Breaking News : ટ્વિટરનું મોટું પગલું, કેન્દ્ર સરકારની માંગ બાદ, ભારતમાં પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ કરાયું બ્લોક

ભારત સરકારની માંગ બાદ ટ્વિટર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. કાયદાને ટાંકીને, ભારત સરકારે દેશમાં દેખાતા પાકિસ્તાન સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલને બ્લોક કરવાની માંગ કરી હતી.

Breaking News : ટ્વિટરનું મોટું પગલું, કેન્દ્ર સરકારની માંગ બાદ, ભારતમાં પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ કરાયું બ્લોક
Follow Us:
| Updated on: Mar 30, 2023 | 7:44 AM

ગુરુવારે એક મોટું પગલું ભરતા ટ્વિટરે ભારતમાં દેખાતા પાકિસ્તાન સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલને બ્લોક કરી દીધું છે. હવે પછી પાકિસ્તાન સરકારનુ સત્તાવાર ટ્વિટર ભારતમાં જોવા નહીં મળે. દેશના કાયદાને ટાંકીને ભારતે પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટને બ્લોક કરવાની માંગ કરી હતી.

જોકે, પાકિસ્તાન સરકાર @GovtofPakistanનું ટ્વિટર હેન્ડલ ભારતમાં બ્લોક થયા બાદ યુએસ અને કેનેડામાં જોઈ શકાય છે. એવું નથી કે ટ્વિટર દ્વારા આવું પગલું પહેલીવાર લેવામાં આવ્યું છે. આ પહેલા પણ સોશિયલ મીડિયા કંપનીએ આ એકાઉન્ટને બ્લોક કરી દીધું હતું.

પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ, ભારતમાં કરાયું બ્લોક

ટ્વિટર દ્વારા લેવામાં આવેલા આ પગલા બાદ રોયટર્સે ભારત અને પાકિસ્તાનના આઈટી મંત્રાલયનો સંપર્ક કર્યો હતો, પરંતુ બંને સરકાર તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ખરેખર, અન્ય કંપનીઓની જેમ ટ્વિટરની પણ પોતાની પોલિસી છે. કંપની વિવિધ દેશોના કાયદાઓનું પાલન કરવા માટે બંધાયેલી છે. કોર્ટનો નિર્ણય હોય કે સરકારનો. આ અંતર્ગત ટ્વિટરે પાકિસ્તાન સરકારના ટ્વિટર હેન્ડલને ભારતમાં દેખાવાથી બ્લોક કરી દીધું છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">