AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઓડિશામાં Coromandel Express Train અકસ્માતમાં 50ના મોત, 350 યાત્રીઓ ઘાયલ, રાષ્ટ્રપતિ એ વ્યક્ત કર્યું દુ:ખ

ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે સાંજે કોરોમંડલ એક્સપ્રેસની માલસામાન ટ્રેન સાથે અથડામણમાં 350 લોકો ઘાયલ થયા છે અને 30 લોકોના મોત થયા છે. ચેન્નાઈ જતી સુપરફાસ્ટ ટ્રેનના પલટી ગયેલા કોચમાં ઘણા મુસાફરો ફસાયા હોવાની આશંકા છે.

Breaking News : ઓડિશામાં Coromandel Express Train અકસ્માતમાં 50ના મોત, 350 યાત્રીઓ ઘાયલ, રાષ્ટ્રપતિ એ વ્યક્ત કર્યું દુ:ખ
Coromandel Express Train Accident
| Updated on: Jun 02, 2023 | 11:43 PM
Share

Bahanaga : ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે સાંજે કોરોમંડલ એક્સપ્રેસની (Coromandel Express Train) માલસામાન ટ્રેન સાથે અથડામણમાં 350 લોકો ઘાયલ થયા છે અને 30 લોકોના મોત થયા છે. ચેન્નાઈ જતી સુપરફાસ્ટ ટ્રેનના પલટી ગયેલા કોચમાં ઘણા મુસાફરો ફસાયા હોવાની આશંકા છે. દક્ષિણ રેલ્વેના સીપીઆરઓએ જણાવ્યું કે અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા છે. આ સાથે જ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મૂર્મુ એ ટ્રેન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. જાણો આ ભયાનક અકસ્માતની અંગેની હમણા સુધીની અપડેટ્સ..

ટ્રેન દુર્ઘટનાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ભારતીય વાયુસેના પણ આ કામમાં લાગી ગઈ છે અને બચાવ માટે એરલિફ્ટિંગ માટે ભારતીય વાયુસેનાની મદદ લેવામાં આવી રહી છે. રેલ મંત્રી એ વળતરની જાહેરાત કરી છે, મૃત્યુના કિસ્સામાં ₹10 લાખ, ગંભીર ઇજાઓ માટે ₹2 લાખ અને નાની ઇજાઓ માટે ₹50,000. વડાપ્રધાન મોદી એ પીએમ રિલિફ ફંડમાંથી ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : Coromandel Express Train Accident : કોરોમંડલ એક્સપ્રેસ અને ગુડ્સ ટ્રેન અકસ્માતમાં 30ના મોત, PM મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા

  • ઇમરજન્સી કંટ્રોલ રૂમ: 6782262286
  • હાવડા: 033-26382217
  • ખડગપુર: 8972073925, 9332392339
  • બાલાસોર: 8249591559, 7978418322
  •  કોલકાતા શાલીમાર: 9903370746
  • રેલમદદ: 044- 2535 4771
  •  ચેન્નાઈ સેન્ટ્રલ રેલ્વે: 044- 25330952, 044-25330953 અને 044-25354771

ભયાનક ટ્રેન અકસ્માતની હમણા સુધીની અપડેટ

  • ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે લગભગ 6.51 વાગ્યે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો.
  • બહનાગા સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ (12841) , માલસામાન ટ્રેનનું ઇન્ટરકનેક્શન વચ્ચે ટક્કર થઈ પાછળથી આવતી એક ટ્રેન પણ અથડાઈ.
  • રેલ મંત્રી એ વળતરની જાહેરાત કરી, મૃત્યુના કિસ્સામાં ₹10 લાખ, ગંભીર ઇજાઓ માટે ₹2 લાખ અને નાની ઇજાઓ માટે ₹50,000.
  • વડાપ્રધાન મોદી એ પીએમ રિલિફ ફંડમાંથી ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
  • રાહત અને બચાવ કાર્ય માટે 50 એમ્બ્યુલ્સ અને 700 જવાનો ઘટના સ્થળે પહોંચ્યા.
  • કુલ 15 ડબ્બા પાટા પરથી હટી ગયા. જેમાં 7 ડબ્બા પટલી ગયા અને 4 ડબ્બા રેલ બાઉન્ડ્રીની બહાર જતા રહ્યા.
  • અકસ્માતને કારણે રેલ્વેએ છ ટ્રેનો રદ કરી છે, જ્યારે પાંચને ડાયવર્ટ કરવામાં આવી છે. પુરી એક્સપ્રેસ 12837, યશવંતપુર એક્સપ્રેસ 12863, સંતરાગાચી પુરી સ્પેશિયલ 02837, શાલીમાર સંબલપુર 20831, ચેન્નાઈ મેલ 12839 રદ કરવામાં આવી છે.
  • ઓડિશાના મુખ્યમંત્રી પટનાયક, લોકસભા ઓમ બિરલા, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ઉપરાષ્ટ્રપતિ ધનખડ અને કેજરીવાલ જેવા નેતાઓએ દુખ વ્યક્ત કર્યું હતું.

મોટા નેતાઓ એ અકસ્માત પર આપી આવી પ્રતિક્રિયા

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">