Bihar Assembly Election Result 2025: ચિરાગ પાસવાને જાળવી રાખ્યો સ્ટ્રાઈક રેટ, LJP(R) 29 માંથી 22 બેઠકો પર આગળ
Bihar Assembly Election: બિહાર ચૂંટણીમાં NDA પ્રચંડ મેજોરિટી તરફ આગળ વધતી દેખાઈ રહી છે. તો NDA માં સામેલ ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) 29 માંથી 22 સીટો પર બઢત સાથે આગળ છે. ચિરાગ તેના સ્ટ્રાઈક રેટ માટે જાણીતા છે. કારણ કે 2019ની વિધાનસભા ચૂંટણીમાં LJP (R) એ તમામ 6 બેઠકો જીતી હતી એટલે તેનો સ્ટ્રાઈક રેટ 100% હતો.

બિહારની 243 બેઠકો માટે કાઉન્ટીંગ ચાલી રહ્યુ છે. NDA 189 અને મહાગઠબંધન 50 સીટો પર આગળ છે. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના અધ્યક્ષ ચિરાગ પાસવાને ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યુ હતુ કે છેલ્લી લોકસભા ચૂંટણીઓમાં તેમની પાર્ટીનો સ્ટ્રાઈક રેટ 100% રહ્યો છે. એટલે કે પાર્ટએ 6 સીટો પર કેન્ડીડેટ ઉતાર્યા હતા અને તમામ પર જીત મેળવી હતી. 2019માં LJP (R) એ જામુઈ, હાજીપુર, વૈશાલી, નવાદા, ખગડિયા અને સમસ્તીપુર લોકસભા બેઠકો જીતી હતી.
આ ચૂંટણીમાં પણ ચિરાગે દાવો કર્યો છે કે આ વખતે પણ આવુ જ રિઝલ્ટ જોવા મળશે. આ વિધાનસભા ચૂંટણીમાં LJP(R) એ 29 સીટો પર કેન્ડીડેટ ઉતાર્યા છે. પાર્ટી હાલ 22 બેઠકો પર આગળ ચાલી રહી છે. જો આ ઉમેદવારો જીતે છે તો તેમની પાર્ટીનો સ્ટ્રાઈક રેટ 75% રહેવાનો છે.
LJP(R) એ કેન્ડીડેટ કેટલા વોટથી આગળ
- નાથનગરથી મિથુન કુમાર 11679 વોટથી આગળ
- બલરામપુરથી સંગીતા દેવી 11168 વોટથી આગળ
- સુગૌલીથી રાજેશ કુમાર ઉર્ફ બબલુ ગુપ્તા 9663 વોટ થી આગળ
લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) એ મઢૌરા વિધાનસભા સીટથી ભોજપુરી એક્ટ્રેસ સીમા સિંહને ટિકિટ આપી હતી. પરંતુ સીમાનું નામાંકન રદ થઈ ગયુ. જે બાદ પાર્ટીએ નિર્દલીય ઉમેદવાર અંકિત કુમારને સમર્થન આપ્યુ છે.
ગત ચૂંટણીમાં એક પણ સીટ ન જીતી શક્યા
વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીમાં ચિરાગ પાસવાનની પાર્ટી NDA ગઠબંધન થી અલગ થઈને ચૂંટણી લડી હતી. તેમને તેનુ નુકસાન પણ થયુ હતુ. લોકજનશક્તિ પાર્ટી (LJP) એ 2020માં એકલા દમ પર 135 સીટો પર ચૂંટણી લડી હતી. પાર્ટીને 5.68% એટલે કે 23.83 લાખ વોટ મળ્યા હતા. પરંતુ માત્ર એક સીટ પર જીત હાંસિલ થઈ શકી. જે બેગુસરાયની મટિહાની વિધાનસભા બેઠક હતી.
NDA અને મહાગઠબંધનમાં કેટલી પાર્ટીઓ
બિહાર વિધાનસભા ચૂંટમી માટે આ વખતે NDA ગઠબંધનમાં 5 પાર્ટીઓ સામેલ છે. ભાજપ અને જેડીયુ બંને પાર્ટીઓ 101-101 સીટો પર ઉમેદવાર ઉતાર્યા છે. આ ઉપરાંત ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) 29 સીટો પર જ્યારે રાષ્ટ્રીય લોક મોર્ચા (RLM) અને હિંદુસ્તાન આવામ મોરચા (HAM) 6-6 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે.
બીજી તરફ, મહાગઠબંધનમાં સામેલ RJD 143, કોંગ્રેસ 61, CPI(ML) 20, VIP 13, CMI (M) 4 અને CPI 9 સીટો પર ચૂંટમી લડી રહી છે.