AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Intranasal Booster Dose : ભારત બાયોટેકના ઇન્ટ્રાનેઝલ બૂસ્ટર ડોઝના ટ્રાયલને DCGIએ આપી મંજૂરી, અમદાવાદ સહિત 9 સ્થળોએ યોજાશે પરિક્ષણ

ભારત બાયોટેકને ઇન્ટ્રાનેઝલ બૂસ્ટર ડોઝના અજમાયશ માટે પરવાનગી મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે Omicron સહિત કોરોના વાયરસના ઘણા ઘાતક પ્રકારો પર અસરકારક છે.

Intranasal Booster Dose : ભારત બાયોટેકના ઇન્ટ્રાનેઝલ બૂસ્ટર ડોઝના ટ્રાયલને DCGIએ આપી મંજૂરી, અમદાવાદ સહિત 9 સ્થળોએ યોજાશે પરિક્ષણ
Bharat Biotech gets nod for Intranasal booster dose (Representational Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 3:27 PM
Share

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(Drugs Controller General of India) એટલે કે DCGI એ ભારત બાયોટેકને(Bharat Biotech) ઇન્ટ્રાનેઝલ બૂસ્ટર ડોઝના(Intranasal Booster Dose) ટ્રાયલ માટે પરવાનગી આપી છે. અમદાવાદ સહિત 9 અલગ-અલગ જગ્યાએ આ ટ્રાયલ કરવામાં આવશે. DCGIની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC) એ કંપનીની ઇન્ટ્રાનેઝલ COVID-19 રસીના ‘ફેઝ III બૂસ્ટર ડોઝ સ્ટડી’ માટે ‘ઈન-પ્રિન્સિપલ’ મંજૂરી આપી છે. ભારત બાયોટેકને ત્રણ અઠવાડિયા પહેલા મંજૂરી માટે પ્રોટોકોલ સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું.

ઇન્ટ્રાનેઝલ કોવિડ-19 બૂસ્ટર ભારતમાં કોરોના વાયરસ સામે નાક વળે આપી શકાય એવી પહેલી રસી છે. તે જ સમયે, ભારત બાયોટેક એવી બીજી કંપની છે જેણે ત્રીજા ડોઝના ટ્રાયલના ત્રીજા તબક્કા માટે અરજી કરી છે. એવું માનવામાં આવે છે કે ઇન્ટ્રાનેઝલ રસી ઓમિક્રોન સહિત કોરોના વાયરસના વિવિધ પ્રકારોના ફેલાવાને રોકવાની ક્ષમતા ધરાવે છે. દરમિયાન, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે DCGI એ અમુક શરતોને આધીન, પુખ્ત વસ્તીમાં ઉપયોગ માટે કોવિડ-19 રસીઓ કોવિશિલ્ડ અને કોવેક્સિનનું માર્કેટિંગ કરવાની મંજૂરી આપી છે.

દુકાનોમાં નહીં મળે રસી  આ અંગે આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, બજારમાં કોવિશિલ્ડ(Covishield) અને કોવેક્સિન(Covaxin) વેચવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ તેમ છતાં તે દુકાનોમાં ઉપલબ્ધ થશે નહીં. તે ફક્ત ખાનગી હોસ્પિટલો અથવા ક્લિનિક્સમાંથી જ લઈ શકાય છે. અહીં કોઈપણ વ્યક્તિ પહેલો, બીજો કે ત્રીજો ડોઝ (Covid-19 vaccines in Market) મેળવી શકે છે. પરંતુ આમ કરતી વખતે, કોરોના વાયરસના માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે. આનો અર્થ એ છે કે બધા બૂસ્ટર ડોઝ મેળવવા માટે સમર્થ હશે નહીં. તે ફક્ત વૃદ્ધો, ફ્રન્ટલાઈન કામદારો અને 60 વર્ષથી વધુ ઉંમરના આરોગ્ય કર્મચારીઓને લાગુ પડશે.

15 થી 18 વર્ષની વયજૂથના કિશોરો માત્ર પ્રથમ અને બીજો ડોઝ જ મેળવી શકશે. આમાં પણ તેમને માત્ર કોવેક્સિન રસી લેવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ 15 વર્ષથી નીચેના બાળકોને હજુ સુધી રસી આપવામાં આવશે નહીં. આ સાથે ખાનગી ક્લિનિક અથવા હોસ્પિટલમાં જે પણ રસી લેવામાં આવશે તેની માહિતી પહેલાની જેમ કોવિન એપ પર આપવાની રહેશે. જેથી રસી મેળવનાર વ્યક્તિ તેનું પ્રમાણપત્ર મેળવી શકે. જ્યારે દેશમાં રસીકરણ અભિયાન પહેલાની જેમ જ ચાલુ રહેશે. માર્ગદર્શિકા અનુસાર, લોકોને મફતમાં રસી આપવામાં આવશે. પરંતુ જો કોઈ ઈચ્છે તો કોઈ ખાનગી હોસ્પિટલ કે ક્લિનિકમાં જાતે જઈ શકે છે.

આ પણ વાંચો:

Covid-19 Vaccination: દેશની 95% વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો- કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય

આ પણ વાંચો:

અમદાવાદમાં કોરોનાની રફતાર ધીમી પડી, માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં ઘટાડો

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">