Karnataka Elections BJP List: ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, 189 નામો પર લગાવી મહોર

Karnataka Elections BJP List: કર્ણાટકના 25,000થી વધુ પાયાના કાર્યકરો, બૌદ્ધિકો અને સામાજિક કાર્યકરોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. ત્યારબાદ 2 દિવસ સુધી મંડળ અને જિલ્લાના ભાજપના કાર્યકરો અને આગેવાનો સાથે વિસ્તૃત બેઠક યોજી ઉમેદવારો અંગે અભિપ્રાય લેવામાં આવ્યો હતો.

Karnataka Elections BJP List: ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, 189 નામો પર લગાવી મહોર
Follow Us:
| Updated on: Apr 11, 2023 | 9:44 PM

Karnataka Elections BJP List: ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. તેમાં 189 ઉમેદવારોના નામ છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે દેશ અને કર્ણાટકમાં ડબલ એન્જિનવાળી સરકાર અને નરેન્દ્ર મોદીના ચહેરાનું મહત્વ છે. રાજ્યમાં નવા નેતૃત્વનો વિકાસ થવો જોઈએ તેને ધ્યાનમાં રાખીને અમે તમામ નિર્ણયો લીધા છે.

તેમણે કહ્યું કે કર્ણાટકના 25,000થી વધુ પાયાના કાર્યકરો, બૌદ્ધિકો અને સામાજિક કાર્યકરોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. ત્યારબાદ 2 દિવસ સુધી મંડળ અને જિલ્લાના ભાજપના કાર્યકરો અને આગેવાનો સાથે વિસ્તૃત બેઠક યોજી ઉમેદવારો અંગે અભિપ્રાય લેવામાં આવ્યો હતો. જે બાદ અમે રાજ્ય સ્તરે બેઠક યોજી તમામ બેઠકો અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ દિલ્હીમાં કોર ગ્રૂપ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ચર્ચા કર્યા બાદ યાદી તૈયાર કરવામાં આવી હતી.

આ પણ વાંચો: યુવકે અપનાવ્યો હિંદુ ધર્મ, રીતિ રિવાજો બાદ રહમત અલી બન્યો ઋત્વિક, કહ્યું- બાળપણનું સપનું પુરૂ થયું

189 ઉમેદવારોમાંથી 52 નવા ચહેરા

ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટેની ઉમેદવારોની પ્રથમ યાદીમાં 189 ઉમેદવારોના નામ છે. 189 ઉમેદવારોમાંથી 52 નવા ચહેરા છે. આ સાથે યાદીમાં OBC સમુદાયના 32, અનુસૂચિત જાતિના 30 અને અનુસૂચિત જનજાતિના 16 ઉમેદવારો છે. 8 મહિલાઓને પણ ટિકિટ આપવામાં આવી છે. પક્ષે 5 વકીલો, 9 ડૉક્ટર્સ, 3 પ્રોફેસરો, 1 IAS, 1 IPS, 3 નિવૃત્ત સરકારી કર્મચારીઓ, 8 સામાજિક કાર્યકરો અને 31 અનુસ્નાતકોને નોમિનેટ કર્યા છે. મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ શિગગાંવથી ચૂંટણી લડશે.

ગોકાકથી રમેશ જરકીહોલી, મુદુલથી ગોવિંદ કરજોલ, બિલગીથી મુર્ગેશ નિરાની, બેલાહોંગલથી જગદીશ ચેનપ્પા, બેલાગવી ઉત્તરથી રવિ પાટીલ અને બેલાગવી દક્ષિણથી અભય પાટીલને ટિકિટ મળી છે. તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં 10 મેના રોજ મતદાન થશે, જ્યારે મતગણતરી 13 મેના રોજ થશે.

 દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">