મહારાષ્ટ્ર : ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સલમાન ખુર્શીદનું પુસ્તક વિવાદમાં, ભાજપના આ નેતાએ નોંધાવી ફરિયાદ

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સલમાન ખુર્શીદના પુસ્તક ‘સનરાઈઝ ઓવર અયોધ્યાઃ નેશનહુડ ઇન અવર ટાઈમ્સ’ પર વિવાદ વધી રહ્યો છે. ભાજપના નેતા કદમે શુક્રવારે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવીને સલમાન ખુર્શીદ, રાશિદ અલ્વીની ધરપકડની માંગ કરી છે.

મહારાષ્ટ્ર : ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સલમાન ખુર્શીદનું પુસ્તક વિવાદમાં, ભાજપના આ નેતાએ નોંધાવી ફરિયાદ
BJP Leader Ram Kadam (File Photo)
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Nov 13, 2021 | 12:36 PM

Maharashtra : મહારાષ્ટ્રમાં ભાજપના નેતા રામ કદમે મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદના તાજેતરના પુસ્તક ‘સનરાઈઝ ઓવર અયોધ્યા’ (Sunrise Over Ayodahya) અને રાશિદ અલ્વીની ‘રામભક્તો’ પર કરેલી ટિપ્પણીની ટીકા કરી છે અને તેણે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં આ કોંગ્રેસ નેતા વિરુધ્ધ ફરિયાદ નોંધાવીને ધરપકડની માંગ કરી છે.

કોંગ્રેસ પાર્ટી દેશની “નવી મુસ્લિમ લીગ” છે

વધુમાં ભાજપ નેતા કદમે કહ્યું કે, “જ્યાં સુધી કોંગ્રેસ નેતાની (Congress leader) ધરપકડ કરવામાં નહિ આવે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે.” જો ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકાર આ નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરે તો અમે કોર્ટનો સંપર્ક કરીશું,” ઉપરાંત BJP IT સેલના પ્રભારી અમિત માલવિયાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીકા કરતાં કહ્યું હતું કે તેમણે સાબિત કર્યું છે કે કોંગ્રેસ પાર્ટી “નવી મુસ્લિમ લીગ” છે.

BJP પ્રભારી માલવિયાએ કોંગ્રેસ પાર્ટીની આકરી ટીકા કરી

વધુમાં BJP પ્રભારી માલવિયાએ (Malaviya) કહ્યું, “રાહુલ ગાંધીએ (Rahul Gandhi) હિન્દુઓ, હિન્દુત્વ અને હિન્દુત્વની વિચારધારાનું અપમાન કર્યું છે, તેમણે હિન્દુત્વને હિંસા પર આધારિત વિચારધારા ગણાવી છે,આ બધું આયોજનબદ્ધ રીતે કરવામાં આવી રહ્યું છે. પહેલા, સલમાન ખુર્શીદે પોતાના પુસ્તકમાં હિંદુ અને હિંદુત્વની તુલના ISIS ની વિચારધારા સાથે કરી, પછી રાશિદ અલ્વીએ ‘જય શ્રી રામ’ ના નારા લગાવતા લોકોને શૈતાન કહ્યા.”

આ નિવેદન બદલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ખુર્શીદે  વિવાદમાં ફસાયા

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સલમાન ખુર્શીદ તેમના તાજેતરના પુસ્તક “સનરાઇઝ ઓવર અયોધ્યા: નેશનહૂડ ઇન અવર ટાઇમ્સ” માં “હિંદુત્વનની આતંકવાદ(Terriorist)  સાથે તુલના કરવા” માટે વિવાદમાં ફસાયા હતા. અયોધ્યા ચુકાદા પર ખુરશીદનું નવું પુસ્તક ગયા અઠવાડિયે રિલીઝ થયું હતું. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ખુર્શીદે હિંદુત્વની સરખામણી ISIS જેવા કટ્ટરપંથી આતંકવાદી જૂથો સાથે કરી હતી. આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે દેશના સાત રાજ્યોમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

આ પણ વાંચો: Kangana ranautના નિવેદન સામે દેશભરમાં હંગામો, અનેક શહેરોમાં ફરિયાદો, ભાજપના નેતાઓએ પણ કરી ટીકા

આ પણ વાંચો: Maharashtra: ત્રિપુરા હિંસાના વિરોધમાં બંધનું એલાન બન્યું હિંસક ! નાંદેડ, માલેગાંવ અને અમરાવતીમાં તોડફોડ અને પથ્થરમારો, લગભગ 23 ઘાયલ; દુકાનો તોડી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati