‘કંગના રનૌતનું સન્માન, દેશના હીરોનું અપમાન’, શિવસેનાના સાંસદ સંજય રાઉતે સરકાર પર કર્યા આકરા પ્રહાર

વરુણ ગાંધી કહે છે કે કંગના નું માથું ફરી ગયું છે. તે કેમ બહેરી થઈ છે, એ તો ફક્ત NCBના વાનખેડે જ શોધી શકશે ! પણ જો આ જ કારણસર મોદી સરકારનું પણ માથુ ન ફરી ગયુ હોય તો રાજદ્રોહ બદલ કંગના ના તમામ રાષ્ટ્રીય પુરસ્કારો પાછા લઈ લેશે. વીરોનું અપમાન દેશ ક્યારેય સહન નહીં કરે.

'કંગના રનૌતનું સન્માન, દેશના હીરોનું અપમાન', શિવસેનાના સાંસદ સંજય રાઉતે સરકાર પર કર્યા આકરા પ્રહાર
Kangana Ranaut (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 12:44 PM

Maharashtra : બોલિવુડ ક્વીનના નિવેદનનો સમગ્ર દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે.ત્યારે શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં કંગનાની આકરી ટીકા કરી છે. વરુણ ગાંધી કહે છે, ‘કંગના માથું ફરી ગયુ છે. તે કયા કારણોસર બહેરી થઈ છે, તે ફક્ત એનસીબીના વાનખેડે (NCB Officer Sameer Wankhede) જ શોધી શકે તેમ છે !

મોદી સરકાર પણ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન ન કરવા માગતી હોય તો તેઓ આ રાજદ્રોહ બદલ કંગના ના તમામ રાષ્ટ્રીય પુરસ્કારો પાછા લઈ લેશે. દેશ આઝાદીનું અપમાન ક્યારેય સહન નહીં કરે !” આ શબ્દોમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે કંગના રનૌત અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

શિવસેનાના મુખપત્ર સામનામાં (Samana)  લખવામાં આવ્યું છે કે, ‘કંગના રનૌતે બોમ્બ ફોડ્યો છે જેનાથી ભાજપનો નકલી રાષ્ટ્રવાદ તૂટી ગયો. કંગનાએ નિવેદન આપ્યુ કે વર્ષ 1947માં ભારતને આઝાદી નથી મળી, પરંતુ ભીખ મળી છે. દેશને વાસ્તવિક આઝાદી વર્ષ 2014માં મળી એટલે ​​કે મોદી વડાપ્રધાન બન્યા પછી દેશને આઝાદી મળી. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારીઓનું આવુ અપમાન કોઈએ કર્યું નથી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

‘કંગના રનૌતનું સન્માન, હીરોનું અપમાન’

વધુમાં સામનામાં લખવામાં આવ્યું છે કે, ‘કંગનાને(Kangana Ranaut)  તાજેતરમાં સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’થી નવાજવામાં આવી હતી. અગાઉ આ સન્માન ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનાર વીરોને આપવામાં આવ્યું છે. એ જ હીરોનું અપમાન કરનાર કંગનાને એ જ સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવી એ દેશની કમનસીબી છે.

કંગનાએ અગાઉ પણ મહાત્મા ગાંધીનું અપમાન કર્યું હતું. તેમનો નાથુરામ પ્રેમ છલકાતો રહે છે. સામાન્ય રીતે તેમની બૂમો પર કોઈ બહુ ધ્યાન આપતું નથી. એક આના નો ગાંજો પીએ તો અનેક કલ્પનાઓ સુઝવા લાગે છે, આ વાત એકવાર તિલકે કહી હતી. કંગના ના કિસ્સામાં તિલકની વાત 100 ટકા સાચી સાબિત થાય છે.

મોદી સરકાર કંગનાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર પરત ખેંચે

સામના તંત્રીલેખમાં સાંસદ સંજય રાઉતે કંગના રનૌત પાસેથી પદ્મશ્રી એવોર્ડ પરત લેવાની માગ કરી છે. સામનામાં લખવામાં આવ્યું છે કે, ‘વર્ષ 1947માં માત્ર આઝાદી જ નહીં, ભીખ પણ મળી, પરંતુ ભીખ માંગવાની પ્રક્રિયામાં કંગનાના વર્તમાન રાજકીય પૂર્વજો ક્યાંય જોવા મળ્યા નથી. લોહી, પરસેવા, આંસુ વગેરે જેવા બલિદાનથી મળેલી આપણી સ્વતંત્રતાને ‘ભીખ’ તરીકે સંબોધવું એ દેશદ્રોહનો કેસ છે. દેશના રાષ્ટ્રપતિ આવા વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કાર આપે છે.

વડાપ્રધાન મોદી (PM Narendra Modi) તે સમારોહમાં હાજર છે અને કંગનાના વખાણ કરે છે, જેમણે આઝાદીને ભીખ કહી હોય. જો સ્વતંત્રતા અને ક્રાંતિકારીઓના બલિદાન માટે કોઈ આદર હોય તો કંગના નો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર આ દેશદ્રોહી નિવેદન માટે પાછો ખેંચી લેવો જોઈએ.

આ પણ વાંચો: Kangana ranautના નિવેદન સામે દેશભરમાં હંગામો, અનેક શહેરોમાં ફરિયાદો, ભાજપના નેતાઓએ પણ કરી ટીકા

આ પણ વાંચો: Maharashtra: ત્રિપુરા હિંસાના વિરોધમાં બંધનું એલાન બન્યું હિંસક ! નાંદેડ, માલેગાંવ અને અમરાવતીમાં તોડફોડ અને પથ્થરમારો, લગભગ 23 ઘાયલ; દુકાનો તોડી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">