મોંઘવારીનો માર : ટીવીના શોખીનો માટે માઠા સમાચાર, આ તારીખથી લોકપ્રિય ચેનલ જોવા માટે કરવો પડશે વધુ ખર્ચ

જો તમે ટીવી જોવાના શોખીન છો, તો તમારે જાણવું જરૂરી છે કે 1 ડિસેમ્બરથી ટીવી ચેનલોના બિલમાં વધારો થવા જઈ રહ્યો છે. પરંતુ હવે આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.

મોંઘવારીનો માર : ટીવીના શોખીનો માટે માઠા સમાચાર, આ તારીખથી લોકપ્રિય ચેનલ જોવા માટે કરવો પડશે વધુ ખર્ચ
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 2:48 PM

TV Channel Price Hike : દેશના અગ્રણી બ્રોડકાસ્ટિંગ નેટવર્ક્સ Zee, Star, Sony અને Viacom18 એ કેટલીક ચેનલોને તેના બુકેમાંથી બાકાત કરી છે. જેના કારણે ટીવી દર્શકોને 50 ટકા વધુ ખર્ચ કરવો પડી શકે છે. દેશમાં બ્રોડકાસ્ટિંગ અને મોબાઈલ સેવાઓ વગેરેનું નિયમન કરતી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના (Telecom Regulatory Authority Of India) નવા ટેરિફ ઓર્ડરના અમલને કારણે આ કિંમતો વધી રહી છે.

આમ આદમી પર મોંઘવારીનો વધુ એક માર

સ્ટાર પ્લસ, કલર્સ, ઝી ટીવી, સોની અને કેટલીક લોકપ્રિય પ્રાદેશિક ચેનલો (TV Channel) જોવા માટે દર્શકોએ 35 થી 50 ટકા વધુ પૈસા ચૂકવવા પડશે. નવી કિંમતો પર એક નજર કરીએ, જો કોઈ દર્શક સ્ટાર અને ડિઝની ચેનલો જોવાનું ચાલુ રાખવા માંગે છે, તો તેણે 49 રૂપિયાને બદલે દર મહિને 69 રૂપિયા ખર્ચવા પડશે. તેમજ સોની માટે દર્શકોએ 39ને બદલે 71 રૂપિયા પ્રતિ માસ ચૂકવવા પડશે. ઉપરાંત ZEE માટે પણ દર્શકોએ વધુ 10 રૂપિયા ખર્ચવાના રહેશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઉલ્લેખનીય છે કે, TRAI એ માર્ચ 2017માં આ નિર્ણય લીધો હતો. તેમજ ટીવી ચેનલોના ભાવ અંગે નવો ટેરિફ ઓર્ડર (NTO) જારી કર્યો હતો. જો કે બાદમાં 1 જાન્યુઆરી, 2020 ના રોજ ફરી એકવાર ટેરિફ ઓર્ડર (Tariff Order) જારી કરવામાં આવ્યો.

સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો

આ નિર્ણય સામે ટેલિવિઝન ચેનલના પ્રસારણ કર્તાઓએ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) અરજી દાખલ કરી છે. જ્યારે ટ્રાઈએ NTO 2.0ની જાહેરાત કરી ત્યારે નેટવર્ક કંપનીઓ તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. તેમણે તેના પર સ્ટે મૂકવાની વિનંતી કરી હતી.

મહિનાના અંતમાં નિર્ણય આવી શકે છે

IBDF-ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ એન્ડ ડિજિટલ ફાઉન્ડેશને (Broad Casting And Digital Foundation) તેમની મોટાભાગની લોકપ્રિય ચેનલોને પેકેજમાંથી બાકાત રાખવા અને હાલના દરો કરતાં 30 ટકા-50 ટકા વધુ દરે વ્યક્તિગત રીતે ઓફર કરવા માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે. આ કેસની આગામી સુનાવણી 20 નવેમ્બરે થશે. મળતા અહેવાલ અનુસાર, TRAI તેના નવા ટેરિફને લાગુ કરવા પર અડગ છે અને કોર્ટે પણ કોઈ સ્ટે ઓર્ડર આપ્યો નથી. આ સ્થિતિમાં કંપનીઓને નવી કિંમતો લાગુ કરવાની ફરજ પડી શકે છે.

સ્થાનિક કેબલ ઓપરેટરોની ચિંતા વધી

આ નવા દરથી સ્થાનિક કેબલ ઓપરેટરોની ચિંતા વધી છે. કારણ કે નવા કેબલ ચાર્જને કારણે કેબલ ટીવી ઉદ્યોગને મોટો આંચકો લાગશે. હાલ તેમને ગ્રાહકોને ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે.

આ પણ વાંચો: આર્યન ડ્રગ્સ કેસમાંથી વાનખેડેને હટાવાયા, શું NCB અધિકારી સમીર વાનખેડે પ્રમાણિક હોવાનું આ પરિણામ છે ?

આ પણ વાંચો: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, આ ભરતી પરીક્ષામાં નવા નિયમો થયા લાગુ

g clip-path="url(#clip0_868_265)">