Rajkot: સુદાનથી રેસ્ક્યુ કરાયેલા 30 લોકોની વતન વાપસી, બસપોર્ટ પર આત્મજનોના મિલાપથી ભાવુક દ્રશ્યો સર્જાયા
આજે અમે પાંચ દિવસે ઘરે પહોંચ્યા છીએ પરંતુ આટલી ખુશી અમને જીવનમાં ક્યારેય મળી નથી. આ તકે તેમના પરિવાજનો ઉપરાંત 80 વર્ષના રંજનબેન અંબાલાલ, 70 વર્ષીય સુનંદા જૂઠાની એ રાજકોટ વતન હેમખેમ પહોંચાડવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્ય સરકાર, તેમજ રાજકોટ કલેકટર અને જિલ્લા વહીવટી તંત્રનો પણ ખાસ આભાર માન્યો હતો.
ધરતીનો છેડો ઘર, સામાન્ય સંજોગોમાં વ્યકિત વતન આવે ત્યારે ખુશી તો થાય જ, પરંતુ જયારે જીવના જોખમે પરત ફરે ત્યારે તેનો આનંદ અને ઉત્સાહ કંઈક અલગ જ હોય છે, જાન હૈ તો જહાંન હૈ, અમે સૌ બધું જ છોડીને વતન પરત ફર્યા છે અને આટલી ખુશી અમને જીવનમાં પહેલી વાર થઈ છે. સુદાનની પ્રવર્તમાન પરિસ્થિતમાં ફસાયેલા ભારતીયોને રેસ્ક્યુ કરી પરત લાવવા ”ઓપરેશન કાવેરી” અભિયાન શરુ કરાયેલ છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા તેઓને ઘર સુધી પહોંચાડવા પરિવહનની વ્યવસ્થા દ્વારા કરવામાં આવી હોઈ પ્રથમ બેચમાં રાજકોટના 30 જેટલા લોકો તેમના પરિવાર સાથે આજરોજ રાજકોટ બસપોર્ટ ખાતે આવી પહોંચતા ઢોલ નગારાના તાલ વચ્ચે મેયર ડો. પ્રદીપ ડવ તેમજ ધારાસભ્ય ડો. દર્શિતા શાહે તેઓનું હાર પહેરવી, પુષ્પગુચ્છ આપી સ્વાગત કરતા ખુબ ખુશીની લાગણી તેઓએ વ્યક્ત કરી હતી.
પીએમ મોદીની માન્યો આભાર
સુદાનથી પરત ફરતા યાત્રીઓની આ તકે હેમખેમ વતન પરત ફરતા તેમના પરિજનો વચ્ચે મિલાપ સાથે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતાં. વિપુલચંદ્ર મહેતા તેમના પરિવારના પાંચ વ્યક્તિઓ સાથે સુખરૂપ પહોંચતા જણાવ્યું હતું કે, અમને વિદેશ મંત્રાલય દ્વારા સુંદર વ્યવસ્થા કરી આપી, પોર્ટ પર ફૂડ પેકેટ્સ, પાસપોર્ટ સહીત અમારા પરિવારને ડિપોર્ટ કરવામાં તમામ મદદ કરી હતી.
પાંચ દિવસે ઘરે પહોંચ્યા છીએ પરંતુ આટલી ખુશી અમને જીવનમાં ક્યારેય મળી નથી
આજે અમે પાંચ દિવસે ઘરે પહોંચ્યા છીએ પરંતુ આટલી ખુશી અમને જીવનમાં ક્યારેય મળી નથી. આ તકે તેમના પરિવાજનો ઉપરાંત 80 વર્ષના રંજનબેન અંબાલાલ, 70 વર્ષીય સુનંદા જૂઠાની એ રાજકોટ વતન હેમખેમ પહોંચાડવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્ય સરકાર, તેમજ રાજકોટ કલેકટર અને જિલ્લા વહીવટી તંત્રનો પણ ખાસ આભાર માન્યો હતો.આ તકે જિલ્લા વહીવટી તંત્ર વતી નાયબ કલેકટર સુરજ સુથાર, મામલતદાર (દક્ષિણ) એચ.એન.પરમાર,સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…