AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય વાયુસેનાની બહાદુરી, સુદાનમાં રાત્રીના અંધારામાં પ્લેન લેન્ડ કરી ભારતીયોને પરત લવાયા

અહેવાલો અનુસાર, 27/28 એપ્રિલ 2023 ની રાત્રે હાથ ધરવામાં આવેલા એક સાહસિક ઓપરેશનમાં, ભારતીય વાયુસેનાના એક C-130J વિમાને વાડી સૈયદનાની એક નાની હવાઈપટ્ટીમાંથી 121 લોકોને બચાવ્યા હતા.

ભારતીય વાયુસેનાની બહાદુરી, સુદાનમાં રાત્રીના અંધારામાં પ્લેન લેન્ડ કરી ભારતીયોને પરત લવાયા
bravery of the Indian Air Force shown in Sudan
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2023 | 9:45 AM
Share

સુદાનના ગૃહયુદ્ધમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે સરકારે ઓપરેશન કાવેરી શરૂ કર્યું છે. આ અંતર્ગત ભારતીય વાયુસેનાના સી-130 જે હેવી-લિફ્ટ એરક્રાફ્ટે 27-28 એપ્રિલની રાત્રે સુદાનથી 121 લોકોને બચાવ્યા હતા. આ ઐતિહાસિક ઓપરેશનમાં એરફોર્સનું હેવી-લિફ્ટ એરક્રાફ્ટ વાડી સૈયદનાની એક નાની હવાઈ પટ્ટી પર લેન્ડિંગ લાઈટ્સ વિના ઉતર્યું હતું.

તમને જણાવી દઈએ કે આ ઐતિહાસિક પરાક્રમ કરવા માટે પાઈલટોએ રાત્રે લેન્ડિંગ માટે નાઈટ વિઝન ગોગલ્સ (NVG)નો ઉપયોગ કર્યો હતો. જેથી તેઓ ઉતરણની ચોક્કસ જગ્યા જાણી શકે. આ ઓપરેશનમાં સુદાનમાંથી 121 લોકોને બચાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ એરસ્ટ્રીપ હિંસા પ્રભાવિત સુદાનની રાજધાની ખાર્તુમથી લગભગ 40 કિમી ઉત્તરમાં છે.

નાની એરસ્ટ્રીપ પર મોટો કારનામો

અહેવાલો અનુસાર, 27/28 એપ્રિલ 2023ની રાત્રે હાથ ધરવામાં આવેલા એક સાહસિક ઓપરેશનમાં, ભારતીય વાયુસેનાના એક C-130J વિમાને વાડી સૈયદનાની એક નાની હવાઈપટ્ટીમાંથી 121 લોકોને બચાવ્યા હતા. આ લોકો પાસે સુદાન બંદર સુધી પહોંચવાનું કોઈ સાધન નહોતું. કાફલાનું નેતૃત્વ ભારતીય સંરક્ષણ એટેચી દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ વાડી સૈયદના ખાતેની હવાઈ પટ્ટી પર પહોંચ્યા ત્યાં સુધી ભારતીય વાયુસેનાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતા.

નાઇટ વિઝન ગોગલ્સનો ઉપયોગ

એરફોર્સે અહેવાલ આપ્યો કે એરસ્ટ્રીપ તરફ આગળ વધતી વખતે, ક્રૂએ તેમના ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ/ઇન્ફ્રા-રેડ સેન્સર્સનો ઉપયોગ કરીને નક્કી કર્યું કે રનવે સ્પષ્ટ છે. આ જોયા પછી, એરક્રુએ અંધારી રાતમાં નાઇટ વિઝન ગોગલ્સનો ઉપયોગ કર્યો.

ભારતીય વાયુસેનાનું ઐતિહાસિક પરાક્રમ

જણાવી દઈએ કે ઓપરેશન કાવેરીમાં બચાવાયેલા 121 લોકોમાં એક ગર્ભવતી મહિલા પણ હતી. લેન્ડિંગ પછી પણ, એરક્રાફ્ટના એન્જિન ચાલુ રહ્યા હતા, જ્યારે આઈએએફ ગરુડના આઠ કમાન્ડોએ મુસાફરો અને તેમના સામાનને બોર્ડમાં રાખવામાં મદદ કરી હતી. IAFએ કહ્યું કે વાડી સૈયદના અને જેદ્દાહ વચ્ચે લગભગ અઢી કલાકનું આ ઓપરેશન ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં તેના ઐતિહાસિક પરાક્રમ માટે જાણીતું હશે. જેમ કાબુલમાં થયું હતું.

ભારતે શરૂ કર્યું ઓપરેશન કાવેરી

ભારતીય વાયુસેનાએ ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા સત્તા પર કબજો કર્યા બાદ કાબુલમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે સમાન ઓપરેશન હાથ ધર્યું હતું. તે જ સમયે, ભારતે સુદાનથી ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે આ અઠવાડિયાની શરૂઆતમાં ‘ઓપરેશન કાવેરી’ શરૂ કર્યું હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">