દિલ્હીમાં CRPF સ્કૂલ પાસે ભેદી બ્લાસ્ટ, વાહનોના કાચ તૂટ્યા, ઘટના સ્થળેથી સફેદ પાવડર મળ્યો

|

Oct 20, 2024 | 2:20 PM

દિલ્હીના રોહિણી વિસ્તારમાં ભેદી બ્લાસ્ટથી લોકો હચમચી ગયા હતા. પોલીસે આ ભેદી ઘડાકા અંગે તપાસ અર્થે એફએસએલની ટીમને ઘટનાસ્થળે બોલાવી છે. તપાસ બાદ જ સમગ્ર મામલો શું છે તે સ્પષ્ટ થશે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રશાંત વિહાર સ્થિત CRPF સ્કૂલની દિવાલ પાસે એક શંકાસ્પદ વિસ્ફોટ થયો હતો.

દિલ્હીમાં CRPF સ્કૂલ પાસે ભેદી બ્લાસ્ટ, વાહનોના કાચ તૂટ્યા, ઘટના સ્થળેથી સફેદ પાવડર મળ્યો

Follow us on

દિલ્હીના રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં, આજે સવારે ભેદી વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. પ્રચંડ ભેદી ઘડાકો  સંભળાયા બાદ લોકોમાં ગભરાટ ફેલાયો હતો. અહીં CRPF સ્કૂલની દિવાલ પાસે વિસ્ફોટનો પ્રંચડ અવાજ સંભળાયો છે. વિસ્ફોટ બાદ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. માહિતી મળતા જ પોલીસ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે વિસ્ફોટની વૈજ્ઞાનિક તપાસ અર્થે નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે. માત્ર તેઓ જ કહી શકશે કે વિસ્ફોટ શાના કારણે થયો અને કેવી રીતે થયો. વિસ્ફોટની સાથે સંભવિત આગના ભયને કારણે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

તપાસ દરમિયાન દિલ્હી પોલીસને CRPF શાળાની દિવાલ પર સફેદ પાવડર મળ્યો હતો. આ ઘટના અંગે વિસ્ફોટક ધારા હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના એડિશનલ કમિશનર પ્રમોદ કુશવાહા, એડિશનલ કમિશનર રાજીવ રંજન અને 150થી વધુ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોચ્યા હતા અને તપાસને દિશા માર્ગદર્શન આપ્યુ હતું. ભેદી વિસ્ફોટની જાણ થતા જ સ્પેશિયલ સીપી, સ્પેશિયલ સેલ આરપી ઉપાધ્યાય પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતો..

ઘટના વિસ્તાર સીલ કરી દેવાયો

જો કે સારી વાત એ છે કે, આ વિસ્ફોટમાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ પણ ઘટનાની તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, નજીકમાં પાર્ક કરાયેલા વાહનોના કાચ તૂટી ગયા હતા. વહેલી સવારે વિસ્ફોટનો અવાજ સાંભળીને લોકો ભયભીત થઈ ગયા હતા. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, જ્યાં આ ઘટના બની તે વિસ્તારને હાલમાં સીલ કરી દેવામાં આવ્યો છે. તપાસ કરવામાં આવી રહી છે.

ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?
લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની, જુઓ ફોટો
Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે
શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024
માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર

સવારે વિસ્ફોટ

દિલ્હી પોલીસે જણાવ્યું કે આજે રવિવારે સવારે લગભગ 7.40 વાગ્યે રોહિણીના પ્રશાંત વિહાર સ્થિત CRPF સ્કૂલની દિવાલ પાસે ભેદી વિસ્ફોટ થયો હતો. તેમને સવારે 7:47 વાગ્યે પીસીઆર કોલ દ્વારા માહિતી મળી, જેમાં કોલ કરનારે માહિતી આપી કે CRPF સ્કૂલ સેક્ટર 14 રોહિણી પાસે ખૂબ જ જોરદાર અવાજ સાથે વિસ્ફોટ થયો છે. માહિતી મળતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે, સંબધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ભેદી વિસ્ફોટને કારણે CRPF શાળાની દિવાલ ક્ષતિગ્રસ્ત જોવા મળી હતી અને ઘટના સ્થળેથ કશીક ગંધ આવી રહી હતી.

વિસ્ફોટને કારણે દુકાન અને કારના કાચ તૂટી ગયા

બ્લાસ્ટના સ્થળ નજીકની દુકાન અને ત્યાં પાર્ક કરેલી કાર અને અન્ય વાહનોના કાચ તૂટી ગયા હોવાનું જાણવા મળ્યું છે. વિસ્ફોટને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે જણાવ્યું કે, ભેદી ધડાકા બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ, એફએસએલ ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ઘટના સ્થળને કોર્ડન કરી લેવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. આ વિસ્ફોટ શેના કારણે થયો, તેમાં કોઈનુ કાવત્રુ હતું કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

Next Article