Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur Violence: મણિપુર હિંસા મામલે CBIની મોટી કાર્યવાહી, 6 FIR અને 10 લોકોની ધરપકડ, રાજ્ય બહાર ટ્રાયલ ચલાવવાની તૈયારી

મણિપુરમાં 86 દિવસથી હિંસાની ઘટનાઓ જોવા મળી રહી છે. દરમિયાન, કેન્દ્રએ ગુરુવારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેમણે મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડના કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે.

Manipur Violence: મણિપુર હિંસા મામલે CBIની મોટી કાર્યવાહી, 6 FIR અને 10 લોકોની ધરપકડ, રાજ્ય બહાર ટ્રાયલ ચલાવવાની તૈયારી
CBI action in Manipur violence
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2023 | 11:41 AM

મણિપુર હિંસા અને ષડયંત્ર કેસમાં સીબીઆઈ એક્શનમાં આવી ગઈ છે. ત્યારે સીબીઆઈએ હિંસા અને ષડયંત્ર સંબંધિત 6 એફઆઈઆર નોંધી છે. આ કેસમાં તપાસ એજન્સીએ અત્યાર સુધીમાં 10 આરોપીઓની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે CBI વાયરલ વીડિયો કેસમાં પણ નવી FIR એટલે કે સાતમી FIR પણ નોંધશે.

કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું

આપને જણાવી દઈએ કે મણિપુરમાં 86 દિવસથી હિંસાની ઘટનાઓ જોવા મળી રહી છે. દરમિયાન, કેન્દ્રએ ગુરુવારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેમણે મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડના કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. ગૃહ મંત્રાલયે, તેના સચિવ અજય કુમાર ભલ્લા દ્વારા, સર્વોચ્ચ અદાલતમાં એક સોગંદનામું દાખલ કર્યું છે, જેમાં સુપ્રીમ કોર્ટને આ કેસની સુનાવણી સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે મણિપુરની બહાર ટ્રાન્સફર કરવા વિનંતી કરી છે.

ગૃહ મંત્રાલય મેઇતેઈ સમુદાયના સંપર્કમાં

સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપવાની સાથે ગૃહ મંત્રાલયે પણ રાજ્યમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો તેજ કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહમંત્રી અમિત શાહ મેઇતેઈ અને કુકી બંને સમુદાયના ટોચના પ્રતિનિધિઓના સંપર્કમાં છે. બંને સમુદાયોને વાટાઘાટના ટેબલ પર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બે સમુદાયો વચ્ચે સમાધાન અંગે અભિપ્રાય વિભાજિત હોવા છતાં, સરકાર ટૂંક સમયમાં મંત્રણામાં સફળતાની આશા રાખે છે.

સુનિતા વિલિયમ્સનું અવકાશયાન જમીન નહી પરંતુ પાણીમાં કેમ ઉતારવામાં આવ્યું,જાણો
Plant in pot : ઉનાળામાં મીઠા લીમડાના છોડમાં ઉમેરો આ વસ્તુ, લીલોછમ રહેશે છોડ
Tech Tips: કેટલું હોય છે Fridgeનું આયુષ્ય અને તેને ક્યારે બદલવાની જરૂર પડે છે?
શું નાસા Sunita Williamsને ઓવરટાઇમ પગાર આપશે?
અસ્થમા શા માટે થાય છે?
આજનું રાશિફળ તારીખ 19-03-2025

વાયરલ વીડિયો કેસના પ્રત્યાઘાત પૂરા દેશમાં પડ્યા

આપને જણાવી દઈએ કે મણિપુરમાં બે મહિલાઓને આપત્તિજનક હાલતમાં પરેડ કરવાનો વીડિયો સામે આવ્યો હતો. આ બંને મહિલાઓ પર સામૂહિક બળાત્કાર પણ કરવામાં આવ્યો હતો. જ્યારે એક પીડિતાના પિતા અને ભાઈએ વિરોધ કર્યો ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું.

20 જુલાઇના રોજ સુપ્રીમ કોર્ટે પણ આ મામલે સુઓમોટો જાહેર કર્યો હતો. SCએ કહ્યું હતું કે વીડિયો ચોંકાવનારો છે. હિંસા માટે મહિલાઓનો ઉપયોગ કરવો એ બંધારણીય લોકશાહીમાં બિલકુલ સ્વીકાર્ય નથી. CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કેન્દ્ર અને મણિપુર સરકારને તાત્કાલિક યોગ્ય પગલાં લેવા અને કાર્યવાહીની જાણ કરવા નિર્દેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટ હવે જાતિ હિંસા પર સુનાવણી કરશે

હવે કેન્દ્ર સરકારે આ ઘટના અંગે પોતાનો જવાબ દાખલ કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 26 જુલાઈના રોજ લખેલા પત્ર દ્વારા મણિપુર સરકારે વધુ તપાસ માટે કેસ સીબીઆઈને સોંપવાની ભલામણ કરી છે. ગૃહ મંત્રાલયે 27 જુલાઈએ આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કર્યો હતો. બેંચ હવે 28 જુલાઈના રોજ મણિપુરમાં જાતિ હિંસા સંબંધિત અરજીઓની સુનાવણી કરશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
g clip-path="url(#clip0_868_265)">