મણિપુર હિંસા અને પ્રધાનમંત્રીના EU પ્રવાસને લઈ રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણી અંગે જય કિશન રેડ્ડીએ કર્યા પ્રહાર

મણિપુરમાં હિંસા પર ચિંતા વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે એક તરફ રાજ્ય સળગી રહ્યું છે, પરંતુ વડાપ્રધાન ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પરેડમાં વ્યસ્ત છે. જેનો વળતો જવાબ પ્રવાસન મંત્રી જય કિશન રેડ્ડીએ આપ્યો છે. 

મણિપુર હિંસા અને પ્રધાનમંત્રીના EU પ્રવાસને લઈ રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણી અંગે જય કિશન રેડ્ડીએ કર્યા પ્રહાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 10:14 PM

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ફ્રાન્સ સાથેની નવી રાફેલ ડીલ અંગે ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. મણિપુર હિંસાનો ઉલ્લેખ કરતા તેમણે લખ્યું કે મણિપુર સળગી રહ્યું છે, યુરોપિયન યુનિયન સંસદમાં ભારતની આંતરિક બાબતો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ વડાપ્રધાન ફ્રાન્સની ‘બેસ્ટીલ ડે’ પરેડમાં વ્યસ્ત છે અને રાફેલ ડીલ કરી રહ્યા છે.

પીએમ મોદી 13-14 જુલાઈ સુધી ફ્રાંસના પ્રવાસે હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના વિશેષ આમંત્રણ પર, વડા પ્રધાને મુખ્ય અતિથિ તરીકે ‘બેસ્ટિલ ડે’ પરેડમાં હાજરી આપી હતી. ત્યાં તેણે ઘણી ડીલ પણ કરી હતી જેમાં 26 નવા રાફેલ ખરીદવાનો કરાર થયો હતો. આ સિવાય 3 સબમરીન ખરીદવાનો મામલો પણ સામે આવ્યો છે.

EU સંસદમાં ભારતનો વિરોધ કેમ થઈ રહ્યો છે?

મણિપુરમાં હિંસા માટે છેલ્લા ઘણા મહિનાઓથી યુરોપિયન સંસદ (EU)માં મોદી સરકારની ટીકા થઈ રહી છે. આ અંગે યુરોપિયન સંસદમાં પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેને ભારતે ફગાવી દીધો હતો. ભારતે પણ આ મામલે સખત વાંધો વ્યક્ત કર્યો છે. અમે ભારતની આંતરિક બાબતોમાં અન્ય કોઈ દેશની દખલગીરી સ્વીકારીશું નહીં. ભારત આવી બાબતો પર પહેલાથી જ પોતાનું કડક વલણ અપનાવી ચુક્યું છે.

મણિપુર કેમ સળગી રહ્યું છે?

મણિપુરમાં છેલ્લા બે મહિનાથી હિંસા ચાલી રહી છે. અત્યાર સુધીમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં કેટલાક સુરક્ષા દળના જવાનો પણ સામેલ છે. રાજ્યમાં જાતિય રમખાણો થયા પછી પરિસ્થિતિ વધુ વણસી, જેણે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. મણિપુરમાં હિંસા મુખ્યત્વે મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે થઈ રહી છે. વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે પણ રાજ્યની મુલાકાત લીધી હતી, પરંતુ હજુ પણ સ્થિતિ સામાન્ય થતી જણાતી નથી. EU એ આ મુદ્દાઓ અંગે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

આ પણ વાંચો : Delhi ના બારાખંબા વિસ્તારમાં DCM બિલ્ડીંગમાં ભીષણ લાગી આગ

જોકે આ તમામ બાબતો વચ્ચે ભારતના પ્રવાસન મંત્રી જય કિશન રેડ્ડીએ રાહુલ ગાંધી દ્વારા કરેલા ટ્વિટનો વળતો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ભારતની આંતરિક બાબતો વિષે બોલવાનો કોઈને અધિકાર નથી. અને તેમાં પણ જયરે દેશની સુરક્ષાની વાત આવે ત્યારે તેમાં રાજકારણ આવવું નહિ જોઇયે તેવું ટ્વિટ કરી રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર
હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર
ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video
ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video
દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડા બાદ DCP ઝોન-2એ આપ્યુ ચોંકાવાનારુ નિવેદન
દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડા બાદ DCP ઝોન-2એ આપ્યુ ચોંકાવાનારુ નિવેદન
ભાવનગરમાં શરુ થયુ રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન ATM
ભાવનગરમાં શરુ થયુ રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન ATM
14 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર શાહબાઝ વિરુદ્ધ તપાસ તેજ
14 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર શાહબાઝ વિરુદ્ધ તપાસ તેજ
g clip-path="url(#clip0_868_265)">