કોંગ્રેસ 2017ની ચૂંટણીની કસર 2022માં પૂર્ણ કરશે, રણનીતિને આખરી ઓપ અપાયો

કોંગ્રેસ 2017ની ચૂંટણીની કસર 2022માં પૂર્ણ કરશે, રણનીતિને આખરી ઓપ અપાયો

ઉત્તર ગુજરાતના પ્રશ્નો અંગે આંદોલનાત્મક કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરીને કોંગ્રેસ સભાનું આયોજન કરશે અને 2022ની ચૂંટણી સુધી લોકો વચ્ચે ક્યાં મુદ્દાઓને લઈને રહેવાનું એ પણ નક્કી કરશે.

Sachin Patil

| Edited By: kirit bantwa

May 23, 2022 | 5:58 PM

વિધાનસભા ચૂંટણી 2022 ( (Gujarat Assembly Election 2022) ) ના અનુસંધાને ઉત્તર ગુજરાત માટે આજે કોંગ્રેસે (Congress) મંથન કર્યું હતું જેમાં 2017 ની બાકી રહેલી કસર પુરી કરીને સત્તા સુધી પહોંચવાનો નિર્ધાર કર્યો છે. રાહુલ ગાંધીની સભાઓને સફળ બનાવવા માટે ઉત્તર ગુજરાતના અગ્રણીઓ સાથે પ્રમુખ અને પ્રભારીની બેઠક યોજવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં જે રીતે આદિવાસીઓના પ્રશ્નોને લઈને સભા બાદ કોંગ્રેસ પાર્ટીએ સંવિધાન ચૌપાલ અને 10 લાખ આદિવાસીઓના ઘર ઘર સુધી પહોંચવા માટેનો કાર્યક્રમ પણ ઘડીને અમલમાં મુક્યો તે રીતે જ ઉત્તર ગુજરાતના પ્રશ્નો અંગે આંદોલનાત્મક કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરીને કોંગ્રેસ સભાનું આયોજન કરશે અને 2022ની ચૂંટણી સુધી લોકો વચ્ચે ક્યાં મુદ્દાઓને લઈને રહેવાનું એ પણ નક્કી કરશે.

આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના વીજળી અને પાણીના મુદ્દે કોંગ્રેસ આંદોલન કરશે. આ બેઠકમાં લોકસભા, વિધાનસભાની ચૂંટણીમાં લડેલા તમામ લોકોને હાજર રાખવામાં આવ્યા છે. પાલિકા, મહાપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત લડેલા લોકો પણ આજની મોટિંગમાં હાજર રહ્યા હતા. ઉત્તર ગુજરાતના જિલ્લા અને તાલુકા પ્રમુખો સહિત 700 જેટલા લોકો મંથન કરીને 2022 ની ચૂંટણીમાં લોકોની વચ્ચે જશે.

કોંગ્રેસ પાર્ટીએ આદિવાસી વિસ્તાર બાદ અન્ય ઝોનમાં રાહુલની સભા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 15 જૂન પહેલાં ગુજરાતના અલગ અલગ ઝોનમાં સભાના આયોજનને આખરી ઓપ આપવાની તૈયારીઓમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ જોતરાઊ ગયા છે.

દાહોદમાં આદિવાસીઓના પ્રશ્નોને લઈને સભાના આયોજન બાદ કોંગ્રેસ દક્ષિણ ગુજરાતમાં 12 જૂનના રોજ બારડોલી ખાતે રાહુલ ગાંધીની સભાનું આયોજન કરવાનું વિચારી રહી છે. જે પછી મધ્યગુજરાતમાં એક સભાનું આયોજન કરાશે. કોંગ્રેસ પાર્ટીના આયોજન મુજબ અલગ-અલગ ઝોનમાં સભાઓ કરીને લોકોના મુદ્દાઓને લઈને એમના વચ્ચે રહેવાનું પ્લાનિંગ છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ રાહુલ ગાંધી સભા કરશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉત્તર ગુજરાતના હોદ્દેદારોની મહેસાણામાં બેઠક મળી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ડૉ.રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિરોધ પક્ષના સુખરામ રાઠવાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે અનિલ જોશીયારાના ભાજપમાં જોડાવા મુદ્દે નિવેદન આપ્યું હતું કે જેને જવું હોય તે જાય, જવાવાળાને કોઈ રોકતું નથી. તેમણે કહ્યું કે હાર્દિક પટેલ ગયા બાદ કોઈએ કોંગ્રેસ છોડી નથી. તેમણે આ ઉપરાંત આગામી ચોમાસા પહેલા રાહુલ ગાંધીની ગુજરાતમાં સભાઓ યોજવાનું આયોજન જણાવવાની સાથે અમ પણ કહ્યું કે ભાજપ વહેલા ચુંટણી કરવા માગે તો અમે તૈયાર છીએ.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati