Gujarat Election 2022: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ હોદ્દેદારોને તમામ સમાજને સાથે રાખવાની ટકોર કરી

જે. પી. નડ્ડાએ કાર્યકરોને આગામી ચૂંટણી પહેલા નવા જોમ અને જુસ્સા સાથે તૈયારીઓમાં લાગી જવા આહ્વાન કર્યુ હતુ. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે જે પડકારો છે તે પડકારો સામેનો એક ગુરુમંત્ર જેપી નડ્ડાએ કાર્યકરોને આપ્યો હતો.

Gujarat Election 2022: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ હોદ્દેદારોને તમામ સમાજને સાથે રાખવાની ટકોર કરી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કરી ટકોર
Kinjal Mishra

| Edited By: Manasi Upadhyay

Sep 21, 2022 | 2:42 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) લઇ મિશન ગુજરાત પર ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં આવી રહ્યાં છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P. Nadda) પણ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. આ પ્રવાસના બીજા દિવસે જે.પી.નડ્ડાએ ગાંધીનગરમાં (Gandhinagar) ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે હોદ્દેદારો અને પદાધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી. જેમાં ચૂંટણીલક્ષી ચર્ચા કરવામાં આવી હતી, એટલું જ નહીં સાથે સાથે ગુજરાતમાં ચાલી રહેલા વિવિધ વિરોધના વંટોળને લઇ રાષ્ટ્રીય નેતાઓએ પ્રદેશ ભાજપના હોદ્દેદારોને ટકોર પણ કરી હતી અને તમામ સમાજને સાથે રાખવાની સલાહ આપી. સાથે સાથે તમામ લોકો વચ્ચે લો પ્રોફાઇલ બનીને રહેવા માટે પણ સલાહ આપી.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની (Assembly elections) તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તમામ રાજકીય પક્ષો પોત પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે. દરેક રાજકીય પક્ષોના દિગ્ગજોના ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે. ત્યારે સત્તાધારી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (J P Nadda) પણ ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે આ પ્રવાસનો આજે બીજો દિવસ છે.

રાજકોટથી  ફૂંક્યુ પ્રચારનું રણશિંગુ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુજરાત પ્રવાસ દરમિયાન રાજકોટથી પ્રચારનું બ્યૂગલ ફુંક્યુ છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ ન માત્ર લોકસભા, વિધાનસભા પરંતુ નગરપાલિકાઓ પણ જીતે છે. 2,720 નગરપાલિકાની બેઠકોમાંથી ભાજપે 2085 બેઠકો જીતી છે. જ્યારે તાલુકા પંચાયતોની 3,581 બેઠકો ભાજપે જીતી છે. દરેક ચૂંટણીમાં ભાજપની જીત પાછળ લાખો- કરોડો કાર્યકરોની મહેનત દેશના ખૂણેખૂણે દેખાય છે. આ જ રસ્તે ભાજપ ચાલશે તો કયારેય અટકશે નહીં. અહીં જે. પી. નડ્ડાએ નડ્ડાએ કાર્યકરોને આગામી ચૂંટણી પહેલા નવા જોમ અને જુસ્સા સાથે તૈયારીઓમાં લાગી જવા આહ્વાન કર્યુ હતુ. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે જે પડકારો છે તે પડકારો સામેનો એક ગુરુમંત્ર જેપી નડ્ડાએ કાર્યકરોને આપ્યો હતો.

ગમે ત્યારે જાહેર થઈ  શકે છે  ચૂંટણી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની (Gujarat Election) જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે, ત્યારે ફરી એકવાર કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતમાં આવશે. માહિતી મુજબ કેન્દ્રીય ચૂંટણી પંચ (Central Election Commission) આગામી 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. બે સભ્યોનું કમિશન રાજકીય પાર્ટીઓ સાથે બેઠક કરશે. તો સાથે રાજ્યના તમામ કલેકટરો સાથે પણ તેઓ બેઠક કરશે. મહત્વનું છે કે, ગુજરાત (Gujarat) મુલાકાત બાદ ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે.

 

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati