સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, આ ભરતી પરીક્ષામાં નવા નિયમો થયા લાગુ
હવે સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષાઓમાં એક્ઝિટ વેરિફિકેશન કરવામાં આવશે. આ અંગેની માહિતી SSCની વેબસાઇટ ssc.nic.in પર આપવામાં આવી છે.
SSC Exams 2022 : સ્ટાફ સિલેકશન કમિશનની ભરતી પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ માહિતી છે. SSC તેની ઘણી ભરતી પરીક્ષાઓમાં નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. આ સંદર્ભમાં સ્ટાફ સિલેક્શન કમિશને તેની વેબસાઇટ ssc.nic.in પર નોટિસ પણ જારી કરી છે. ત્યારે હાલ ઉમેદવારોને SSC(Staff Selection Commission) એક્ઝિટ વેરિફિકેશન શું છે ? કઈ પરીક્ષાઓ લાગુ થશે? આ એક્ઝિટ વેરિફિકેશન કેવી રીતે કરવું ? આ બધા સવાલ ઉઠી રહ્યા છે.
સ્ટાફ સિલેક્શન કમિશનએ નોટિસમાં જણાવવામાં આવ્યુ છે કે, તમામ ઉમેદવારો માટે એક્ઝિટ વેરિફિકેશન (Exit Verification) કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, આ પ્રક્રિયા ફક્ત તે પરીક્ષાઓમાં જ લાગુ થશે જે કમ્પ્યુટર મોડ પર લેવામાં આવશે. એટલે કે, એસએસસી પરીક્ષામાં બેસનાર તમામ ઉમેદવારોની કોમ્પ્યુટર મોડ ટેસ્ટ (CBT) પર લેવામાં આવશે, આ માટે તમામ ઉમેદવારોએ એક્ઝિટ વેરિફિકેશનની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
એક્ઝિટ વેરિફિકેશન ક્યારે થશે?
SSC એ જણાવ્યુ છે કે, પરીક્ષા પૂર્ણ થયા પછી એક્ઝિટ વેરિફિકેશન કરવામાં આવશે. પરંતુ તે જ સમયે જ્યારે ઉમેદવારો કોમ્પ્યુટર લેબમાં બેઠા હશે. એટલે કે, પરીક્ષા પૂર્ણ કર્યા પછી અને કમ્પ્યુટર લેબમાંથી (Computer Lab) બહાર નીકળતા પહેલા તમારે એક્ઝિટ વેરિફિકેશન કરવું પડશે.
એક્ઝિટ વેરિફિકેશન કેવી રીતે કરવું ?
ઉમેદવારોનો બાયોમેટ્રિક ડેટા SSC એક્ઝિટ વેરિફિકેશનમાં (Exit Verification) લેવામાં આવશે. જેમ કે તેમનો ફોટોગ્રાફ, ડાબા અંગૂઠાની છાપ વગેરે. એટલે કે, એસએસસી કોમ્પ્યુટર મોડ પર પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોનો ડેટા એકત્રિત કરશે. તમને જણાવી દઈએ કે, ઓનલાઈન પરીક્ષાઓમાં છેતરપિંડી રોકવા માટે આયોગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્ટાફ સિલેક્શન કમિશને તમામ ઉમેદવારોને (Candidates) આ પ્રક્રિયામાં સહકાર આપવા જણાવ્યું છે. આ એક ફરજિયાત પ્રક્રિયા હશે, જે ઓનલાઈન પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોએ પૂર્ણ કરવાની રહેશે.
આ પણ વાંચો: DRDO Recruitment 2021: DRDOમાં એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી, નહીં આપવી પડે કોઈ પરીક્ષા