ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન અસમમાં FIR નોંધાતા ભડક્યા રાહુલ ગાંધી, હિમંતા બિસ્વાને ગણાવ્યા સૌથી ભ્રષ્ટ CM
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ભારત જોડો ન્યાય યાત્રા પર અસમમાં છે. આ દરમિયાન તેમને આસામના ગૌહાટીમાં પ્રવેશની મંજૂરી ન કોંગ્રેસના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો. આસામના સીએમ હિમંત બિસ્વા શર્માએ રાહુલ વિરુદ્ધ કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે. આ દરમિયાન રાહુલે હિમંતા પર વળતો પ્રહાર કર્યો છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને આસામના ગુવાહાટીમાં પ્રવેશતા અટકાવી દેવામાં આવી છે. આ પછી કોંગ્રેસના કાર્યકરોએ ભારે બબાલ કરી અને દેખાવો કર્યા. કેટલાક કાર્યકરોએ બેરિકેડ તોડી નાખ્યા અને આસામ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અસમ સીએમ હિમંતા બિસ્વા સરમાએ પોલીસને રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે. હિમંતા બિસ્વાની કાર્યવાહીથી રાહુલ ગાંધી રોષે ભરાયા અને તેમણે હિમંતા બિસ્વા સરમાને સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી ગણાવી દીધા.
રાહુલ ગાંધીએ કહ્યુ કે અસમ સરકાર જે કંઈ પણ કરી રહી છે તેનાથી અમારી યાત્રાને ફાયદો થઈ રહ્યો છે. અસમ સીએમ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમારી મદદ કરી રહ્યા છે અને અમને વગર યાત્રાએ પ્રસિદ્ધિ મળી રહી છે. હવે અસમમાં મુખ્ય મુદ્દો યાત્રાનો છે. આ તેમની ડરાવવા ધમકાવવાની રાજનીતિ છે. ન્યાયનો અમારો સંદેશ લોકો સુધી પહોંચી રહ્યો છે. રાહુલે કહ્યુ હિમંતા અસમ ન ચલાવી છે. આ અસમના લોકોનો અવાજ નથી. ભાજપના કાર્યકર્તાઓ પણ હિમંતાને પસંદ નથી કરતા તમે તેમને પૂછી શકો છો.
રાહુલ ગાંધીએ કહ્યું કે આસામમાં સમસ્યા સ્પષ્ટ છે, આ રાજ્યના મુખ્યમંત્રી દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રીઓમાંના એક છે. મને મંદિર, યુનિવર્સિટી જતા અટકાવવો, મારી પદયાત્રાને અટકાવવી એ તેમની ડરાવવા ધમકાવવાની રણનીતિનો ભાગ છે. અમે ડરવાના નથી. આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થઈ છે અને લગભગ 100 લોકસભા મતવિસ્તારોમાંથી પસાર થઈને 6000 કિલોમીટરનું અંતર કાપીને 20 કે 21 માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે.
#WATCH | Congress leader Rahul Gandhi says, “There is an idea of Nyay behind this Nyay Yatra. Congress party will bring forward its 5 pillars of justice in the next one month which give the country power…” pic.twitter.com/w4YdIgcnWX
— ANI (@ANI) January 23, 2024
હિમંતા બિસ્વા સરમાએ શું કહ્યું?
આ પહેલા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે, આ આસામની સંસ્કૃતિનો ભાગ નથી. અમે શાંતિપૂર્ણ રાજ્ય છીએ. આ પ્રકારના નક્સલવાદી હથકંડાઓ અમારી સંસ્કૃતિથી બિલકુલ વિપરીત છે. તેમણે કહ્યું કે તમારા બેજવાબદાર વર્તન અને દિશા-નિર્દેશોના ભંગને કારણે હવે ગુવાહાટીના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.
હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, તેમણે રાજ્યના પોલીસ મહાનિર્દેશક જીપી સિંહને બેરિકેડ તોડવા માટે ભીડને ઉશ્કેરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. યુથ કોંગ્રેસના પ્રદેશ એકમના પ્રમુખ શ્રીનિવાસ બી.વી.ની ‘X’ પરની પોસ્ટના જવાબમાં, મુખ્યમંત્રીએ ‘X’ પર લખ્યું, મેં આસામ પોલીસના મહાનિર્દેશકને નિર્દેશ આપ્યો છે કે તેઓ ભીડને ઉશ્કેરવા બદલ તમારા નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કરે.