાવેજો કેટલા સાચા છે તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. અહેવાલ મુજબ, રિલાયન્સ ગ્રુપે સ્વીકાર્યું છે કે થર્ડ પાર્ટી ડેટા સેન્ટર સર્વિસ પ્રોવાઇડર ‘Yotta’ ના સર્વર પર તેના ડેટામાં આંશિક સેંધ મારવામાં આવી હતી. કંપનીએ જણાવ્યું કે આ ઘટનાની જાણ સરકારને કરી દેવામાં આવી છે, પરંતુ કયો ડેટા પ્રભાવિત થયો છે તેની સ્પષ્ટતા કરી નથી.

જણાવી દઈએ કે કુડનકુલમ પરમાણુ ઉર્જા પ્લાન્ટ ભારતના સાત પરમાણુ પ્લાન્ટ્સમાં સૌથી મોટો છે. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ પ્રોજેક્ટની યુનિટ-3 અને યુનિટ-4 ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર (બુનિયાદી ઢાંચા) ના નિર્માણ માટેનું કોન્ટ્રાક્ટર છે. આ બંને યુનિટ્સ વર્ષ 2027 સુધીમાં ચાલુ થવાની આશા છે અને તેનાથી સંયુક્ત રીતે 2,000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે.

અહેવાલ અનુસાર, ડાર્ક વેબ પર અપલોડ કરાયેલી 8.58 લાખ ફાઇલોમાંથી અંદાજે 19,000 ફાઇલો સૌથી વધુ સંવેદનશીલ માનવામાં આવી રહી છે. જેમાં યુનિટ-3 અને યુનિટ-4 ના વેન્ટિલેશન અને કૂલિંગ સિસ્ટમના કથિત બ્લુપ્રિન્ટ, કોમન કંટ્રોલ રૂમનો સંપૂર્ણ ફ્લોર લેઆઉટ, સપ્લાયર્સની યાદી, સાધનોના ફોટોગ્રાફ્સ સાથેના સંયુક્ત નિરીક્ષણના રિપોર્ટ અને વીમા પોલિસી સંબંધિત દસ્તાવેજો સામેલ છે.

દસ્તાવેજોમાં કથિત રીતે એવો પણ ઉલ્લેખ છે કે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCIL) એ એક એવો વીમો લીધો હતો, જેના હેઠળ જો યુનિટ-3 કે યુનિટ-4 પર આતંકી હુમલો થાય છે, તો 11.2 કરોડ ડોલર સુધીના વીમા ક્લેમનો દાવો કરી શકાય છે.

‘ન્યુક્લિયર થ્રેટ ઇનિશિયેટિવ’ (NTI) ના વરિષ્ઠ નિયામક નિકોલસ રોથે જણાવ્યું હતું કે, જો આવા દસ્તાવેજો ખરેખર ખોટા હાથોમાં પહોંચી જાય, તો તેનાથી પ્લાન્ટની સહાયક પ્રણાલીઓ, સપ્લાય ચેઈન અને સુરક્ષા વ્યવસ્થાની નબળાઈઓ જાણી શકાય છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર જોખમ ઊભું કરી શકે છે.

બીજી તરફ, Yotta કંપનીએ જણાવ્યું હતું કે તેણે ૨૯ મેના રોજ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સર્વર પર શંકાસ્પદ પ્રવૃત્તિ જોઈ હતી, જેને તરત જ રોકી દેવામાં આવી હતી અને સંભવિત રૅન્સમવેર હુમલાને નિષ્ક્રિય કરી દેવાયો હતો. જો કે, જૂનના અંતમાં રિલાયન્સે તેમને જણાવ્યું કે બહારના સાયબર હુમલાખોરોએ ડેટા ચોરીનો દાવો કર્યો છે. Yotta નું કહેવું છે કે તેઓ આ દાવાઓની પુષ્ટિ કરી શક્યા નથી, પરંતુ તેમણે પોતાનો ટેકનિકલ તપાસ રિપોર્ટ રિલાયન્સને સોંપી દીધો છે અને તપાસમાં સહકાર આપી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, NPCIL આ ઘટના અંગે રિલાયન્સના સંપર્કમાં છે અને ભારતની સાયબર સુરક્ષા એજન્સી CERT-In પણ આ મામલાની તપાસ કરી રહી છે. જો કે, પરમાણુ ઉર્જા વિભાગ (DAE), CERT-In, NPCIL અને વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.

જણાવી દઈએ કે ‘વર્લ્ડ લીક્સ’ એ જ રૅન્સમવેર ગ્રુપ છે જેણે અગાઉ નાઇકી અને ટાટા ગ્રુપને પણ નિશાન બનાવ્યા હતા. જૂન મહિનામાં આ ગ્રુપે દાવો કર્યો હતો કે તેણે ટાટા ગ્રુપ પાસેથી ચોરેલા ડેટાના બદલામાં 15 લાખ ડોલરની ખંડણી માંગી હતી અને ખંડણી ન મળતા ડેટા સાર્વજનિક કરી દીધો હતો.

અહેવાલમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે ભારતમાં સાયબર હુમલાનું જોખમ સતત વધી રહ્યું છે. સાયબર સુરક્ષા કંપની Surfshark ના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે 2.89 કરોડ ભારતીય ખાતાઓનો ડેટા લીક થયો હતો, જેનાથી ભારત વિશ્વમાં ડેટા લીકના મામલામાં ત્રીજા સ્થાને રહ્યું હતું. કુડનકુલમ પ્લાન્ટનું નામ સાયબર ઘટના સાથે જોડાયું હોય તેવું આ પહેલીવાર નથી, અગાઉ 2019માં પણ આ પ્લાન્ટના એડમિનિસ્ટ્રેટિવ નેટવર્ક પર ઉત્તર કોરિયા સાથે જોડાયેલા હેકર ગ્રુપના માલવેરની ભાળ મળી હતી.

Emirates Airlines: ભારતીયો માટે અમીરાત એરલાઇન્સની વિશેષ યોજના, EMIથી પણ કરી શકશો મુસાફરી

Follow Us
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
g clip-path="url(#clip0_868_265)">