AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHIM એપ્લિકેશનથી ઈન્ટરનેટ વગર પણ પૈસા થાય છે ટ્રાન્સફર, જાણો આ ફિચર વિશે

મોબાઈલ ફોનથી ફંડ ટ્રાન્સફર કરવા માટે સ્માર્ટફોન અને ઈન્ટરનેટ આવશ્યક છે. પરંતુ હવે એ જરૂરી નથી. BHIM એપ્લિકેશનના નવા ફીચરથી આસાન બન્યું છે. NPCI એ BHIM એપ્લિકેશનના લેટેસ્ટ વર્ઝનમાં વન-ટાઈમ મેન્ડેટ ફિચર જોડી દિધુ છે. આ નવા ફિચર સાથે યુઝર્સ તેમના પેમેન્ટ્સ કોઈપણ તારીખ પર શેડ્યૂલ કરીશકે છે. જો તમે મહિનાની 15મી તારીખે તમારા ઘરનું […]

BHIM એપ્લિકેશનથી ઈન્ટરનેટ વગર પણ પૈસા થાય છે ટ્રાન્સફર, જાણો આ ફિચર વિશે
Jayraj Vala
| Edited By: | Updated on: May 18, 2019 | 9:33 AM
Share

મોબાઈલ ફોનથી ફંડ ટ્રાન્સફર કરવા માટે સ્માર્ટફોન અને ઈન્ટરનેટ આવશ્યક છે. પરંતુ હવે એ જરૂરી નથી. BHIM એપ્લિકેશનના નવા ફીચરથી આસાન બન્યું છે. NPCI એ BHIM એપ્લિકેશનના લેટેસ્ટ વર્ઝનમાં વન-ટાઈમ મેન્ડેટ ફિચર જોડી દિધુ છે.

આ નવા ફિચર સાથે યુઝર્સ તેમના પેમેન્ટ્સ કોઈપણ તારીખ પર શેડ્યૂલ કરીશકે છે. જો તમે મહિનાની 15મી તારીખે તમારા ઘરનું ભાડૂ ટ્રાન્સફર કરવા માંગતા હોવ તો 15મી તારીખ પહેલાં તમે તે તારીખ માટે તમારા ભાડાને શેડ્યૂલ કરી શકો છો અને તારીખ આવતાની સાથે જ તે ડેબીટ થઈ જશે.

તમારા શેડ્યૂલ કરેલા પૈસા તમારા ખાતામાં જ રહેશે પરંતુ પેમેન્ટ થવા સુધી બ્લોક રહેશે. સારી વાત એ છે કે તેમાં તમનેએ પૈસાનુ વ્યાજ મળવવાનું બંધ નહીં થાય. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા જ BHIM (ભારત ઇન્ટરફેસ ફોર મની) એપ્લિકેશન શરૂ કરી હતી.

BHIM એપ્લિકેશનની મદદથી આ ખુબજ સરળતાથી કરી શકાય છે. બેંક એકાઉન્ટ સાથે રજીસ્ટર મોબાઇલ નંબરની મદદથી આ કરવું ખૂબ જ સરળ છે. આ માટે તમારે યુએસએસડી(USSD) આધારિત મોબાઇલ બેન્કિંગનો ઉપયોગ કરવો પડશે. હવે USSD પ્લેટફોર્મને પણ ભીમ એપ્લિકેશન સાથે અપગ્રેડ કરવામાં આવ્યું છે.

આ રીતે કરી શકશો ટ્રાન્સફર

1. સૌપ્રથમ તમારા સ્માર્ટફોનમાં BHIM એપ ડાઉનલોડ કરવાની અને તેની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. એક વખત સીમ કાર્ડ અને તમારો ફોન બેન્ક એકાઉન્ટ સાથે લિંક થઈ જાય પછી તમે BHIM એપ વડે પૈસા ટ્રાન્સફર કરી શકો છો.

2.જો ઇન્ટરનેટ ઉપલબ્ધ હોય તો તમારે UPI આધારિત ટ્રાન્જેક્શન કરવું પડશે અને જો ઇન્ટરનેટ ઉપલબ્ધ ન હોય તો તમે USSDથી મોબાઇલ બેન્કિંગનો વિકલ્પ પસંદ કરી શકો છો.

આ પણ વાંચો: મતદાનના એક દિવસ પહેલા પશ્ચિમ બંગાળમાં ફરી ભડકી હિંસા, BJP-TMCના કાર્યકર્તાઓ વચ્ચે થઇ મારામારી

3.USSD માટે તમારે *99# ડાયલ કરવાનો રહેશે. તમારા ફોન પર વેલકમ સ્ક્રીન આવશે જેમાં 7 વિકલ્પો આપેલા હશે. જેમાં Send money, Request money, Check balance, My profile, Pending requests, Transactions અને UPI PIN વિકલ્પો દેખાશે.

4.Send money વિકલ્પ પસંદ કર્યા પછી મોબાઇલ નંબર, ચૂકવણીનું સરનામું, બેનિફિશિયરી અથવા IFSC કોડ અને એકાઉન્ટ નંબર નાખી પૈસા ટ્રાન્સફર કરી શકાય છે.

ઘણી વખત અંતરીયાળ સ્થળો પર ઇન્ટરનેટ કનેક્શન ઉપલબ્ધ ન હોવાને લીધે પેમેન્ટ કરી શકાતુ નથી. તેથી BHIM એપ્લિકેશનની આ સુવિધા ખૂબ જ ઉપયોગી છે. જેથી ઈમરજન્સીના સમયમાં પૈસા ટ્રાન્સફર કરી શકાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">