AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Jodo Yatra: લોકો સાથે જોડાવવા માટે કોંગ્રેસનું ‘ભારત જોડો યાત્રા’ અભિયાન, સોનિયા ગાંધીએ બનાવ્યા નેતાઓના ત્રણ ગૃપ

કોંગ્રેસે (Congress) મંગળવારે ઉદયપુરમાં તાજેતરમાં આયોજિત 'ચિંતન શિબિર'માં લીધેલા નિર્ણયોને લાગુ કરવાના હેતુથી આઠ સભ્યોની 'ટાસ્ક ફોર્સ-2024'ની રચના કરી છે. આ સાથે સોનિયા ગાંધીના નેતૃત્વમાં પોલિટિકલ અફેર્સ ગ્રુપની પણ રચના કરવામાં આવી હતી.

Bharat Jodo Yatra: લોકો સાથે જોડાવવા માટે કોંગ્રેસનું 'ભારત જોડો યાત્રા' અભિયાન, સોનિયા ગાંધીએ બનાવ્યા નેતાઓના ત્રણ ગૃપ
Congress President Sonia Gandhi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 3:40 PM
Share

પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાંથી બોધપાઠ લઈને કોંગ્રેસે (Congress) હવે પાર્ટીની અંદરની સમસ્યાઓના સમાધાન માટે કામ કરવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ ભાજપને સત્તા પરથી હટાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે અને પાર્ટીમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે મોટા નિર્ણયો લઈ રહી છે. આ ક્રમમાં આજે પાર્ટીએ ‘ભારત જોડો યાત્રા’ માટે ત્રણ જૂથ બનાવ્યા છે. આ યાત્રા માટે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) દ્વારા રચવામાં આવેલા ત્રણ જૂથોમાં રાજકીય બાબતોનું જૂથ, ટાસ્ક ફોર્સ-2024 અને કેન્દ્રીય આયોજન જૂથનો સમાવેશ થાય છે.

કોંગ્રેસે મંગળવારે ઉદયપુરમાં તાજેતરમાં આયોજિત ‘ચિંતન શિબિર’માં લીધેલા નિર્ણયોને લાગુ કરવાના હેતુથી આઠ સભ્યોની ‘ટાસ્ક ફોર્સ-2024’ની રચના કરી છે. આ સાથે સોનિયા ગાંધીના નેતૃત્વમાં પોલિટિકલ અફેર્સ ગ્રુપની પણ રચના કરવામાં આવી હતી. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, 2 ઓક્ટોબરથી કોંગ્રેસની પ્રસ્તાવિત ‘ભારત જોડો યાત્રા’ના સંકલન માટે 9 સભ્યોના સેન્ટ્રલ પ્લાનિંગ ગ્રુપની પણ રચના કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મહત્વપૂર્ણ જૂથો બનાવ્યા છે.

જુદા-જુદા ગૃપની યાદી અહીં જુઓ

રાહુલ ગાંધી પોલિટિકલ અફેર ગ્રુપમાં સભ્ય

‘ટાસ્ક ફોર્સ-2024’માં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પી ચિદમ્બરમ, મુકુલ વાસનિક, જયરામ રમેશ, પ્રિયંકા ગાંધી, કેસી વેણુગોપાલ, અજય માકન, રણદીપ સુરજેવાલા અને ચૂંટણી વ્યૂહરચનાકાર સુનીલ કંગોલુ સામેલ છે. જ્યારે સોનિયા ગાંધીની આગેવાની હેઠળના રાજકીય બાબતોના જૂથમાં રાહુલ ગાંધી અને અન્ય કેટલાક વરિષ્ઠ નેતાઓ તેમજ કોંગ્રેસના ‘G-23’ના બે મહત્વપૂર્ણ સભ્યો ગુલામ નબી આઝાદ અને આનંદ શર્માને સ્થાન મળ્યું છે. તે જ સમયે, દિગ્વિજય સિંહ, સચિન પાયલટ, શશિ થરૂર અને કેટલાક અન્ય નેતાઓને કેન્દ્રીય આયોજન જૂથમાં સામેલ કરવામાં આવ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">