Jammu Kashmir Elections : ભાજપે ફરી જાહેર કરી પ્રથમ યાદી, 15માંથી 8 મુસ્લિમને ટિકિટ

|

Aug 26, 2024 | 1:53 PM

Jammu and Kashmir assembly elections: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ભાજપે તેના 15 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. અગાઉ, ભારતીય જનતા પાર્ટીએ 44 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, પરંતુ કોઈક કારણોસર તે યાદી પાછી ખેંચી લીધી હતી.

Jammu Kashmir Elections : ભાજપે ફરી જાહેર કરી પ્રથમ યાદી, 15માંથી 8 મુસ્લિમને ટિકિટ

Follow us on

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે નવેસરથી પ્રથમ તબક્કાની ચૂંટણી માટે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં પ્રથમ તબક્કાના 15 ઉમેદવારોના નામ છે. જેમાંથી 8 મુસ્લિમ ઉમેદવારો છે. અગાઉ, ભારતીય જનતા પાર્ટીએ 44 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જે કોઈક કારણોસર પાછી ખેંચી લીધી હતી.

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ભાજપે તેના 15 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદી પ્રથમ તબક્કા માટે જ જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ભાજપે 8 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. અગાઉ, ભારતીય જનતા પાર્ટીએ 44 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, પરંતુ કોઈક કારણોસર તે યાદી પાછી ખેંચી લીધી હતી.

આજનું રાશિફળ તારીખ : 18-09-2024
જીવનથી નિરાશ થઈને આ પ્રાણીઓ પણ માણસની જેમ જ કરે છે આત્મહત્યા
અમદાવાદમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવશે, હિમાલી વ્યાસ
Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024

અગાઉ ભાજપે જાહેર કરેલ યાદીમાં કુલ 14 મુસ્લિમ ઉમેદવારો હતા. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભા માટે મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર, બીજા તબક્કામાં 26 બેઠકો અને ત્રીજા તબક્કામાં 40 બેઠકો પર મતદાન થવાનું છે.

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી

જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો માટે 18 અને 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે એમ ત્રણ તબક્કામાં મતદાન યોજાશે. જ્યારે 4 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લે વિધાનસભાની ચૂંટણી વર્ષ 2014માં યોજાઈ હતી.

પ્રથમ તબક્કાના 15 ઉમેદવારો જાહેર

ક્રમ બેઠકનુ નામ ઉમેદવારનું નામ
1 પમ્પોર  સૈયદ શૌકત ગાયુર અંદ્રાબી
2 રાજપોરા  અર્શીદ ભટ્ટ
3 શોપિયન  જાવેદ અહેમદ કાદરી
4 અનંતનાગ પશ્ચિમ  મોહમ્મદ રફીક વાની
5 અનંતનાગ  સૈયત વજાહત
6 શ્રીગુફવારા  સોફી યુસુફ
7 શંગુસ અનંતનાગ પૂર્વ વીર સરાફ
8 ઈન્દરવાલ  તારિક કીન
9 કિશ્તવાર  શગુન પરિહાર
10 પેડર-નાગસેની  સુનીલ શર્મા
11 ભાદરવાહ  દલીપસિંહ પરિહાર
12 ડોડા  ગજયસિંહ રાણા
13 ડોડા પશ્ચિમ  શક્તિ રાજ પરિહાર
14 રામબન  રાકેશ ઠાકુર
15 બનિહાલ  સલીમ ભટ્ટ

પ્રથમ તબક્કામાં આ બેઠકો પર મતદાન

જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન યોજાનાર છે તેમા પમ્પોર, ત્રાલ, પુલવામા, રાજપોરા, જૈનાપોરા, શોપિયાં, ડી.એચ. પોરા, કુલગામ, દેવસર, દુરુ, કોકરનાગ (ST), અનંતનાગ પશ્ચિમ, અનંતનાગ, શ્રીગુફવારા, બિજબેહરા, શાંગસ-અનંતનાગ પૂર્વ, પહેલગામ, ઈન્દરવાલ, કિશ્તવાડ, પેડર, નાગસેની, ભદરવાહ, ડોડા, ડોડા પશ્ચિમ, રામબન અને બાની મતવિસ્તારનો સમાવેશ થાય છે.

 

Next Article