Bihar: પટનામાં ભાજપના કાર્યકરો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, ઘાયલ થયેલા જિલ્લા મહામંત્રીનું થયું મોત
ભાજપના કાર્યકરો અને આગેવાનો ગાંધી મેદાનથી વિધાનસભા તરફ કૂચ કરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં પોલીસે પહેલા વોટર કેનનનો ઉપયોગ કરીને તેમને વિખેરી નાખ્યા હતા, પરંતુ તેમ છતાં ભાજપના કાર્યકરો વિધાનસભા તરફ આગળ વધ્યા ત્યારે પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો.
બિહારના પટનામાં ગઈકાલે પોલીસે ખેડૂત (Farmer) સલાહકારો પર લાઠીચાર્જ કર્યો હતો, તો આજે ભાજપના (BJP) કાર્યકરો અને નેતાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. ભાજપના કેટલાય નેતાઓને ગંભીર ઈજાઓ થઈ છે, જેમાંથી એકનું મોત થયું છે. જહાનાબાદના જિલ્લા મહામંત્રી વિજય સિંહનું ઈજા બાદ મૃત્યુ થયું છે. પટનાની એક ખાનગી હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું.
કાર્યકરો વિધાનસભાનો ઘેરાવ કરવા જઈ રહ્યા હતા
એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકરો અને નેતાઓને વિખેરવા માટે વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તમામ લોકો વિધાનસભાનો ઘેરાવ કરવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. તમને જણાવી દઈએ કે ભાજપના કાર્યકરો અને નેતાઓએ આજે બપોરે પટનાના ગાંધી મેદાનથી વિધાનસભા સુધી રેલી કરી રહ્યા હતા.
#WATCH बिहार सरकार के ख़िलाफ़ भारतीय जनता पार्टी ने गांधी मैदान से ‘विधान सभा मार्च’ निकाला। मार्च के दौरान पुलिस ने भाजपा कार्यकर्ताओं पर लाठीचार्ज किया और भीड़ को तितर-बितर करने के लिए वॉटर कैनन चलाए। pic.twitter.com/5psyBQlnmf
— ANI_HindiNews (@AHindinews) July 13, 2023
લાઠી ચાર્જ બાદ કેટલાક કાર્યકરો અને નેતાઓ ઘાયલ થયા
વિરોધ કરી રહેલા ભાજપના તમામ કાર્યકરો અને આગેવાનો ગાંધી મેદાનથી વિધાનસભા તરફ કૂચ કરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં પોલીસે પહેલા વોટર કેનનનો ઉપયોગ કરીને તેમને વિખેરી નાખ્યા હતા, પરંતુ તેમ છતાં ભાજપના કાર્યકરો વિધાનસભા તરફ આગળ વધ્યા ત્યારે પોલીસે લાઠીનો ઉપયોગ કર્યો હતો. લાઠી ચાર્જ બાદ ભાજપના કેટલાક કાર્યકરો અને નેતાઓ ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : Breaking news: ગ્રેટર નોઈડાના ગેલેક્સી પ્લાઝામાં લાગી ભીષણ આગ, લોકો પોતાનો જીવ બચાવવા કૂદી પડ્યા
બેરોજગાર યુવાનોને 10 લાખ નોકરીઓનું વચન આપવામાં આવ્યું
ભાજપના વિપક્ષના નેતા વિજય સિન્હા ઘાયલ થયા છે. આ સાથે પોલીસે મહારાજગંજના સાંસદ જનાર્દન સિંહ સિગરીવાલ પર પણ લાઠીચાર્જ કર્યો હતો. વિરોધ અંગે ભાજપના નેતાઓએ કહ્યું હતું કે સરકાર આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે લોકોને દોડાવ્યા અને માર માર્યો અને મહિલાઓને પણ છોડી ન હતી. આ લોકો સાથે અન્યાય છે. વિરોધ કરી રહેલા ભાજપના નેતાએ કહ્યું કે, બિહારના બેરોજગાર યુવાનોને 10 લાખ નોકરીઓનું વચન આપવામાં આવ્યું હતું. એ વચનનું શું થયું? યુવાનોને રોજગારી મળી નથી.