Coromandel Express Train Accident : કોરોમંડલ એક્સપ્રેસ અને ગુડ્સ ટ્રેન અકસ્માતમાં 30ના મોત, PM મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
Coromandel Express Train Accident: આ ટ્રેન ચેન્નાઈ સેન્ટ્રલથી કોલકાતાના શાલીમાર રેલ્વે સ્ટેશન સુધી ચાલે છે. શુક્રવારે સાંજે ઓડિશાના બાલાસોર પાસે તેના પાટા પરથી ઉતરી જવાની માહિતી મળી રહી છે.
Coromandel Express Train Accident: હાવડાથી ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનમાં (Coromandel Express Train) શુક્રવારે સાંજે એક મોટો અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આ ટ્રેન ઓડિસાના બાલાસોરથી લગભગ 40 કિમી દૂર એક માલગાડી સાથે અથડાઈ હતી. માલગાડી સાથે અથડાયા બાદ 3 સ્લીપર કોચ સિવાય બાકીના કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. પ્રારંભિક માહિતીમાં આ કોચની સંખ્યા 18 જણાવવામાં આવી રહી છે. આ ટ્રેન દુર્ઘટનામાં 30 લોકોના મોતના પ્રાથમિક સમાચાર છે. અને આશરે 179 લોકો ઘાયલ થયાના પણ સમાચાર મળી રહ્યા છે.
પીએમ મોદીએ ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી
Distressed by the train accident in Odisha. In this hour of grief, my thoughts are with the bereaved families. May the injured recover soon. Spoke to Railway Minister @AshwiniVaishnaw and took stock of the situation. Rescue ops are underway at the site of the mishap and all…
— Narendra Modi (@narendramodi) June 2, 2023
જાણવા મળ્યું છે કે આ કોચમાં મોટી સંખ્યામાં મુસાફરો ફસાયા છે, જેમને બચાવવા માટે સ્થાનિક લોકો એકઠા થયા છે. આ ટ્રેન ચેન્નાઈ સેન્ટ્રલથી કોલકાતાના શાલીમાર રેલ્વે સ્ટેશન સુધી ચાલે છે. જણાવવામાં આવી રહ્યું છે કે શુક્રવારે સાંજે ઓડિશાના બાલાસોર પાસે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન એક માલગાડી સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
બંને ટ્રેનો એક જ લાઈન પર આવી
આ ઘટના કેવી રીતે બની તે અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે બંને ટ્રેનો એક જ લાઈનમાં આવવાને કારણે આ ભયાનક દુર્ઘટના થઈ છે. જાણવા મળી રહ્યું છે કે સિગ્નલ ફેલ થવાના કારણે બંને ટ્રેનો એક જ ટ્રેક પર આવીને ટકરાઈ હતી.
આ અથડામણમાં કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનને ભારે નુકસાન થયું હતું. લગભગ આખી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. ઘણા લોકો આમાં ફસાયા છે, જેમને સ્થાનિક લોકો બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ બની હતી.