AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સુરતમાં ડ્રગ્સ માફિયાઓ સામે SOGની લાલ આંખ, પેડલરોની માહિતી આપવા WhatsApp હેલ્પલાઇન શરૂ

ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ માફિયાઓ અને પેડલરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે. આ અંતર્ગત સુરત SOG દ્વારા ડ્રગ્સ પેડલરોની માહિતી મેળવવા માટે ખાસ WhatsApp હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે.

Breaking News: સુરતમાં ડ્રગ્સ માફિયાઓ સામે SOGની લાલ આંખ, પેડલરોની માહિતી આપવા WhatsApp હેલ્પલાઇન શરૂ
surat Drug Peddlers
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2026 | 2:30 PM
Share

સુરતમાં ડ્રગ્સના નેટવર્કને નાબૂદ કરવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રીની સૂચના બાદ ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ માફિયાઓ અને પેડલરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે. આ અંતર્ગત સુરત SOG દ્વારા ડ્રગ્સ પેડલરોની માહિતી મેળવવા માટે ખાસ WhatsApp હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. નાગરિકો આ નંબર પર ડ્રગ્સ પેડલરોના નામ, લોકેશન અને ફોટા મોકલી શકશે. માહિતી આપનાર વ્યક્તિની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.

અમરોલી, મોટા વરાછા સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ

ડ્રગ્સના વેચાણ અને હેરાફેરી પર અંકુશ મેળવવા માટે સુરત પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને વોચ વધારવામાં આવી છે. અમરોલી, મોટા વરાછા, રાંદેર, પાંડેસરા, લાલગેટ અને અઠવા સહિતના વિસ્તારોને ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. પોલીસ દ્વારા શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવાની સાથે ડ્રગ્સના નેટવર્ક સાથે સંકળાયેલા લોકોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

2026માં સુરત પોલીસે નોંધ્યા 270 NDPS કેસ

મહત્વનું છે કે વર્ષ 2026માં 18 નવેમ્બર સુધી સુરત પોલીસે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ 270 NDPS કેસ નોંધ્યા છે. આ કેસોમાં મેફેડ્રોન, ગાંજો, હેરોઈન અને અફીણ સહિત કુલ ₹3,30,15,501ની કિંમતનો નશાકારક મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ કેસોમાં કુલ 337 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

550થી વધુ ડ્રગ્સ પેડલરો પર પોલીસની નજર

સુરત પોલીસ દ્વારા હાલ 550થી વધુ ડ્રગ્સ પેડલરોની યાદી તૈયાર કરીને તેમના પર નજર રાખવામાં આવી રહી છે. નોંધાયેલા 270 NDPS કેસોમાંથી 230 કેસ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કાર્યરત નાર્કોટિક્સ સ્ક્વોડ દ્વારા કરવામાં આવ્યા છે. પોલીસ હવે ડ્રગ્સના સપ્લાયથી લઈને તેના વેચાણ સુધીના નેટવર્કને તોડવા માટે વધુ સક્રિય બની છે.

ડ્રગ્સના નાણાંથી ખરીદેલી સંપત્તિ પણ જપ્ત થશે

પોલીસ દ્વારા ડ્રગ્સના વેચાણ અને હેરાફેરીથી મેળવેલા નાણાંનો ઉપયોગ કરીને ખરીદવામાં આવેલી સંપત્તિઓ અને વાહનો જપ્ત કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને વારંવાર ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા પેડલરો સામે PASA, તડીપાર અને GUJCTOC હેઠળ કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

સુરત પોલીસનો હેતુ માત્ર ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરવાનો જ નહીં, પરંતુ શહેરમાં ડ્રગ્સના સમગ્ર નેટવર્કને તોડી પાડવાનો છે. આ માટે નાગરિકોને પણ પોલીસને માહિતી આપીને અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

Breaking News : સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર, ગુજરાત પોલીસ વર્ગ-3માં ભરતીની જાહેરાત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">