Karnataka Election 2023: કર્ણાટકમાં અમૂલના પ્રવેશને લઈ રાજકારણ ગરમાયું, જુઓ Video

હું કર્ણાટકના તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોને ખાતરી આપવા માંગુ છું કે અમૂલ અને નંદિની બંને ગુજરાતના દરેક ગામમાં પ્રાથમિક ડેરી ખોલવા માટે સાથે મળીને કામ કરશે અમિત શાહના નિવેદનને લઈ ખેલાયું રાજકારણ

Kinjal Mishra
| Edited By: | Updated on: Apr 11, 2023 | 12:48 PM

ગૃહમંત્રી અમિત શાહે 30 ડિસેમ્બર 2022ના રોજ કર્ણાટકના માંડ્યામાં પ્રજાને સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, હું કર્ણાટકના તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોને ખાતરી આપવા માંગુ છું કે અમૂલ અને નંદિની બંને ગુજરાતના દરેક ગામમાં પ્રાથમિક ડેરી ખોલવા માટે સાથે મળીને કામ કરશે. 3 વર્ષ પછી કર્ણાટકનું એક પણ ગામ એવું નહીં હોય જ્યાં પ્રાથમિક ડેરી ન હોય.

બ્રાન્ડ લોન્ચ થતાં Go Back ના ટ્રેન્ડ શરૂ

અમિત શાહેના ભાષણ બાદ 5મી એપ્રિલે અમૂલે બેંગલુરુમાં પોતાની બ્રાન્ડ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ પછી #SaveNandini #GobackAmul સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યુ. વાસ્તવમાં, નંદિની કર્ણાટકની સૌથી મોટી સહકારી ડેરીની બ્રાન્ડ છે.

ભાજપનું ષડયંત્ર હોવાનું જણાવ્યુ

આ બાબતે અમૂલની જાહેરાત થતાં હોબાળો મચી ગયો છે. હકીકતમાં, ખેડૂતો દ્વારા બનાવવામાં આવેલી સહકારી બ્રાન્ડ નંદિની કર્ણાટકમાં અમૂલની સરખામણીમાં ચાલી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે, ભાજપ એક ષડયંત્ર હેઠળ કર્ણાટકની મિલ્ક બ્રાન્ડ નંદિનીને નષ્ટ કરવા માંગે છે.

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું નિવેદન

બેંગ્લોર હોટેલ્સ એસોસિએશને કહ્યું કે અમે ફક્ત નંદિની દૂધનો ઉપયોગ કરીશું. 8 એપ્રિલના રોજ કોંગ્રેસના નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અમૂલ મુદ્દાને લઈને લોકો સુધી પહોંચ્યા. સિદ્ધારમૈયાએ ટ્વીટ કર્યું કે, તે અમારા કન્નડ લોકોની તમામ સંપત્તિ વેચી દેશે. અમારી બેંકોને બરબાદ કર્યા બાદ હવે તેઓ અમારા ખેડૂતો દ્વારા બનાવેલી નંદિની મિલ્ક બ્રાન્ડને નષ્ટ કરવા માંગે છે.

આ બાબતે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું, અમે અમારા ખેડૂતો અને દૂધને બચાવવા માંગીએ છીએ. અમારી પાસે નંદિની છે જે અમૂલ કરતાં સારી બ્રાન્ડ છે. અમને કોઈ અમૂલની જરૂર નથી.

આ બાબતે વિવિધ નેતાઓ દ્વારા નિવેદનો આપવામાં આવ્યા હતા.

જેડીએસ નેતા અને પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીએ કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર પાછલા બારણે કર્ણાટકમાં અમૂલની સ્થાપના કરવા માંગે છે. અમૂલ દ્વારા ભાજપ કર્ણાટક મિલ્ક ફેડરેશન એટલે કે કે.એમ.એફ અને ખેડૂતોનું ગળું દબાવી રહ્યું છે. કન્નડ લોકોએ અમૂલ સામે બળવો કરવો જોઈએ.

આ જ બાબતે કર્ણાટકના આરોગ્ય મંત્રી કે. સુધાકરે કહ્યું કે કોંગ્રેસ ભલે આ મામલે રાજનીતિ કરી રહી હોય પરંતુ તેણે ખેડૂતો માટે કંઈ કર્યું નથી. પહેલીવાર બીએસ યેદિયુરપ્પાએ જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે નંદિની સાથે જોડાયેલા ખેડૂતોને પ્રતિ લિટર બે રૂપિયાની સબસિડી આપી હતી, જે હવે વધારીને પાંચ રૂપિયા કરવામાં આવી છે.

જો કે, આ સમગ્ર બાબતે અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે, કર્ણાટકના વિપક્ષ ખોટી રીતે વિવાદ ઉભો કરી રહી છે. GCMFF અને KMF વચ્ચે કોઈ વિવાદ નથી. મહત્વનુ છે કે, બંને સંસ્થા એક બીજાના  સહકાર સાથે કામ કરશે. વર્ષ 2015 – 16 ના ઉત્તર કર્ણાટક માં અમુલ એ દૂધ વહેંચવાનું શરૂ કર્યું હતું. જોકે 5 એપ્રિલે બેગ્લોર માં અમુલ દ્વારા ઇ કોમર્સ ના પ્લેટફોર્મ પર દૂધ વેચવાની જાહેરાત કરવામાં આવી છે.

નંદિનીના ભાવ કરતાં અમુલના ભાવ વધુ

ભાવની વાત કરવામાં આવે તો નંદિનીના ભાવ કરતાં અમુલના બાવ વધુ છે. નંદિનીનું દૂધ 39 રૂપિયે લીટર જયારે અમુલ નો ભાવ 54 રૂપિયા લીટર છે. તેમણે ભાવ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યુ કે, કર્ણાટકમાં સરકારની સબસીડી ના માળખા ના આધારે નંદિનીના ભાવ ચાલી રહ્યા છે. જ્યારે ગુજરાત માં અમુલ સ્વાયત રીતે કાર્યરત છે. તેમણે જણાવ્યુ અમુલ ના ભાવ વધારે હોવાથી માસ માર્કેટીંગ શક્ય નથી જેથી કર્ણાટકમા અમે ઇ કોમર્સ પ્લેટફોર્મ પર જવાની વિચારણા કરી રહ્યા છીએ. જ્યાં ગ્રાહક ની ઈચ્છા હોય તો ખરીદે.

અમુલની સૌથી પ્રીમિયમ પ્રોડક્ટ આઈસક્રીમ જેનું પ્રોડક્શન કર્ણાક્ટમા

અમુલ અને નંદિની બંને સહકારી સંસ્થાઓ છે જે બંને વચ્ચે કોઈ સ્પર્ધા નથી. Md એ જણાવ્યુ કે, અમુલ ની સૌથી પ્રીમિયમ પ્રોડક્ટ આઈસક્રીમ છે. જેનું પ્રોડક્શન કર્ણાક્ટ માં થાય છે. 3 અલગ અલગ પ્લાન્ટમાં 100 કરોડ નું અંદાજે આઈસ્ક્રીમ નું પ્રોડક્શન છે. આ બાબતે વર્ષ 1998 થી kmf / gmfc નું ટાઈઅપ છે
2020- 21 માં અંદાજે 5000 ટન ચીઝ નું પ્રોડક્શન અમુલ અને નંદિની એ સાથે રહીને કર્યું હતું.

આ પણ વાંચો : દૂધને લઈ કર્ણાટક ચૂંટણીમાં ‘ઉભરો’, વાંચો આખરે અમૂલને લઈને કેમ છે આરપારની સ્થિતિ?

એલ. મંજુનાથે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, ગુજરાત અને અન્ય રાજ્યોની જેમ કર્ણાટક મિલ્ક ફેડરેશન એટલે કે KMF સાથે 26 લાખથી વધુ ખેડૂતો જોડાયેલા છે. ગામડાઓ અને નાના શહેરોમાં આ પ્રકારની ડેરીનો દબદબો છે. ડેરી ખેડૂતો અને તેમના પરિવારો તમામ રાજકીય પક્ષો માટે એક સામટી વોટ બેંક છે. આવી સ્થિતિમાં કર્ણાટકના વિરોધ પક્ષોને ડર છે કે જો ત્યાં ગુજરાતની અમૂલ કંપની મજબૂત બનશે તો તેનો ફાયદો ભાજપને મળશે.

16 જિલ્લાના 26 લાખ ખેડૂતો KMF એટલે કે નંદિની સાથે સંકળાયેલા છે. 2021-22માં તેણે 19,800 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. કર્ણાટકમાં ભાજપ સત્તામાં આવ્યા પછી, તેના નેતાઓએ સહકારી કબજો મેળવી લીધો. ભાજપના ધારાસભ્ય બાલચંદ્ર જરકીહોલી હાલમાં કર્ણાટક મિલ્ક ફેડરેશનના પ્રમુખ છે.

તમામ વિવાદોને લઈ અનુલ અને નંદિની વચ્ચે કોઈ સ્પર્ધા નહિ હોવાની વાત સામે આવી છે. જેમાં રાજકીય દાવપેચ ખેલાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. કારણ કે, આજ નંદિની અને અમુલના ભાવ પણ અલગ અલગ છે. જોકે લાંબા સમય થી બંને સંસ્થાઓ સાથે મળીને કાર્ય કરી રહી હોવાનું MD એ જણાવ્યુ હતું.

Follow Us:
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
g clip-path="url(#clip0_868_265)">