AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન મોદીના 30 ડિસેમ્બરના અયોધ્યા પ્રવાસ પહેલા ઉઠી આ મોટી માગ

વડાપ્રધાન મોદીને અહીં સાંભળવા માટે લગભગ 2 લાખથી વધારે લોકો આવશે તેવી સંભાવના છે. આ બધાની વચ્ચે એરપોર્ટથી અયોધ્યા ધામ રેલવે સ્ટેશન સુધી પહોંચવા સુધીની તેમની સફર ખુબ જ ખાસ રહેશે,

વડાપ્રધાન મોદીના 30 ડિસેમ્બરના અયોધ્યા પ્રવાસ પહેલા ઉઠી આ મોટી માગ
| Updated on: Dec 24, 2023 | 6:14 PM
Share

22 જાન્યુઆરી 2024એ વડાપ્રધાન મોદી શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પહોંચે તે પહેલા તેઓ 30 ડિસેમ્બરે અયોધ્યા પહોંચી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન અયોધ્યામાં પૂરી થઈ ચુકેલી ઘણી પરિયોજનાઓ સમર્પિત કરશે. ઘણી પરિયોજનાઓની ભેટ સોગાદ પણ આપશે. અયોધ્યાના લોકો પણ વડાપ્રધાન મોદીનું યાદગાર અભિનંદન કરવા માટે તૈયાર છે. તેમના પ્રવાસ પહેલા માગ ઉઠી છે કે ભક્તિ પથ પાસેથી પસાર થતા સમયે વડાપ્રધાન યજ્ઞ વેદીમાં બે આહુતિ અર્પણ કરે.

જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી 30 ડિસેમ્બરે સૌથી પહેલા મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ એરપોર્ટ પહોંચશે. જે જાણકારી સામે આવી છે તે મુજબ ત્યાંથી તે સીધા અયોધ્યા ધામ રેલવે સ્ટેશન પહોંચશે. અહીં વડાપ્રધાન વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવશે અને પરત તેઓ અયોધ્યા એરપોર્ટ પહોંચશે. તેનું ઉદ્ઘટાન કર્યા બાદ તેઓ સભા સ્થળ પર પહોંચશે.

વડાપ્રધાનનો કાફલો ધર્મ પથ અને રામ પથ પાસેથી પસાર થશે

વડાપ્રધાન મોદીને અહીં સાંભળવા માટે લગભગ 2 લાખથી વધારે લોકો આવશે તેવી સંભાવના છે. આ બધાની વચ્ચે એરપોર્ટથી અયોધ્યા ધામ રેલવે સ્ટેશન સુધી પહોંચવા સુધીની તેમની સફર ખુબ જ ખાસ રહેશે, કારણ કે તેની વચ્ચે સાધુ-સંત હશે કે અયોધ્યાવાસી, તમામ લોકો વડાપ્રધાનનું સ્વાગત કરવા જોવા મળશે. ત્યારે વડાપ્રધાનના કાફલા પર જયઘોષની સાથે પુષ્પવર્ષા કરશે.

લાંબા સમયથી વડાપ્રધાન મોદી માટે થઈ રહ્યો છે આ યજ્ઞ

વડાપ્રધાન મોદી 22 જાન્યુઆરીએ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થશે. તે પહેલા 30 ડિસેમ્બરે તે શ્રી રામ જન્મભૂમિ મંદિર જશે કે નહીં. તેને લઈ કોઈ જાણકારી સામે આવી નથી. સુત્રો મુજબ અયોધ્યા જિલ્લા તંત્રના કાર્યક્રમ પ્લાનમાં પણ મંદિર દર્શન સામેલ નથી.

જો કે ધર્મ પથથી શ્રી રામ પથ થઈને જ્યારે વડાપ્રધાન મોદી આગળ વધશે તો શ્રી રામ મંદિરનો વીઆઈપી ગેટ પણ જોવા મળશે. જ્યાંથી શ્રી રામ જન્મભૂમિ મંદિર માત્ર 500 મીટર દુર છે. ત્યારે ટ્રસ્ટ તૈયારીઓમાં લાગ્યુ છે. તેની સાથે જ તે લોકોની ઈચ્છાઓ અને આશા જાગી ગઈ છે, જે લાંબા સમયથી વડાપ્રધાન મોદી માટે યજ્ઞ અને પ્રાર્થના કરી રહ્યા છે.

પ્રકાશ ગુપ્તા (કાર્યાલય પ્રભારી શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટ)એ કહ્યું કે આ નિર્ણય વડાપ્રધાન મોદી પર આધાર રાખે છે. જો તેમની ઈચ્છા અસ્થાયી મંદિરમાં દર્શન કરવા જવાની છે તો ટ્રસ્ટ તેમનું સ્વાગત કરશે. જે રસ્તા પર તેમને જવાનું છે, તેની પર ભક્તિ પથ પણ છે. જો કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં તેમને સામેલ તો થવાનું જ છે.

કલ્કી રામ મહારાજે કહ્યું કે વડાપ્રધાનની આગેવાનીમાં રામલલ્લા સરકાર ગર્ભ ગૃહમાં બિરાજમાન થશે. 30 ડિસેમ્બરે વડાપ્રધાન એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે. તે આ જ ભક્તિ પથ પરથી પસાર થસે. સંત-મહંત તેમના સ્વાગત માટે ઉત્સુક છે. છેલ્લા 9 વર્ષથી વડાપ્રધાનના ઉત્તમ સ્વાસ્થ્ય અને તેમના પ્રયત્નોની સફળતા માટે દિવ્ય યજ્ઞ સંચાલિત છે.

અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
g clip-path="url(#clip0_868_265)">